________________
આદર્શ જૈન
એ મધુરતાની મીઠી મૂતિ, માનવતાના આદર્શ પ્રતિનિધિ, જૈન સંસ્કૃતિના શ્રેષ્ઠ તને સમુચ્ચય ભાગ્યશાળી નરેન્દ્રમ!
જીવનનાં આકરા આદર્શો સેવનારા ઓ જબરા ઉપાસક ! ઉગ્ર તપશ્ચર્યા ને યાતનાઓ વેઠનારા કાળજૂના યોગેશ્વર : સ્વગૌરવની પરમ તિ, ચેતનવંત શિખાઓથી જવલંત સ્વાતંત્ર્યની સાક્ષાત મૂતિ, એ દુનિયાના દિલારામ!
નિજાનંદમાં મસ્ત એ ગુલાબ ! સિંહણદૂધને જીરવનાર કનકપાત્ર, ફૂંફાડા મારતા વિષધરોને શાંત કરનાર અય માહેશ જાદુગર !
Shree Sudharmaswami Gyanbhandar-Unmanay. Spratagyanbhandar.com