________________
હા સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
હી
માર્ગ અપનાવતા હોય છે! ક્યારેક પરીક્ષામાં ધારેલું પરિણામ ન આવતાં કે ઇશ્કેલી કૉલેજમાં પ્રવેશ ન મળતાં પણ યુવાનો આત્મહત્યા કરે છે.
હકીકતમાં યુવાનોને એક વિશિષ્ટ પ્રકારનું શિક્ષણ આપવું જોઈએ અને એ શિક્ષણ છે અધ્યાત્મનું. કદાચ આજના યુગમાં આવા શિક્ષણની બહુ ઓછા લોકોએ કલ્પના કરી હોય કે જે પરીક્ષાલક્ષી કે ડિગ્રીદાયી ન હોય! કેટલીક સ્કૂલોમાં ધાર્મિક શિક્ષણના રૂપમાં આવું શિક્ષણ આપવાનો પ્રયાસ થાય છે. કૉન્વેન્ટની સ્કૂલોમાં ખ્રિસ્તી ધર્મના પાઠોની સાથે આવી આધ્યાત્મિકતા પર ભાર મૂકવામાં આવે છે. જૈન ધર્મના તેરાપંથ સંપ્રદાયે “જીવનવિજ્ઞાન' નામે એક અભ્યાસક્રમ ઘડીને આવો પ્રયત્ન કર્યો છે, પરંતુ આપણું શિક્ષણ વધુ ને વધુ માહિતીલક્ષી, પરીક્ષાલક્ષી અને પરિણામલક્ષી બની ગયું છે. તેથી પહેલી વાત તો એ છે કે આ યુવાનોને એમનામાં રહેલા આત્માની કોઈ ઓળખ આપતું નથી. આપણું દુર્ભાગ્ય એ છે કે ધર્મ અને અધ્યાત્મને જીવનના છેડે મૂકીને આપણે સંસ્કૃતિના મૂળિયાં ધરતીમાંથી ઊખેડી નાખ્યાં છે.
બાકી કોઈ “મનુસ્મૃતિ’ જેવા ગ્રંથનું એ વચન શીખવે કે “જેણે આત્માને સંતોષ્યો છે, તેને યમ પણ કશું કરી શકતો નથી.' બાઈબલ ભલે એમ કહે છે કે તમે ઈશ્વરનું મંદિર છો, પણ હકીકતમાં મંદિરમાં બિરાજેલા આત્માથી આજનો યુવાન સર્વથા અજ્ઞાત છે. આપણે એને એની પરિચિત દુનિયામાં જીવતો રાખ્યો છે. હાથમાં નાકડો મોબાઈલ આપીને દુનિયાભરની બાહ્ય પરિસ્થિતિઓ એની આંગળીના ટેરવે હાજર કરી દીધી છે, પરંતુ એની પાસે ભીતરને જોવાની દૃષ્ટિ નથી અને હકીકતમાં એ ભીતરને જોશે નહીં ત્યાં સુધી કાં તો એ પોતાની જાતથી અજાણ રહેશે અથવા તો પોતાના ભીતરી વ્યક્તિત્વથી ભાગતો રહેશે. એને ક્યાંક સુખ દેખાશે, ક્યાંક દુઃખ દેખાશે, સુખ પણ એનામાં ઉત્તેજના ઉત્પન્ન કરશે અને દુઃખ એનામાં હતાશા ઉત્પન્ન કરશે, પરંતુ સુખ અને દુઃખને પાર એવા એના આત્મામાં વસતા અધ્યાત્મથી એ સર્વથા અજ્ઞાન છે. એની ભીતરમાં એ પહોંચી શકતો નથી અને બાહ્ય પદની આકાંક્ષાઓ, ઇચ્છાઓ અને વૃત્તિઓને કારણે એ પોતાના ભીતરને જાણી શકતો નથી. આથી જીવનના દરેક પ્રસંગોએ એ એક પ્રકારનું ‘ટેન્શન’ અનુભવે છે.
આ સમયે સ્મરણ થાય છે કે સ્વામી વિવેકાનંદે એમ કહ્યું કે, આધ્યાત્મિકતાનો
-
૨૩
-