SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ શા સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન કરાવો પોતાના કામકાજ દ્વારા પોતાના જીવનને સફળ બનાવે છે અને એમ એ વ્યક્તિનું વ્યક્તિત્વ ખીલી ઉઠે છે. માણસને સમાજમાં કામધંધા અને રોજગારી દ્વારા જ વ્યક્તિત્વ, માન-સન્માન અને સ્વપ્રેમ મળે છે. મનુષ્યને તેનો માનવ અધિકાર અને પોતાનું જીવન જીવવાની તક મળે છે. વર્તમાન પોપ ફ્રાન્સિસ ઘણા સુધારાવાદી છે. તેઓના મતે બેરોજગારી એક દૂષણ છે. આજની પેઢીના લોકો પૈસાને ભગવાન માને છે અને તેને વધારે ને વધારે મેળવવા માટે દોડધામ કરે છે. દુનિયામાં એવા પણ લોકો છે કે જેઓ રોજગારીથી વંચિત પણ છે. એવા લોકો રોજગારીથી વંચિત ન રહી જાય તે માટે પોપ ફ્રાન્સિસ વિશ્વભરના ધનવાનોને આહવાન કરે છે કે, “આપણે સૌ એક જ ઈશ્વરના બાળકો છીએ અને ઈશ્વર આપણા પિતા છે, તો દરેક વ્યક્તિને પોતાની આવડત પ્રમાણે કંઈ ને કંઈ રોજગારી મળી રહે. બેરોજગાર લોકો માટેની એક પ્રાર્થનાસભામાં પોપ ફ્રાન્સિસ માનવઅધિકાર માટે અને દરેકના સમાન હક માટે તેમજ બધા લોકોને રોજગારી મળે અને ધનવાનો પૈસાની વ્યર્થ પૂજા ન કરેએ માટે પ્રાર્થના કરે છે. (દૂર, જુ-૨૦૧૪) બેરોજગારી દૂર કરવા સરકારને સહકાર આપી મદદરૂપ થવું જોઈએ. લગ્નવિચ્છેદ (Divorce) : લગ્નવિચ્છેદ કે છૂટાછેડા (Divorce) એ સાંપ્રત જીવનની એક મોટી સમસ્યા છે. વર્તમાન જગતમાં છૂટાછેડાની સમસ્યા અને ઉત્તરોત્તર વધતો જતો તેનો દર એ એક મોટી અને ગંભીર સમસ્યા છે. આ સામાજિક સમસ્યા લોકોના જીવનને મોટા પ્રમાણમાં અસર કરે છે. છૂટાછેડા લેનાર (Divorcee) વ્યક્તિને વ્યક્તિગત રીતે અને એના સામાજિક જીવનને ઊંડી અસર કરે છે. તેમનામાં તનાવ (Stress)ની સ્થિતિ પેદા કરે છે. છૂટાછેડા લેનાર માતા-પિતા તેમના બાળકોના ઘડતર અને તેમના ભવિષ્યની ચિંતા કર્યા વિના આ માર્ગ અપનાવે છે. આની સૌથી મોટી અને માઠી અસર બાળકો પર પડે છે. આવા બાળકોની શાળામાં દેખાવ ઘણો નબળો હોય છે. આ બાળકોના વર્તન અને તેમના માનસિક વિકાસનો મોટો પ્રશ્ન હોય છે. જે બાળકો તેમનાં માતા-પિતા સાથે રહીને શાળામાં ભણતા હોય છે તેઓ આનંદી હોય છે અને તેમના પ્રશ્નો ઓછા હોય છે. છૂટાછેડા એ એક રીતે સામાજિક
SR No.034453
Book TitleSamprat Samasyanu Dharmma Samadhan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2019
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy