SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ-સુધાસિંધુ. સુધાસિંદુ છું. અંતે સાચી લાગેલી વસ્તુને નિર્ભયપણે જનતા સમક્ષ મૂકવી! આવા પ્રકારનું વાણીસ્વાતંત્ર્ય જયારે આપણે સમજશું અને પાળશું ત્યારે આપણી દશા અત્યાર કરતાં અનેક ગણી ઉંચી હશે! બાકી વિવેક વગરનું વાણુસ્વાતંત્ર્ય એ સ્વાતંત્રતા નહિ પણ સ્વચ્છંદતાજ છે કે જેનું પરિણામ પતનમાંજ આવે છે. કરે તે પામે! દુનિયામાં જે આપણે કોઈ ઉલટી કલ્પના કરીએ તો આપણે ગુન્હેગાર ગણાઈએ છીએ તે સર્વજ્ઞ જેવા પરમજ્ઞાનવાનના વચનમાં શંકા કરતાં આપણે કેમ ગુન્હેગાર ન ગણુઈએ ? એ વીતરાગ ભગવાનના વચન ઉપર શ્રદ્ધા રાખીને આપણે એ વસ્તુ આચરણમાં મૂકવી જોઈએ! કારણકે માત્ર શ્રદ્ધા કે માત્ર જ્ઞાન કઈ પણ ફાયદો નથી કરી શકતાં! ફળ માટે ક્રિયાની જરૂર રહે છે. હજાર વરસ ની પાસે બેસે પણ હથેડે લઈને ટીપવાનું નહિ કરે તે તમને ઘડતાં નહિ જ આવડવાનું. ચિત્રકાર બનવાની ઇચ્છાવાળા માટે ચિત્રકારને પાડશજ એકલે પૂરતું નથી. એણે તો પિતાના હાથે લીટી દેરવા વિગેરેને અભ્યાસ કરવો પડશે. ક્રિયા કરો અને ફળ મેળવે. પડયા પડયા કદી કોઈનું પેટ ભરાયું છે? જ્ઞાન તે ઘણાયને હોય પણ ક્રિયા થોડાક જ કરી શકે! બધાય જાણે છે કે સીધી લીટી કેને કહેવાય! પણ સીધી લીટી દેરી કેટલા શકે છે? જેણે વારંવાર એને અભ્યાસ કર્યો હોય તેજ, જ્ઞાન તે એક વખત થયું એટલે પત્યું પણ ક્રિયાને માટે તે લાંબુ પરિશીલન જોઈએ અને આજ જ્ઞાન અને ક્રિયાને મુખ્ય ભેદ! ઘણાય સમજે છે કે વ્યસન રાખવા બેટાં છે. બીડી, તમાકુ, પાન કે બીજી ટેવો નુકશાન કરનારી છે. છતાં એનાથી કેટલા બચી શકે છે? સંસાર ખરાબ છે, મિથ્યાવ બહુજ ભયંકર ચીજ છે, અવિરતિ પાપનું મૂળ છે, કષાયો સંસારના બીજ છે, આ બધું માત્ર જાણવાની દષ્ટિએ કેણ નથી જાણતું ? છતાં કેટલા એ જ્ઞાન પ્રમાણે પોતાના આચરણને ફેરવી શકે છે? એક વસ્તુનું જ્ઞાન થવા માટે એક વસ્તુ જાણવા માટે પલકનાજ સમય જોઈએ છે. અમુક વ્યકિત સંસારમાંથી તરી ગઈ; અમુક જીવ તીર્થકર થયે; અમુક માણસે ક્ષણ માત્રમાં પોતાનું કલ્યાણ સાધી લીધું. માષ તુષ જેઓએ થોડા જ સમયમાં કેવળ જ્ઞાનનો આસ્વાદ ચાખે! આ બધી વસ્તુ આપણે બધા સારી રીતે જાણીએ છીએ પણ એ જાણવા માત્રથી આપણું વન્યું? ખરૂં કલ્યાણ તો ત્યારે જ થશે કે જયારે આપણે એના માટે પ્રયત્ન આદરીશું! કરોડની સંખ્યાનું આપણને સહુને ભાન છે. કરેડાધિપતિ કોને કહે એ પણ આપણે સારી રીતે સમજીએ છીએ છતાં આપણે કટીવજ કેમ નથી બની જતા? કહે કે કરોડને સમજવા એ એક વાત છે અને કરોડ મેળવવા એ બીજી વાત છે. કરોડને મેળવતાં મેળવતાં તે વાંસાની કરોડ ભાંગી જાય છે, અને આંતરડાં ઉચાં આવે છે. કોડ જ્ઞાન માત્રથી તે આપણે જરાય દળદર દુર થતું નથી. એ જ પ્રમાણે મિથ્યાત્વાદિને ખરાબ જાણીએ છતાં તેનાથી વેગળા થવા માટે ક્ષણ માત્રને પણ પ્રયત્ન ન કરીએ તે શું વળે? પ્રયત્નની પાછળજ સફળતા છે એ વાત ભૂલવી નહિ જોઈએ ! પ્રયત્ન કહે કે ક્રિયા કહે એક જ વસ્તુ છે ! ક્રિયાનું મહાભ્ય. કેવળ જ્ઞાન અને કેવળ શ્રદ્ધાની દષ્ટિએજ વિચારીએ તે જેવાં પ્રકારનાં જ્ઞાન અને શ્રદ્ધા એથે ગુણઠાણે હોય છે તેવાંજ ચૌદમે ગુણઠાણે હાય છે. મિથ્યાત્વ ખરાબ, અવિરતિ છેડવા લાયક, વિરતિ આદરણીય એ વિગેરે જેમ ચેથામાં હોય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy