________________
Exહાશા સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન દિશા
સાંપ્રત સમસ્યાઓનું સમાધાન એટલે ભગવદ્ગીતા
T સુરેશભાઈ ગાલા
સ્વામી વિવેકાનંદ અમેરિકામાં એક ચુસ્ત ક્રિશ્ચિયનના ઘરે ગયા હતા. ક્રિશ્ચિયને પોતાના ઘરમાં બધા જ ધર્મનાં પુસ્તકો રાખ્યાં હતાં. ભગવદ્ગીતા પુસ્તક સૌથી નીચે રાખ્યું હતું. એની ઉપર બધા જ ધર્મનાં પુસ્તકો ગોઠવ્યાં હતાં. બાઇબલ સૌથી ઉપર હતું. ક્રિશ્ચિયને મજાકમાં સ્વામીજીને કહ્યું, “જુઓ તમારી ગીતાનું સ્થાન તળિયે છે અને બાઈબલનું સ્થાન ઊંચામાં ઊંચું છે.” સ્વામી વિવેકાનંદ હસીને કહ્યું, “ગીતાનું સ્થાન પાયામાં છે અને તેના આધાર ઉપર જ બધા ધર્મોના ગ્રંથો સ્થિત છે.”
| વિનોબાજી કહે છે, ગીતામાંથી નવા નવા અર્થો મળે છે, કારણ કે એના શબ્દો આર્ષ છે જે માત્ર રચેલા નથી, અનુભૂત કે દૃષ્ટ થયેલા છે. પરમાત્મા તરફ સતત દૃષ્ટિ રાખીને વિચારના આકાશમાં મુક્ત વિહાર કરવાની યોગ્યતા ગીતા મનુષ્યને આપે છે. ગીતા સર્વ ધર્મોથી પર એવો અદ્ભુત ગ્રંથ છે.
કળિયુગ ચાલી રહ્યો છે. જેને જૈન પરંપરા અવસર્પિણી કાળ કહે છે. કાળની અસર દેખાઈ રહી છે.
કયાં છે મીઠાં માનવી ક્યાં છે મીઠાં ધાન, અવસર્પિણી કાળ તણા દેખાય છે નિશાન.
૪૬
–