________________
હા સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
હી
“વહી” (ઈશ્વરીય સંદેશ) ખુદાના સંદેશાઓનો સંગ્રહ છે. આ સંગ્રહમાં માત્ર ધાર્મિક બાબતો નથી, પણ તે સમગ્ર માનવજાતને જીવન જીવવવાની કળા શીખવતો ગ્રંથ છે પ્રેમ, દયા, કરુણા, અહિંસા, નીતિમત્તા, સત્ય, સમભાવ, ભાઈચારો, પાડોશીધર્મ અને સર્વધર્મ સમભાવ જેવા અનેક વિષયો અને તેને સ્પર્શતી કથાઓ આ ગ્રંથમાં છે. ઇસ્લામ જેના માટે વિશેષ ચર્ચામાં રહ્યો છે. તે જિહાદ અને હિંસા જેવા વિષયો અંગે પણ સ્પષ્ટ આદેશો તેમાં આપવામાં આવ્યા છે.
હઝરત મહંમદ પયગંબર (સ.અ.વ.) પર રમજાન માસમાં ઉતરેલ પ્રથમ વહી શિક્ષણ અને જ્ઞાનના મહત્ત્વને વ્યકત કરે છે. તેમાં ક્યાંય હિંસાનો ઇશારો સુદ્ધાં નથી. એ પ્રથમ વહીમાં ખુદાએ મહંમદસાહેબ (સ.અ.વ.)ને કહ્યું હતું -
“પઢો-વાંચો પોતાના ખુદાના નામે જેમણે આખા વિશ્વનું સર્જન કર્યું છે. જેણે લોહીના એક બુંદમાંથી ઇન્સાનનું સર્જન કર્યું છે, એ જ તારો પાલનહાર ખુદા છે. જેણે ઇન્સાનને કલમ દ્વારા જ્ઞાન આપ્યું અને ઈન્સાન જે નહોતો જાણતો, જેનાથી તે અજ્ઞાન હતો, તે બધું તેને શીખવ્યું છે.”
કુરાને શરીફનો આરંભ “બિસ્મિલ્લાહ અરરરહેમાન નિરરહિમ”થી થાય છે, જેનો અર્થ થાય છે.
શરૂ કરું છું અલ્લાહના નામે જે બેહદ મહેરબાન અને દયાળુ છે.”
કુરાને શરીફમાં પ્રેમ, કરુણા, અહિંસાને લગતી આયાતો ઠેરઠેર જોવા મળે છે, જેમ કે,
“ખુદા ક્ષમાશીલ અને પ્રેમાળ છે. એવું એક પણ પ્રાણી આ પૃથ્વી પર નથી કે જેની આજીવિકાનો ભાર ખુદા પર ન હોય. તે પ્રાણીમાત્રના નિવાસ અને અંતિમ વિશ્રામધામને જાણે છે.”
“અને ખુદા તમારા ઉપર કૃપાદૃષ્ટિ રાખવા ઇચ્છે છે, પણ શુદ્રા, વાસનાઓની પાછળ ભટકનાર લોકો તમે આડે માર્ગે જઈને ખુદાથી દૂર ચાલ્યા જાવ છો.”
ધરતી પર ફસાદ ઉત્પન્ન ન કરો. અલ્લાહને પુકારતા રહો. નિશ્ચિત્ત અલ્લાહની કૃપા સારા ચારિત્રવાળા લોકોની સમીપ છે.
“જે કોઈ રજમાત્ર પણ નેકી (સદ્ધાર્ય) કરશે અને જે રજમાત્ર પણ બુરાઈ
૩૬ ૧૧