SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ શા સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન કરાવો નીકળતા ધુમાડા દ્વારા પ્રદૂષણ ફેલાય છે એ દૂર કરવા ઔષધિઓ સાથે ગાયના ઘીનો ઉપયોગ કરી હવન કરવાથી શુદ્ધ ધુમાડા દ્વારા પ્રદૂષણ દૂર થઈ શકે છે. જમીનને ખાતર અને પાણી આપી જમીનનો ઘસારો દૂર કરવો એ પણ યજ્ઞ છે. સમાજનું ઋણ ચૂકવવા દાન દર્શાવ્યું છે. સમાજે આપણને ભરપૂર આપ્યું છે તે સમાજનું ઋણ ચૂકવવા, આપત્તિમાં ઘેરાયેલાઓને મદદ કરવા લક્ષ્મીનો સદુપયોગ કરવો તે દાન છે. દાન કરતી વખતે અહંકાર નહીં પણ “મારું આ દાન ઋણમુક્તિ માટે છે” એવો ભાવ હોવો જોઈએ. શરીર સ્વસ્થ રહે એ માટે તપ દર્શાવ્યું છે. તપનો સંબંધ આહાર, વિહાર, નિહાર, નિદ્રા અને વ્યાયામ સાથે છે. છઠ્ઠા અધ્યાયના ૧૬મા અને ૧૭મા શ્લોકમાં કહ્યું છે, ન અતિ અનિતઃ તુ યોગ અસ્તિ ન ચ એકાન્તમ્ અનગ્નતા ન ચ અતિ સ્વપ્નશીલસ્ય જાગ્રતો ન એવ અર્જુન ! યુક્ત આહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્ન અવબોધસ્ય યોગઃ ભવતિ દુઃખહા ! જે મનુષ્ય અતિ આહાર લે છે અથવા બિલકુલ આહાર લેતો નથી, અતિ ઊંઘે છે અથવા પૂરી ઊંઘ લેતો નથી તે સાધક થઈ શકતો નથી. યોગ્ય આહારવિહાર કરનાર, યોગ્ય રીતે કર્તવ્યકર્મ કરનાર, યોગ્ય નિદ્રા લેનાર અને જાગૃતિપૂર્વક જીવનાર માટે યોગ દુઃખને નષ્ટ કરનાર થાય છે.” આજના યુગમાં કૌટુંબિક જીવન અને દામ્પત્યજીવનને લગતી ઘણી બધી સમસ્યાઓ ઊભી થતી જાય છે. એક કવિએ કહ્યું છે - હોય ના કશું તો અભાવ નડે છે, હોય જો સઘળું તો સ્વભાવ નડે છે. બધી સમસ્યાનું મૂળ કારણ મન છે. માનવીના જીવનમાં અનુકૂળતા કે પ્રતિકૂળતા આવતી જ રહે છે. પ્રતિકૂળ પાત્રો, પદાર્થો કે પરિસ્થિતિઓ જીવનમાં આવે ત્યારે મન વિચલિત થઈ જાય છે તો ક્યારેક નિરાશામાં સરી પડે છે. જીવનમાં દુઃખનું આવવું કે ન આવવું એ આપણા હાથની વાત નથી પણ દુઃખ આવે ત્યારે - ૪૮ ">
SR No.034453
Book TitleSamprat Samasyanu Dharmma Samadhan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2019
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy