________________
૮૪
આદર્શ જૈન ને દિવ્ય ભાવનાથી “દિવ્ય ન કરે? એ આત્મસ્વરૂપે ! ચાલે, દિવ્યતાના પથે.
મનુષ્યત્વની હું દીક્ષા લઉં છું-લીધી છે. દિવ્યતાના પથે હું પડું છું. આત્માની તિ જેવા એ મુક્તિના મનહર શિખર પર હું ચડું છું. આશા ને પ્રભુતામય દષ્ટિથી, અડગ પગલે, શ્રદ્ધાભર્યો દિલે હું સિદ્ધિના શોખરે ચડું છું. પ્રભાતની આશાપ્રેરક તાજગી લઈ સંધ્યાના ઠગારા રંગને પીઠ દઈ હું મુક્તિનાં પર્વત ઉપર ચડું છું: માગ કઠણ છે–પણ એય સુંદર છે. કઠિણતાને સુલભ કરવું, એ તે મારે ધર્મ, વીરધર્મ જ છે ને! માનવદેહ મોક્ષસાધનાનું ફળદ્રુપ ખેતર છે. ઋતુએ ઋતુમાં સત્કાર્યોના મેલ જેટલા બેસશે-તેટલી સાધના જીવનમાં ફળશે.
Shree Sudharmaswami Gyanbhandar-Unmaway. Suratagyanbhandar.com