________________
હાય છતાં એ જૈન છે : સાચા જૈન છે : જૈનને કાઇ જાતિ પાતિ સાથે લેવા-દેવા જ ન હેાય! એ કાઇ એક જાતિ, પ્રાંત કે દેશનાં સંકુચિત પ્રદેશમાં વસનારી મીલ્કત નથી...પરંતુ એ તે સમસ્ત વિશ્વમાં-વિશા ભાવનાનાં રાજ્યમાં વસનારા જ્વલંત ધર્મ છે. જૈન એ કેાઇ જાતિ નહિં પણ ધર્મ છે. એ ધર્મને છાંયડે, કે એનાં સિદ્ધાંતને ઓછાયે ઉભા રહી જે સત્ત્વશીલ વ્યક્તિ વિશ્વમાં નવાજ પ્રભાવ. નવા એજસ, તે દિવ્યતા સહિત ચેતનભર્યું જીવન જીવે, ને જીવતાં શીખવે તે જૈન છે! ગમે તે ક્ષેત્રમાં કે ગમે તે જાતિમાં એ જન્મ્યા હાય છતાં વ્હેની શક્તિ, સદ્ગુણા ને પ્રતિભાથીજ ( ભલે તેણે ‘ જૈન ’ ના ખીલ્લો ડાર્ક લગાવ્યેા નહિં હશે તેાય ) તે જૈન કહેવાયઃ અસ્તુ.
આવા જૈનની ચારિત્ર એજ સાચી મુડી હાય, ચારિત્રમાં જ એ સાચી પ્રતિષ્ટા માને, અને જ્યાં સુધી હેનામાં ચારિત્રનું તેજ ઝળકે છે ત્યાં સુધી હેત નિજાનંદ આબાદ જ રહે છે. એને દિવ્ય આનંદ ‘ ધન ’ અને લાકિક ‘આબરૂ’ બન્નેથી પર છેઃ બન્ને પર વિજયશાલી છે. શાસ્ત્રામાં તેમજ આ પુસ્તકમાં જ્યાં જ્યાં ઊઁચ શબ્દ વાપર્યો છે ત્યાં ત્યાં તે ખાદ્ય જગતમાંના ઊઁચ ના અર્થમાં નહિ, પણ હૃદયની દુર્બલતાપર ઊઁચ ના અર્થમાં વપરાયા છે. જેમકે રાણા પ્રતાપ બાહ્ય યુદ્ધમાં તે
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Soratagyanbhandar.com