________________
Exહાશા સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન દિશા
નારી શોષણ સમસ્યાનું ધર્મ દ્વારા સમાધાન
|_| પૂજ્ય સાધ્વી સુતિર્થીકાજી
સમસ્ત ચૌદ રાજલોકમાં સિદ્ધક્ષેત્ર માત્ર એક એવું ક્ષેત્ર છે જ્યાં સમસ્યાઓ હાજર નથી. ચાર ગતિ, ચોવીસ દંડક, ચોર્યાસી લક્ષ જીવાયોનિ, સર્વ સ્થાને જ્યાં
જ્યાં “અપૂર્ણતા” છે ત્યાં ત્યાં સમસ્યાઓ છે. જેને સર્વ સમસ્યાઓથી મુક્ત થવું છે તેણે પૂર્ણ એટલે કે સિદ્ધત્વની પ્રાપ્તિ કરવી જ રહી, પરંતુ જ્યાં સુધી પ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી તે સમસ્યાઓ વધુ જટિલ ન બને અને આગળ ચાલતા નબળી પડતી જાય તેવા પ્રયાસો મનુષ્ય સતત કરી શકે છે. આ સમાજ સુખી તથા શાંતિ સંપન્ન બની રહે તે માટે બે ક્ષેત્રનું મહાબલિદાન રહ્યું છે. (૧) ન્યાયપ્રણાલિ (૨) ધર્મસંસ્થાઓ. આ બંને ક્ષેત્રોએ સમાજની અનેક સમસ્યાઓ માટે અનેક ઉપાયો તથા માર્ગદર્શન રજૂ કર્યા છે. ન્યાયપ્રણાલિના પ્રયાસો અથાક રહ્યા છે, પરંતુ તા ય અમુક સમસ્યાઓ એવી રહી છે જે માત્ર સજા તથા અર્થદંડ વડે હલ થતી નથી. ધર્મસંસ્થાઓમાં જીવન જીવવાની પદ્ધતિઓ સટીક હોવા છતાં આજના વર્ગ સાથે સામંજસ્ય સ્થાપિત કરવામાં તે અક્ષમ રહ્યું છે. માટે અમુક સમસ્યાઓ એમ જ રહી છે. કો'કને સાદું દહીં ન ભાવતું હોય તો સાકર નાખીને આપવામાં શું વાંધો છે? પરંતુ સાદું દહીં ખાનારને એવો આગ્રહ છે કે દહીં તો મોળું જ ખવાય. આમ પેલો દહીં વગરનો જ રહી જાય છે. આજના વર્ગને દહીંની જરૂર તો છે, પરંતુ મીઠું.