________________
હા સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
હી
પ્રશ્ન પૂછવાનો છે કે સાધ્વીઓ સાથે થતા બળાત્કાર પ્રસંગો વિષયે તમારું શું મંતવ્ય છે? નથી તો તેઓ નાના અને નિર્લજ્જ વસ્ત્ર પહેરતાં, નથી શરીરનું સૌદર્ય પ્રદર્શિત કરવાનો કોઈ પ્રયાસ કરતાં છતાંય તેઓ શોષણની શિકાર કેમ બની? ત્યારે અપક્ષપાતી બની વિચારશું તો સમજાશે કે
“માત્ર નાનાં વસ્ત્ર નહીં પરંતુ નાની સોચ પણ જવાબદાર છે”.
શાસ્ત્રોમાં અનેક દૃષ્ટાંતો છે, જેમાં ઘણા પુરુષોને સ્ત્રી પરિષહનો અવસર પ્રાપ્ત થાય છે. ત્યાં જવાબદારીપૂર્વક પુરૂષાએ પોતાના વિવેકી સંયમથી સ્વયંના ચરિત્ર તથા સ્ત્રીની મર્યાદાનું રક્ષણ કર્યું છે.
કામવિજેતાની ઉપમા જેને પ્રાપ્ત થઈ છે તેવા શ્રી સ્થૂલભદ્રજી હોય કે ભગવાનના આઠમા શ્રાવક શ્રી મહાશતકજી હોય, સ્ત્રીઓ સાથેના નિકટ સમાગમના અવસરે તેઓએ પોતાની આત્મસ્થિરતા અને મર્યાદાને માન આપી આપણને તે સંદેશ આપ્યો છે કે સામે ગમે તેવું પ્રલોભન હોય,, ગમે તેવી મનમોહક કાયા કે ગમે તેવી નૃત્યકળા! પરંતુ પુરુષને કોઈ અધિકાર નથી કે તે નારીનું આ રીતે શોષણ કરી શકે. ખાસ કરીને ત્યારે જ્યારે તેની સ્પષ્ટ અનિચ્છા હોય. “ના”નો અર્થ “ના” જ થાય છે, પછી તે તમારી સહકર્મી હોય, સખી હોય, પ્રેયસી હોય, ગણિકા હોય કે તમારી પોતાની પત્ની પણ કેમ ન હોય !!! ‘ના’નો મતલબ ના “જ”
હોય.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૨૨મા “રહનેમિ” નામના અધ્યયનમાં રથનેમિ જે ૨૨મા તીર્થંકર નેમિનાથ પ્રભુના સગાભાઈ છે, તેઓની દૃષ્ટિ સાધ્વી રાજુલ પર બગડતાં, સાધ્વી રાજુલની સ્પષ્ટ ખુમારીભરી ‘ના’ સાંભળી પોતાની મર્યાદાનું સ્મરણ કરે છે. કેવી સ્પષ્ટ ના! કેવી સ્પષ્ટ ચેતવની! ધન્ય છે રથનેમિજીને કે જેણે સ્થિતિકરણ કર્યું સંયમમાં વધેલી વાસનાઓને પાછી વાળવી તે સહેલું નથી હોતું પરંતુ છતાય સમજથી વાળી છે, અને આપણને સંકેત કરી જાય છે કે અમીરોનાં સંતાન પણ કેમ ન હોય ! નારીનું સન્માન, તેની મર્યાદા તે તેનું મૂળભૂત આભુષણ છે. તેને લૂંટવા કોઈ અધિકારી નથી.
અતઃ સ્ત્રી અને પુરુષ પોતાની જવાબદારી તથા મર્યાદાનું ગંભીરતાથી પાલન કરે તો વિશ્વાસ છે કે ભારત શીઘ્રતાથી સ્ત્રીઓ માટે સુરિક્ષત તથા નારીના વિકાસનું