________________
Exહાશા સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન દિશા
૧૦
સાંપ્રત જીવનની સમસ્યાઓ નિવારવા ધર્મનું માર્ગદર્શન
|િ પ્રફુલ્લા વોરા પ્રસ્તુત વિષયનો પ્રારંભ બે ભિન્ન દશ્યોથી કરીએ
પ્રકૃતિના પમરાટ સાથે હિલ્લોળાતી જળલહરીઓનું સુમધુર સંગીત હોય, લીલછમ્મ વનરાજી વચ્ચે રંગબેરંગી પુષ્પોની મહેંકસભર આવકાર હોય, ટહુકાતી સૃષ્ટિની સાથે .. તેના સા..રે........ની સાથે આકાશી રંગછાયાની રંગોળી સજી હોય; કર્ણપ્રિય ધ્વનિને છંટકાવતા છલકાતા રૂપેરી ધોધની મસ્તી હોય; દૂર...સુદુર પથરાયેલા રેતીના પટના આકર્ષક સૌંદર્યની વચ્ચે... ક્યાંક મંદિરની ઝાલર રણકતી હોય; ક્યાંક ઘટનાદનો લયબદ્ધ તાલ મનને ડોલાવતો હોય તો ક્યાંક પરમતત્ત્વનું સાન્નિધ્ય પામવા માટે નિરવ શાંતિના સામ્રાજ્ય વચ્ચે કોઈના સૌમ્ય ચહેરા ઉપર આત્મિક પરિતોષની આભાનું દર્શન થતું હોય.
આમ પ્રકૃતિ અને પરમતત્ત્વ વચ્ચેની એકરૂપતા ઝીલતું આ આફ્લાદક દૃશ્ય! વાહ! મન પ્રસન્ન થઈ જાય. પણ.... પણ એકાદ મિનિટ જરા થોભો, જોઈએ જરા આ બીજું દશ્ય.
એક...બે....ત્રણ..ચાર એક પછી એક છૂટતી જતી મોટરકારની હારમાળા હોય; કોઈ બોઝિલ વાતાવરણની વચ્ચે, અંદરથી ભીંસાતા, અફળાતા, ત્રસ્ત ચહેરાઓ લઈને પસાર થતા ચહેરાઓ હોય; તો ક્યાંક દેખીતી રીતે, ઉપરથી