________________
ગમન સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
ક
કર્યા વગર આંખો બંધ કરી સ્વીકાર કરી લે ! આજે તે વિચારશે, ઉચિત નહીં લાગે તો પ્રશ્ન કરશે, સંતોષ નહીં થાય તો સ્વીકારશે નહીં. ઉત્તમ તર્ક તથા સંતોષ થાય તેવાં કારણો દ્વારા વર્તતી વિચારધારાને સાચી દિશા દઈ શકાય છે, અને આ જ વર્તમાન યુગનો પ્લસ પોઇન્ટ છે.
અમુક કારણોસર મનુષ્યની ધારણાઓમાં અનુચિત માન્યતાઓનો પ્રવેશ થયો છે. તેની પુષ્ટિ માટે તેઓએ શાસ્ત્રોને આલંબનરૂપ બનાવ્યા છે. તેમાની પ્રથમ ધારણા આ પ્રમાણે છે -
(૧) ‘સ્ત્રી એ નરકનું દ્વાર છે”.
‘‘સ્ત્રી એ કીચડ સમાન છે'. .... ઉત્તર. સૂ. અ-૨. ગાથા-૧૩
શાસ્ત્રોમાં દુર્ભાગ્યવશ આવાં કથન સ્પષ્ટ મળે છે, જેમાં સ્ત્રીને નરક, કીચડ, વિષ આદિ જેવાં અનિષ્ટા તત્ત્વો સમાન બતાવવામા આવી છે. આ કથનોનો આજે મોટે પાયે પ્રવચનોમાં, સાહિત્યમાં, દલીલોમાં પ્રયોગ પણ કરવામાં આવ્યો છે. તેની અસર સીધી થવાને બદલે ઊંધી થઈ છે. નરક, કીચડ, વિષ... આવાં વિશેષણો દ્વારા વીતરાગ પરમાત્મા પોતાની વાણીમાં જે રહસ્ય સમાવે છે તે સંદેશ ખોવાઈ ગયો. તેવો અણસાર આજના મનુષ્યની માન્યતામાં સ્પષ્ટ ઝળકે છે.
આવા કથનોનો અર્થ વ્યક્તિએ એમ કર્યો “સ્ત્રી તુચ્છ છે, કુશીલ છે, અશુદ્ધ છે, તેની કોઈ મહત્તા નથી, જેથી તેની સાથેના વ્યવહારની પણ કોઈ મહત્તા નથી. વળી અન્ય સાહિત્યમાં પણ તેનો પુરાવો મળે છે.
“શુદ્ર ઢોલ પશુ ઔર નારી...
ચારો તાડન કે અધિકારી....
હૈ મનુષ્ય ! શબ્દોનું સંકુચિત અર્થમાં ઘટન ન કર. શબ્દોના ઊંડાણમાં ગયા વગર તે શબ્દ ખોટા અર્થનું જ પ્રતિપાદન કરશે. થોડાક પ્રમાણિક થઈ વિચાર કરવાથી તે સ્પષ્ટ સમજાય કે આવી તુચ્છ વાત મારા મહાવીર દ્વારા થઈ જ નહોય. 'તુચ્છ દૃષ્ટિ ઉત્તમ કથનોને પણ તુચ્છ બનાવી દે છે.''
પ્રભુનુ કહેવું જુદું હતું અને આપણે જુદું જ સમજ્યા છીએ. જે ગાથામાં સ્ત્રીઓને
કીચડની ઉપમા આપવામાં આવી છે એ ગાથાને સમજ્યા વિના અનર્થઘટન કરાય છે.
ઈન્થિઓ શબ્દનો અર્થ સ્ત્રી થાય છે અને પંમૂયાઓનો અર્થ કીચડ થાય છે,
૪