________________
આદર્શ જૈન
આત્મવિકાસનાં રૂપેરી અજવાળાંએ હું સૌનાં પર ઉદારતાથી પાથરીશ. પ્રેમભાવનાનાં મીઠાં સરબત સૌને પાઈશ. આત્મશુદ્ધિની ચાંદનીની ઠંડક સૌને આપીશ, ને સોને સારા આશીર્વાદ દઈશ!
રાગદ્વેષની જાળને દરિયામાં દૂર ફેંકીશ. અખંડ આશા ને ઉત્સાહનું ભાતું રાખી ફરીશ, દરેકમાંથી હું મારું દર્શન સદાય શોધીશ, ને હું “મને બરાબર સાંભળીશ. એ સાંભળેલા શબ્દોઃએ મારા સુંદર વિચારને સમજી હું મનુષ્યજાતિ વચ્ચે છૂટથી વહેંચીશ. હું મારા કર્તવ્ય પર કર નજર રાખીશ. હુંજ મારે ન્યાયાધીશ, જ્યુરી ને અપીલની છેલ્લી હાઈકોર્ટ છું. હું જોઉં છું, સાંભળું છું, જે કંઈ વિચારું છું, બેલું છું, કરૂં છું, ને જેમ રહું છું,
Shree Sudharmaswami Gyanbhandar-Unmanay. Burratagyanbhandar.com