SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન પ ણ પૂર્વે તપોવનમાં, ઋષિકુળમાં ગુરુજી વૃક્ષ નીચે ખુલ્લામાં વિદ્યાદાન દેતા હતા. આમાં દસ રાષ્ટ્રધર્મનો પણ ઉલ્લેખ જોવા મળે છે. એક નાગરિક તરીકે રાષ્ટ્ર પ્રતિ આપણી શું ફરજ છે તે દર્શાવાયું છે. બધા તીર્થકરોના સાધુ રંગીન વસ્ત્રો પહેરતા. ભગવાને શ્વેત વસ્ત્ર પહેરવાનો આદેશ આપ્યો. આ યુગના માનવીની વિકલ્પોમાં રાચવાની ચંચળવૃત્તિ ઘટાડવા માટે અને ગરમી અને તાપમાં રંગીન વસ્ત્રોમાં વધુ ગરમી લાગે અને શ્વેત વસ્ત્રમાં ઓછી લાગે. આ રીતે પ્રભુએ ૨૫૦૦૦ વર્ષ પહેલાં ગ્લોબલ વોર્મિંગ – વૈશ્વિક તાપમાનના વધારાનો વરતારો કરી આપણને ચેતવ્યા. ધર્મકથાનુયોગમાં શ્રી જ્ઞાતાધર્મકથા નામના આ આગમમાં મહાપુરુષોના જીવનની સત્યઘટનાઓ અને ઔપદેશિક કથાઓનો વિપુલ સંગ્રહ છે. દ્રવ્યાનુયોગ કથાનુયોગ પર સવારી કરીને આવે તો દર્શનનાં રહસ્યો સરળતાથી સમજાઈ શકે. આ ધર્મકથાનું શ્રવણ બાળજીવોને દર્મપ્રીતિ પ્રેરનારું બની રહે, ધર્મમાર્ગમાં સ્થિર કરનારું બની રહે તેવું છે. પોઝિટિવ થિંકિંગ કઈ રીતે રાખવું - સમુદાય વચ્ચેના જીવનમાં સમુદાય ધર્મ કઈ રીતે નિભાવવો તેમ જ વડીલોના સ્થાન અને સન્માનની વાત સૂત્રોમાં કહી છે. વાસ્તુશાસ્ત્ર, નગરરચના, જીવનવ્યવસ્થા અને જીવનશૈલીમાંથી ઉદ્ભવતા પ્રશ્નોનું સમાધાન જાણવાની ઇચ્છાવાળાઓએ જ્ઞાતાધર્મ કથા સૂત્ર અવશ્ય વાંચવું જોઈએ. શ્રી ઉપાસકદશાંગ સૂત્ર વીરપ્રભુના શાસનના દશ મહાશ્રાવકોના દેશવિરતિના ઉત્કૃષ્ટ આચારનું વર્ણન આપણને પ્રેરણાના પીયૂષ પાય છે. શ્રાવકોની જીવનશૈલી, તેમની વ્યાપારની પદ્ધતિ કેવા પ્રકારની હતી, રોકાણની પદ્ધતિ, ક્ષેત્ર, સાધનો અને ન્યાયસંપન્ન વૈભવ અને શ્રાવકોની આવકનો વ્યય અને સત્રયનું વર્ણન આ સૂત્રમાં છે. ભગવાન મહાવીરના શ્રાવકો પાસે ગાયોના વિશાળ ગોકુળ હતા. જે ઘરમાં ગાય છે ત્યાં આસુરી સંપત્તિનું આગમન થતું નથી, તે આ સૂત્ર દ્વારા ફલિત થાય છે. પ૯ અ–
SR No.034453
Book TitleSamprat Samasyanu Dharmma Samadhan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2019
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy