________________
સમ્યગ્દર્શનની રીત
જે ઉપયોગી છે તે જ આપવાની કોશિશ કરેલ છે, માટે સર્વે જનોએ તેને તે જ અપેક્ષાએ સમજવું એવો અમારો અનુરોધ છે.
અમે આ પુસ્તકમાં જે પણ જણાવેલ છે, તે શાસ્ત્રના આધારે અને અનુભવીને જણાવેલ છે; છતાં પણ કોઈને અમારી વાત તરંગરૂપ લાગતી હોય, તો તેઓએ આ પુસ્તકમાં જણાવેલ વિષયને કોઈ પણ શાસ્ત્ર સાથે મેળવી જોવો અથવા તો પોતે અનુભવીને પ્રમાણ કરી જોવો - આ બે સિવાય અન્ય કોઈ પરીક્ષણની રીત નથી. કોઈ પોતાની ધારણાને અનુકૂળ ન હોવાથી અમને તરંગ માને, તો એમાં અમારું કાંઈ નુકસાન નથી; કારણ કે તેનાથી અમારા આનંદની ભરતીમાં કોઈ પણ ઊણપ આવવાની નથી, પરંતુ નુકસાન તો માત્ર તરંગ માનવાવાળાનું જ થવાનું છે. છતાં આપને એવું લાગતું હોય કે આપે ધારી રાખેલ છે તે જ સાચું છે, તો આપને અમો કહીએ છીએ કે, આપ આપની ધારણા અનુસાર આત્માનુભૂતિ કરી લો, તો બહુ સરસ, અને જો આપ આપની ધારણા અનુસાર વર્ષો સુધી પ્રયત્ન કર્યા બાદ પણ ભાવભાસન (તત્ત્વનો નિર્ણય) સુધી ન પહોંચ્યા હો, અને તત્ત્વની ચર્ચા અને વાદવિવાદ જ કરતાં રહ્યાં હો, તો આપ આ પુસ્તકમાં અમે દર્શાવેલ વિષય પર જરૂર વિચાર કરો. જો આપ વિચાર કરશો તો તત્ત્વનો નિર્ણય તો અચૂક જ થશે એવો અમને વિશ્વાસ છે, માટે આ પુસ્તકમાં જે વિષય જણાવેલ છે તેના ઉપર સર્વેને વિચાર કરવા અમારો અનુરોધ છે. અમે કોઈ વાદવિવાદમાં પડવા માગતા નથી, માટે જેને આ વાત ન સમજાય અથવા ન જચે તેઓ અમોને માફ કરે, મિચ્છામી દુક્કડમ્ ! ઉત્તમ ક્ષમા !
આ કાળમાં જૈનસમાજ બે વિભાગમાં વહેંચાઈ ગયેલ છે, જેમાંથી એક વિભાગ એવો છે કે જે માત્ર વ્યવહારનયને જ માન્ય કરે છે, માત્ર તેને જ પ્રાધાન્ય આપે છે અને માત્ર તેનાથી જ મોક્ષ માને છે;
જ્યારે બીજો વિભાગ એવો છે કે જે માત્ર નિશ્ચયનયને જ માન્ય કરે છે, માત્ર તેને જ પ્રાધાન્ય આપે છે અને માત્ર તેનાથી જ મોક્ષ માને છે. પરંતુ ખરેખરો મોક્ષમાર્ગ નિશ્ચય-વ્યવહારની યોગ્ય સંધિમાં જ છે કે જે વાત માત્ર કોઈક વિરલા જ જાણે છે; જેમ કે પુરુષાર્થસિદ્ધિ-ઉપાય ગાથા ૮માં પણ કહ્યું છે કે
જે જીવ વ્યવહારનય અને નિશ્ચયનયને વસ્તુસ્વરૂપ વડે યથાર્થપણે જાણીને મધ્યસ્થ થાય છે અર્થાત્ નિશ્ચયનય અને વ્યવહારનયના પક્ષપાતરહિત થાય છે, તે જ શિષ્ય ઉપદેશના સંપૂર્ણ ફળને પામે છે (અર્થાત્ સમ્યગ્દર્શન પામીને મોક્ષ મેળવે છે).”
જ્યારે સાંપ્રતકાળે (વર્તમાન કાળે) મોટા ભાગનો જૈનસમાજ વ્યવહારનયને જ પ્રાધાન્ય આપે છે અને નિશ્ચયનયની ઘોર અવગણના કરે છે અથવા વિરોધ કરે છે કે જેથી કરી તેવો સમાજ જાયે-અજાણ્ય પણ એકાંત મતરૂપ પરિણમે છે કે જેને ભગવાને પાખંડીનો મત જણાવેલ છે, અને જૈન સમાજનો બીજો વર્ગ કે જે નિશ્ચયનયને જ પ્રાધાન્ય આપે છે અને વ્યવહારનયની ઘોર અવગણના કરે છે અથવા વિરોધ કરે છે, તે સમાજ પણ જાણે-અજાણે એકાંત મતરૂપ પરિણમે છે કે જેને પણ ભગવાને પાખંડીનો મત જ જણાવેલ છે. અમે આ પુસ્તકમાં નિશ્ચય-વ્યવહારની યોગ્ય સંધિ સમજાવવાનો પ્રામાણિક પ્રયત્ન કરેલ