________________
Exહાશા સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન દિશા
૧૪
સાંપ્રત જીવનની સમસ્યાઓ નિવારવા ધર્મનું માર્ગદર્શન
| મીતેશભાઈ એ. શાહ
આદમીકી શક્તિ સે અબ ડર રહા હૈ આદમી, આદમી કો લૂંટકર ઘર ભર રહા હૈ આદમી, આદમી હી મારતા હૈ, મર રહા હૈ આદમી સમજ કુછ આતા નહીં, કયા કર રહા હૈ આદમી.”
વર્તમાન સમાજ અનેક સમસ્યાઓથી ઘેરાયેલો છે. દેશમાં પશ્ચિમી સંસ્કૃતિના વાયરા વાઈ રહ્યા છે. ભૌતિકવાદની ભીષણ ભીડમાં આજે માનવી ભીંસાઈ રહ્યો છે. ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યો અને પરંપરાઓનો આજે હાસ થતો જોવા મળે છે. ટી.વી., મોબાઈલ અને ચેનલોના દુરુપયોગે આજે ભારતીય સંસ્કૃતિ પર વિઘાતક અસરો ઉપજાવી છે. ચારેબાજુ જડ પદાર્થોનું સામ્રાજ્ય વધતું જાય છે અને ચૈતન્યતત્ત્વ (આત્મા) ભુલાતું જાય છે. સ્વાર્થમય પ્રવૃત્તિઓમાં લોકો વિશેષપણે રાચવા લાગ્યા છે. આજે ધર્મને ધતિંગ અને મોક્ષને ગપ્પાષ્ટક માનવામાં આવે છે! હુંડાવસર્પિણી કાળના ડાકલા વાગી રહ્યા છે. ગરીબી, બેકારી, ગંદકી, ભ્રષ્ટાચાર, પર્યાવરણની અસમતુલા જેવી સામાજિક સમસ્યાઓ વકરી છે, તો માનવીના જીવનમાં કષાયની પ્રમુખતા, હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, અબ્રહ્મ, રાગ, દ્વેષ, નિંદા, અદેખાઈ જેવી અનેકવિધ સમસ્યાઓએ ઘર કર્યું છે.
- ૧૧૧
–