SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન ન હો આકાંક્ષાઓ પર પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ એટલે જેહાદ. કુરાને શરીફમાં આ અંગે સ્પષ્ટ કહ્યું છે.” જેહાદ એ શબ્દ કુરાને શરીફમાં અનેક વાર ઉપયોગમાં લેવાયો છે, પરંતુ આખા ગ્રંથમાં ક્યાંય શબ્દ યુદ્ધ, ખૂનામરકી કે હિંસાના અર્થમાં નથી વપરાયો. અરબીમાં જેહાદ શબ્દનો અર્થ કોશિશ કરવી એવો થાય છે. ઇસ્લામમાં અલ્લાહના માર્ગે કોશિશ કરવાની ક્રિયાને જેહાદ કહે છે. પોતાના જાનમાલની, ગરીબોની સેવા, અનાથોનું પાલન-પોષણ કરીને, નમાજ પઢીને, રોજા (ઉપવાસ) રાખીને, બીજાઓને દાન કરીને, પોતાના મન પર કાબૂ મેળવીને, પોતાના ગુસ્સાને નિયંત્રિત કરીને, ખુદાના સાચા ખિદમતદાર બનીને, બીજાઓને સદ્દઉપદેશ આપીને તેમને નૈતિક માર્ગે વાળવા જેવાં અનેક કર્તવ્યો માટેનો સંનિષ્ઠ યત્ન એટલે જેહાદ. આ સંદર્ભમાં જ કુરાને શરીફમાં જેહાદનો ઉલ્લેખ થયો છે. કુરાને શરીફમાં કહ્યું છે કે, “સબ્ર સાથે જેહાદ કરો'. જે મુસ્લિમોએ પોતાના ધર્મનું રક્ષણ કરવા પોતાનાં ઘરબાર છોડીને ઇથિયોપિયાના ખ્રિસ્તી બાદશાહનું શરણ લીધું હતું, તેમના એ કાર્યને પણ જેહાદ કહેવામાં આવે છે. ઇસ્લામના પયગમ્બર મહંમદ સાહેબ (સ.અ.વ.)ના અનેક કિસ્સાઓ, સંવાદો “જિહાદ કે જેહાદ'નો આ જ અર્થ વ્યક્ત કરે છે. કુરાને શરીફમાં મહંમદ સાહેબને આદેશ આપતાં ખુદાએ કહ્યું છે. જે લોકો તમારી વાતમાં વિશ્વાસ રાખતા નથી અથવા મુસ્લિમ હોવા છતાં સચ્ચાઈ અને પવિત્રતા સાથે વર્તતા નથી તેમની સામે જેહાદ ચાલુ રાખો.” હજરત આઈશા (રહિ.)એ એક વાર મહંમદ સાહેબ (સ.અ.વ.)ને પૂછ્યું, “યા રસુલિલ્લાહ, તમે જેહાદને સૌથી શ્રેષ્ઠ અમલ ગણો છો, તો શું અમારે તે ન કરવી ?” મહંમદ સહોબ (સ.અ.વ.)એ ફરમાવ્યું, “સર્વ જેહાદ હફ્લેમબરુર છે, અર્થાત્ હજ દ્વારા ગુનાહોની મુક્તિ સૌથી શ્રેષ્ઠ જેહાદ છે.” * ૩૯ –
SR No.034453
Book TitleSamprat Samasyanu Dharmma Samadhan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2019
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy