SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ મમમ સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન ક પાડી રહ્યા છે. ૩૬મા મંત્રમાં સંસારના ઋતુચક્રની સમતોલના પ્રકૃતિ પર નિર્ભર હોવાનું સ્પષ્ટપણે જણાવાયું છે જેને આજના સમયમાં ઊભી થયેલ Global Warmingની સમસ્યા સાથે સીધો સંબંધ છે. અત્રે સ્પષ્ટપણે વાતાવરણની તથા ઋતુની સમતોલના જાળવવાના ઉપાયરૂપે માત્ર ને માત્ર પૃથ્વીનું સંરક્ષણ અર્થાત્ વૃક્ષ અને વનપ્રદેશનું સંરક્ષણ અને સંવર્ધન માત્ર જ છે. આજથી હજારો વર્ષો પહેલાં ઋષિઓનું દીર્ધજ્ઞાન આશ્ચર્યચકિત કરતું હોય એવી પૃથ્વી સ્વયં ધરી પર અન્તરિક્ષમાં ગોળ-ગોળ ફરવાનું તેમજ ગુરુત્વાકર્ષણનો ઉલ્લેખ પણ રહેલ છે. પ્રકૃતિમાં આવનારું કોઈ પણ પ્રકારનું પરિવર્તન તેની સ્થિરતા અખંડિતતા અને પોષણ કરનાર પરિબળને ક્ષતિ પહોંચાડે જ. ઉપસંહાર : અથર્વવેદના પ્રસ્તુત ભૂમિ અર્થાત્ પૃથ્વી સૂક્તમાં તેની સ્તુતિ, ગુણ, વંદનાની સાથે સાથે તેના સંવર્ધનની વાત એ દરેક મનુષ્યની ફરજ છે તેમ અને પૃથ્વી અને મનુષ્ય વચ્ચે રહેલ વિશ્વના સૌથી પવિત્ર સંબંધ એવા માતા અને પુત્રના સંબંધ સાથે જોડીને તેની મહત્તા આપમેળે જ પ્રતિબોધિત તથા પ્રકૃતિ પ્રત્યે માનવીયતા દાખવતા કટિબદ્ધ કરે છે. ગ્રંથસૂચિ : ૧) અથર્વવેદ સંહિતા ભાગ - ૨ ર સંપાદક : વેદમૂર્તિ તપોનિષ્ટ પં. શ્રીરામ શર્મા આચાર્ય પ્રકાશક : યુગનિર્માણ યોજના, ગાયત્રી તપોભૂમિ, મથુરા (ઉ.પ્ર.)૨૦૦૫ 2) Bhumi Suktam, Understanding the tender maternal nature of the Planet by Nithin Shudhar). (મુંબઈસ્થિત ડૉ. નમનબેન દર્શન સાહિત્યનાં અભ્યાસુ છે. તેમણે સંસ્કૃત અને પ્રાકૃતમાં Ph.D. કર્યું છે). ૧૫૧
SR No.034453
Book TitleSamprat Samasyanu Dharmma Samadhan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2019
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy