________________
1 જ સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
શિનો પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે, તે તો ત્રણે કાળે અભેદ મૂળ.
આમાં ક્યાંય પણ હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી, જૈન કે સ્વામીનારાયણનું નામ આવતું નથી. કોઈ જાતિ કે વેષનું નામ નથી. કોઈ પણ મનુષ્ય આ પ્રમાણે ધર્મને સમજે અને તે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે તો તે ચોક્કસ પ્રાપ્ત કરી શકે. માટે કોઈ પણ પ્રકારનાં ધાર્મિક ક્રિયાકાંડો, પૂજાપાઠ કે શાસ્ત્રો તે માત્ર સાચો ધર્મ પ્રાપ્ત કરવાની ભૂમિકારૂપે છે, પણ સાક્ષાત્ ધર્મ નથી.
શ્રી કાર્તિકેયાનુપ્રેક્ષામાં કહ્યું છે – ધર્મક વસ્તુ સ્વભાવઃ ક્ષમાદિ ચ દશવિધઃ ધર્મ | રત્નત્રયં ચ ધર્મ જીવાનાં રક્ષણો ધર્મ |
એટલે જ્ઞાન, આનંદ તે આત્માનો સ્વભાવ છે, તેને પ્રાપ્ત કરવું તે જ ધર્મ છે. ક્ષમા, સરળતા, વિનય, સતોષ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, નિર્મમત્વ, બ્રહ્મચર્ય - આ દશ ગુણો તે ધર્મ છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે ધર્મ છે. દરેક જીવોનું રક્ષણ કરવું તે ધર્મ છે.
આવો ધર્મ સમજનારને દરેક જીવમાં આત્મદૃષ્ટિ ઉત્પન્ન થાય છે. તે દરેક જીવને પોતાના જેવો જ આત્મા સમજે છે. આથી પોતાને જેવો વ્યવહાર ગમે છે તેવો જ વ્યવહાર અન્ય જીવોની સાથે કરે છે અને પોતાને ન ગમતો વ્યવહાર બીજાની સાથે કરતો નથી.
આવી સમજણ અને આવી દૃષ્ટિ આવ્યા પછી કોઈ સ્વાર્થી રહે ખરું? કોઈ ચોરી કરી શકે? જૂઠું બોલી શકે? વ્યભિચાર કરી શકે? કોઈ આતંકવાદી બની શકે? કોઈ અન્ય પશુઓને મારીને તેનું માંસ ખાઈ શકે?
ધર્મનું આવું અદ્ભુત સ્વરૂપ જૈન દર્શનમાં બતાવવામાં આવ્યું છે. અહિંસા, અનેકાંત, અપરિગ્રહ જેવા અનુપમ સિદ્ધાંતો જૈન દર્શને આપ્યા છે. તે સિવાય પણ સાધુના ૨૮ મૂળગુણ, શ્રાવકનાં ૧૨ વ્રત - ૧૧ પ્રતિમા, ૭ તત્ત્વ-૬ દ્રવ્ય, ત્રણલોકનું સ્વરૂપ વગેરે સારી રીતે સમજવામાં આવે તો જગતમાં કોઈ જ સમસ્યા ન રહે અને દરેક જીવ સુખ અને શાંતિને પ્રાપ્ત કરી શકે.
* ૧૨૧
–