SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ મમમ સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન ન ક ઉપયોગ તરીકે રાખવાને બદલે ટ્રસ્ટી બનીને સમાજને ચરણે એ સંપત્તિ ધરી દીધી. જૈન ધર્મના પાયામાં રહેલી આ ત્યાગ ભાવના જ વ્યક્તિ સમજું, તો સંપત્તિ મેળવવાનો ‘સ્ટ્રેસ” અને ક્યાંથી આવે? સ્ટ્રેસનો એ ક્યારેય ભોગ બને નહીં અને બીજી બાજુ એના મનમાં અપરિગ્રહનો સિદ્ધાંત હોય કે જે પોતાનો પરિગ્રહ ઓછામાં ઓછો કરવા ચાહતો હોય, તે કઈ રીતે ધન માટેના ઝઘડાઓમાં, સંપત્તિના વિવાદોમાં કે પ્રાપ્તિની દોડધામમાં ડૂબી શકે ! જીવનની પરિસ્થિતિને મધ્યસ્થ ભાવથી જોવાનું શીખવે છે. તનાવનું મુખ્ય કારણ કોઈની સાથે અણબનાવ થતો હોય તે છે, ત્યારે મધ્યસ્થ ભાવથી વિચારે અથવા તો અનેકાંત દૃષ્ટિથી જુએ તો એના સબંધોમાંથી અણબનાવની બાદબાકી થઈ જશે અને એમાં પણ એની પાસે રહેલો ક્ષમાભાવ સામી વ્યક્તિના મનમાં જાણે-અજાણે પણ રહી ગયેલો ડંખ દૂર કરી આપશે. જૈન ધર્મ દ્વારા આવો ગુણવાન માણસ ઘડવાની જરૂર હતી. એને બદલે આપણે ધર્મને ભૂલીને માણસને ઘડવાનો પ્રયાસ કર્યો. ભગવાન મહાવીરની એક ગાથાનો એક મર્મ આપણે પામ્યા છીએ ખરા? એમણે કહ્યું, 'માણુસ્સે ખુ સુ દુલ્લઉં'. 'હૈ મનુષ્ય, મનુષ્ય થવું મુશ્કેલ છે.’ એ મનુષ્યત્વ પામવાને ધર્મએ બતાવેલો માર્ગ આચાર, વિચાર અને વ્યવવહારમાં ઊતર્યો હોય, તો સ્ટ્રેસ વિનાનું કેવું પ્રસન્ન જીવન આપણને પ્રાપ્ત થયું હોય. - મનુષ્યત્વથી માનવતાની યાત્રા સુધીનો આલેખ જૈન ધર્મમાં મળે છે અને જૈન આગમ ગ્રંથો કહે છે, ‘જો હૈં માળુસ્સે ના’. સમગ્ર મનુષ્યજાતિ એક બને. હવે તમે જ કલ્પના કરો કે સમગ્ર મનુષ્યજાતિ એક બને, ત્યારે આ જગત પર આતંકવાદ, ધર્મયુદ્ધો, રંગભેદ – એ સઘળાં આથમી જાય અને આ પૃથ્વીનો ગ્રહ માનવીને વસવા યોગ્ય બને, પણ આપણે જૈનદર્શનનો એ મહાન સિદ્ધાંત વિસરી ગયા અને નાનાં નાનાં અંગત રાગદ્વેષોમાં, સંઘોની સમસ્યાઓમાં, સંપ્રદાયોના વિખવાદોમાં અને ક્રિયાકાંડોના વિશ્લેષણમાં એટલા બધા ખૂંપી ગયા કે ભગવાન મહાવીરે આપેલું એ માનવતાનું આકાશ જોઈ શક્યા નહીં. વર્તમાન યુગમાં ‘સ્ટ્રેસ”નું એક મુખ્ય કારણ કૌટુંબિક જીવનમાં થતો કલક છે, પરંતુ જો ધર્મના પાઠો બાળકોને યોગ્ય સંદર્ભમાં દર્શાવવામાં આવે તો ખ્વાસ ૭૯
SR No.034453
Book TitleSamprat Samasyanu Dharmma Samadhan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2019
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy