________________
ભયમાંથી મુક્તિ અપાવનાર બીજું કઈ નથી એવું ધારી વિષયકષાયથી દૂર થવાની ભાવના તેનું નામ વૈરાગ્ય ભાવના છે.
ઉપર જણાવેલી સમ્યકત્વ ભાવના અને વૈરાગ્ય ભાવનાથી આપણે વાસ્તવિક ધર્મ કરી શકીએ છીએ અને તે ધર્મ જન્મને રોકવામાં શરણભૂત થાય છે. મોતને રોકવું હોય અને અજરામરપદ મેળવવું હોય તો પ્રથમ જન્મને રોકવા આ બે ભાવના રાખી પ્રયત્ન કરવો જરૂરી છે એ આ વ્યાખ્યાનને સાર છે.
ક ત્રીજા વ્યાખ્યાનમાં ઉપરના બે વ્યાખ્યાનોના વિષયોનું દાખલા દલીલોથી વિશેષ સ્પષ્ટીકરણ કરવામાં આવેલું છે. આયુષ્ય કર્મ પ્રમાણે જે થવાનું હોય તે થયાજ કરે છે એમ માન્યા પછી હિંસા રહી ક્યાં ? એ પ્રશ્નનો વિશેષ ખુલાસો કરતાં ઉપક્રમિક આયુષ્ય અને નિરૂપક્રમિક આયુષ્ય એવા આયુષ્યના બે ભેદે સમજાવી એ બને આયુષ્યવાળા જીવોની હિંસા થઈ શકે છે એ જણાવવા હિંસાનો વિશાળ અર્થ કર્યો છે. તેમ કરતાં હિંસાના ત્રણ પ્રકાર પાડ્યા છે (૧) પ્રાણુને વિયોગ કરવો તે, (૨) પ્રાણુને વિયાગ કરવાનાં કારણો વિચાર કરે છે, અને (૩) જીવને બચાવવાની બુદ્ધિને અભાવ. ત્રીજા પ્રકારની હિંસા આપણી ખ્યાલમાં સરલપણે આવે તેટલા માટે બેદરકારીથી મોટર હાંકનાર અને બેદરકારીથી દવા આપનારના જાણીતાં દૃષ્ટાંત આપણી સમક્ષ રજુ કર્યા છે. કાયારૂપી મોટરકારના આપણે ડ્રાઈવર (હાંકનાર) છીએ. ગામ શહેર અગર નગરની વસ્તીમાં ગણ્યા ગાંઠ્યા છો છે, પણ અહીં જગતમાં અસંખ્ય છ કાજળની દાબડીમાં ભર્યા હોય તેમ ભરેલા છે. આંધળા હેરા એવા આ જીવને તે છે કેમ બચે તેની સંભાળ લેવાની છે તે જાણવાની દરકાર નથી, એટલે કાયાની ગાડી એ બેદરકારીથી ચલાવે છે. જ્યાં સુધી એ સૌ જીવોને બચાવવાની દાનતવાળો થયો નથી, છે માટે સર્વજ્ઞ વચનને સાંભળતો નથી ત્યાં સુધી આપણે અને આંધળા બહેરા મૂઈવર બેઉ સરખા ઘાતકી છીએ. આ પ્રમાણે ત્રણ પ્રકારની હિંસા સમજાવીને, કોઈક પંથવાળા જીવને બચાવવામાં પાપ માને છે તેમને મેઘકુમારે હાથીના ભાવમાં સસલાની કરેલી અનુકંપાનું દષ્ટાંત આપી તેઓની માન્યતા કેટલી બધી ખાટી અને અનર્થકારક છે એ ન્યાયપુરઃસર બતાવી દીધું છે. પ્રાને જીવવું એ માત્ર આયુષ્યકર્મને આધીન છે છતાં પણ હિંસા થઈ શકે છે અને તે હિંસાથી વિરમવાના ઉપાય લેવાજ જોઇએ એમ સમજવ્યું છે.
આ પછી શાસનના વિરોધી, ધર્મના વિરોધી, જીનેશ્વર દેવગુરૂના નિદકે વગેરેને પ્રતિકાર કરો કે નહિ એ પ્રશ્નને કારણ્ય અને માધ્યસ્થ ભાવનાઓની દષ્ટીથી વિચાર કર્યો છે, અને તેમાં ભગવાન મહાવીર દેવે ગોશાલો આવીને આક્ષેપ કરે તે વખતે તેની ઉપેક્ષા કરવાની બધા સાધુઓને કરેલી આજ્ઞાન ઉલ્લેખ કરી, વ્યવહારમાં પણ અવિા પ્રસંગોએ કયારે ઉપેક્ષા કરવામાં આવે છે અને કયારે પ્રતિકાર કરવામાં આવે છે તે આપણી નજર આગળ મુકી છેવટ ઉપદેશ આપ્યો છે કે સમ્યકત્વધારી જીવે પોતાના વિરોધીનું પણ પ્રતિકૂળ ચિત્વન કરવાનું નથી, તે જે કાંઈ કરે છે તે હમેશાં રક્ષણ કરવાની ભાવનાથી કરે છે, અર્થાત આ બબા કાર્યમાં હેતુ જૈન શાસનની સેવાને હવે જોઇએ, તેથી બીજાનું બુરું કરવાની જરાપણુ દાનત ન હોવી જોઈએ
પ્રાતમાં જણાવી દીધું છે કે મરણની સત્તા સાર્વ ભ્રમ છે, છતાં પણ તે જન્મની સાથે જ આવે છે. અર્થાત જેને મરણને ડર લાગ્યો હોય તેણે મરણને ડર ન રાખતાં જન્મનો ભય રાખ જોવા અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com