SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન ન હો તે એક પાપ છે. ગર્ભધારણના પ્રથમ દિવસથી જ બાળક એ માનવસમાજનો સભ્ય બને છે, તે દૃષ્ટિએ પણ ગર્ભપાતને હિંસા-હત્યા-ખૂન-બાળહત્યા જ કહેવાં જોઈએ. ખ્રિસ્તી ધર્મના જુદા જુદા પંથોમાં ગર્ભપાત વિશે વિભિન્ન મતો પ્રવર્તે છે. કેટલાક પંથો ગર્ભપાતના વિરોધી છે, તો કેટલાક તેનો વિરોધ કરતા નથી. (Abortion and Christianity - Wikipedia). કેથલિક ચર્ચ ગર્ભપાતનો વિરોધ કરે છે. આ પંથ માને છે કે ગર્ભધારણથી માનવજીવનની શરૂઆત થાય છે અને તેથી માનવજીવનને સન્માનિત કરવું જોઈએ તથા ગર્ભધારણથી જ માનવજીવનનું પૂરેપૂરું રક્ષણ થવું જોઈએ. આથી ગર્ભ (embryo , fetus)નો કોઈ પણ હેતુ માટે નાશ કરવાના કૃત્યને વખોડે છે. માનવ વ્યક્તિનો સૌપ્રથમ હક એ તેનું જીવન છે. તેને તેનું જીવન જીવવાનો હક છે. આ જીવનો પ્રારંભ ગર્ભધારણથી થાય છે. કેનન ૧૩૯૮ પ્રમાણે ગર્ભપાત કરાવનારને ધર્મના સંસ્કારો ગ્રહણ કરવાથી વંચિત રાખવાની સજા કરવામાં આવે છે. ગર્ભપાતને નૈતિક દૂષણ ગયું છે. પહેલી સદીથી ચર્ચ આ માન્યતાને વળગી રહ્યું છે. પોપ પિયુસ ૯માએ ગર્ભપાતને માનવહત્યા ગણાવી હતી. વર્તમાન પોપ ફ્રાન્સિસે પણ ગર્ભપાતની આકરી ટીકા કરી છે. - ગર્ભપાત કરાવવો એ યોગ્ય નથી, ક્ષમાયોગ્ય નથી. તેમણે ડૉક્ટરો અને ધર્મગુરુઓને અનુરોધ કર્યો છે કે તેઓ ગર્ભધારણ પૂરો થવામાં પરિવારોને મદદ કરે. ગર્ભપાતનો વિરોધ એ કોઈ ધાર્મિક મુદ્દો નથી પણ માનવતાનો વિષય છે. તે ગેરકાનૂની છે. એક સમસ્યાના સમાધાન માટે તમે પોતાની અંદરના એક જીવનને કાઢીને ફેંકી દો છો. તે એક Contract Killing જેવું છે. એક સમસ્યાના ઉકેલ માટે એક ભાડૂતી હત્યારા (hitman)ને કામ આપવા જેવું છે, જે ગેરકાનૂની છે. જન્મ પૂર્વે પરીક્ષણના આધારે થતા ગર્ભપાતની પણ ટીકા કરી. ગર્ભાવસ્થામાં રુકાવટ પેદા કરવી તે કોઈ હત્યાથી ઊતરતું નથી. યુદ્ધ, શોષણની સાથોસાથ ગર્ભપાતને પણ “અશિષ્ટતાની સંસ્કૃતિમાં ગણાવ્યું” (જે વિકૃત છે). (હિન્દુસ્તાન, નવજાત ટાઈમ્સ, તા. ૨૫ મે, ૨૦૧૯) આર્જેન્ટિમાં ગર્ભપાતને કાનૂની દરજ્જો આપવાના બીલનો પોપે સખત વિરોધ કર્યો હતો. તેની સામે લોકોએ પોપનો પ્રતિરોધ કર્યો હતો. પોપ ગર્ભપાતના આટલા
SR No.034453
Book TitleSamprat Samasyanu Dharmma Samadhan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2019
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy