SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ શા સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન કરાવો દુઃખ પણ પામતા નથી અને તેમની દુર્ગતિ પણ થતી નથી. આ સ્તોત્ર દ્વારા થતું ઈશ્વરસ્મરણ જીવના દુઃખ અને દુર્ગતિનો નાશ કરી દે છે અને જીવને ઉપર ઉઠાવીને સદ્ગતિ અપાવે છે. આ સ્તોત્રમાં વર્ણવ્યા તે બધાં એટલે કે સાપનું ઝેર, ગ્રહદશા, શારીરિક રોગો, મહામારી, ખરાબ ઉપદ્રવો, વૃદ્ધત્વ, દુઃખ, દુર્ગતિ વગેરે આધિ, વ્યાધિ અને ઉપાધિ (એટલે કે માનસિક ચિંતાઓ, શારીરિક પીડાઓ અને જીવનમાં આવતાં અનિચ્છનીય વિદનો) માનવજીવનમાં અવરોધો પેદા કરે છે. ‘ઉવસગ્ગહર સ્તોત્ર'ના શ્રદ્ધા અને સમજણપૂર્વકના સ્મરણથી અવરોધો ઝીલવાની શક્તિ મળે છે, ઉત્કર્ષ અને નીરોગિતા પ્રાપ્ત થાય છે. મંાઇ વજાઇ માવામ’ એટલે જીવન મંગળમય બને છે અને આત્માનું કલ્યાણ થાય છે. કોઈ પણ કાર્યની શરૂઆતમાં આપણે માંગલિક અથવા તો શુકન કરીએ છીએ. આપણે અંતરના શુદ્ધ ભાવથી ઇચ્છીએ છીએ એ આપણે આવા માંગલિક કે શુકન કરીએ જ છીએ. જો જીવન મંગળમય બને તો શાંતિ અને સમતાની વૃદ્ધિ થાય છે જેના પરિણામે આધ્યાત્મિક ઉન્નતિ થઈ શકે છે. જેમ જેમ આધ્યાત્મિક વિકાસ થાય તેમ તેમ આત્મા કર્મોથી મુક્ત થતો જાય છે અને તેનું કલ્યાણ થાય છે. જીવનમાં આત્મન્નોતિકારક માર્ગે આગળ વધતાં ‘સમત્તે ' એટલે સમ્યક્ત્વ, સમકિત કે સમ્યગ્દર્શન પ્રાપ્ત થતાં વિધે’ એટલે વિદન વિના કે સરળતાથી “મનYTHY કાળ' એટલે કે અજર અને અમર એવા સ્થાનને સાધક પ્રાપ્ત કરે છે. સમ્યત્ત્વનો પ્રભાવ ચિંતામણિ મંત્ર કે કલ્પવૃક્ષ કરતાં પણ વધારે છે. ચિંતામણિ મંત્ર કે કલ્પવૃક્ષ પાસે તો તમારે ઇચ્છિત ફળની માંગણી કરવી પડે છે, જ્યારે આ સમ્યકત્વ તો એવી ચીજ છે કે જે વગર માગ્ય, સરળતાથી અજર-અમર જેવા મોક્ષસ્થાનને પ્રાપ્ત કરાવી શકે છે. આ સમ્યત્વ માટે ત્રણ બાબતો આવશ્યક છે. ૧. સુગુરુ, સુદેવ અને સુધર્મ માટેની શ્રદ્ધા. ૨. તત્ત્વ શું છે તેની સમજણ અને ૩. તત્ત્વનું જ્ઞાન મેળવ્યા પછી આત્માની અનુભૂતિ. શ્રદ્ધા, સમજણ અને આત્માનુભૂતિ હોય પછી જન્મ-મૃત્યુના ફેરા ટળી જાય છે. જન્મ જ ન હોય તો વૃદ્ધાવસ્થા કે મૃત્યુ આવવાનો પ્રશ્ન જ -૯૯ –
SR No.034453
Book TitleSamprat Samasyanu Dharmma Samadhan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2019
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy