________________
આદર્શ જૈન
બે ઘડી ઠરી જવાનું જગતને મન થાય, એ જીવનને શીતળ વિશ્રામઘાટ બાંધીશ. ઉકળેલી દુનિયાને મારાથી આરામ મળે, એ હું શીતળ આંબો બનીશ. સત્ય ને અહિંસાથી આત્માને પખાળીશ. પ્રેમ ને પ્રભુતાથી વિશ્વ પર શાસન કરીશ. જગતના કલ્યાણથી ધૂન પહેલાં મારૂં “નિસ્વાર્થકલ્યાણ સમજીશ. કારણ? જ્ઞાન વિનાને ગુરૂ દુનિયાને શાપરૂપ છે. સાધુતા વગરને સાધુ, અને માનવતા વિનાને માનવી જગતને ભારરૂપ છે
પ્રિય સંસ્કારની વ્યાપક ને દિલભર હું પૂજા કરીશ. હું “મને પિતાને સંપૂર્ણ વફાદાર રહીશ-કારણ! પિતાની વફાદારી એજ મારા જીવનજહાજને - પ્રવ છે! મારી ઝૂંપડીમાં મને મિઠાશ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Unmaway. Suratagyanbhandar.com