SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદાહાહા જ સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન કovøs13 કેમ ચાલવું, કેમ સૂવું, કેમ ખાવું, કેમ નાહવું, શ્વાસોશ્વાસની લે-મૂક કેવી રીતે કરવી વિગેરે... અને આ બાબતમાં ઘણું અજ્ઞાન પ્રવર્તે છે. ખાનપાનમાં આહાર વિષયક કોઈ નિયમો જળવાતા નથી. ભૂખ વગર વારંવાર ખાધાખાધ કરવું શરીરના આરોગ્ય માટે હાનિકારક હોય તોપણ એવા બજારુ ખાદ્યપદાર્થો પેટમાં ઠાંસવા, એથી તો શરીરના આરોગ્યનો સોથ વળી જાય છે. ઊંઘ માટે પણ એટલી જ બેદરકારી છે. મોડે સુધી ઉજાગરા કરવા, સવારે મોડા ઊઠવું, ઊઠીએ ત્યારે પણ અપૂરતી ઊંઘને કારણે થાકેલા અને સુસ્ત રહેવું એ પણ શરીરના આરોગ્ય માટે ખતરારૂપ છે. વળી શરીર પાસેથી ગજા ઉપરવટ થઈને કામ લેવામાં આવે છે. એકસાથે હાથ ઉપર લીધેલાં સંખ્યાબંધ કામો પછી તેને પહોંચી વળવા કરાતી દોડધામ શરીરને થકવી નાખે છે. નાની ઉમરે શરીરમાં પેસી ગયેલી બીમારીઓ જ્યારે દેખા દે છે ત્યારે લાગે છે કે ઘણું મોડું થઈ ગયું. વર્તમાન સમયમાં આપણા સામાજિક જીવનની આરોગ્ય વિષયક સમસ્યા નિવારવા પ્રત્યેક વ્યક્તિએ જાગૃત થવું અત્યંત જરૂરી છે. પહેલું સુખ તે જાતે નર્યા, શરીરે સુખી તે સુખી સર્વ વાતે, “ધર્માર્થ કામ મોક્ષાણાં આરોગ્ય મૂલ ઉત્તમ વગેરે ઉત્તમ આરોગ્યનો મહિમા વર્ણવતા સૂત્રો સાંભળવા અને એવા ઉત્તમ આરોગ્યની અનુભૂતિ થવી કેવી હૃદયંગમ કલ્પના છે! અને શરીર જ્યારે એવી ફૂલગુલાબી તંદુરસ્તીમાં રમમાણ હોય ત્યારે જીવન કેવું મજાનું લાગે ! આપણું જીવનસાથી સૌપ્રથમ આપણું પોતાનું શરીર છે. એ શરીરને પહેલા તો પ્રેમ કરતા શીખીએ. તેની સાથે મૈત્રીભર્યો વ્યવહાર રાખીએ. કોઈ પણ રીતે તેને કચડવાનો, તેના પર દમન કરવાનો પ્રયત્ન ન કરીએ, તપ, તપશ્ચર્યા, ધર્મક્રિયાના નામે તેની ઉપેક્ષા ન કરીએ. તેની ટેવો બદલવા નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરીએ. આપણે આપણા શરીરથી પરિચિત થઈએ. દિવસ દરમિયાન તેની પાસેથી ઘણું કામ લેવાનું છે. તે માટે તેને તૈયાર કરીએ. આપણી શારીરિક સમસ્યાઓ નિવારવા મારા ધર્મનું માર્ગદર્શન અહીં મારો ધર્મ એટલે શું? મારે, તમારે, આપણે સહુએ આપણા પોતાના શરીરની શારીરિક, - ૧પ૩ –
SR No.034453
Book TitleSamprat Samasyanu Dharmma Samadhan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2019
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy