SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વભૂમિકા પહેલાં આપણે આપણી અનાદિની વાર્તા (story) સમજી લઈએ. તેના માટે આપણે પ્રાથમિક કાળગણતરી સમજવી આવશ્યક છે. આપણે કાળને સેકંડ, મિનિટ, કલાક ઈત્યાદિ રૂપથી જાણીએ છીએ; પરંતુ આપણી વાર્તા સમજવા માટે આપણે ઉપમા કાળ, જે અસંખ્યાત વર્ષોનો હોય છે, તે જાણવા આવશ્યક છે. તેના માટે અમે પહેલા ઉપમા કાળની વ્યાખ્યા કરીએ છીએ. તેમાં શ્વેતાંબર-દિગંબર આમ્નાયમાં થોડો ફરક હોઈ શકે છે, એટલે અહીં બતાવેલ વ્યાખ્યામાં કોઈ સંમત ન હોય તો પણ તકલીફ નથી; આપ તેને શબ્દકે અંકના રૂપમાં ગ્રહણ ન કરતા અને આ વ્યાખ્યાના સાચા ખોટાપણાના વિવાદમાં પણ ન પડતા તે કાળગણતરીનું ભાવભાસન જરૂર કરજે, એવું આપ સૌને આમારું નિવેદન છે. (લગભગ ૬000 કિલોમીટર લાંબો, તેટલો જ પહોળો અને તેટલો જ ઊંડો કૂવો (પલ્પ) બનાવી તેને ઉત્તમ ભોગભૂમિના સાત દિવસના જન્મેલા ઘેટાના વાળના (લગભગ આપણા વાળના ૫૧૨ મા ભાગ જેટલો પાતળો) જીણામાં જીણા ટુકડાથી (એટલા જીણા ટુકડા કે જેના બે ટુકડા ન થઈ શકે તેનાથી) ઠસોઠસ ભરવાનો છે. પછી દર ૧૦૦ વર્ષે તે કૂવામાંથી એક વાળનો ટુકડો બહાર કાઢવાનો છે. આવી રીતે વાળનો એકએક ટકડો કાઢતાં કાઢતાં જ્યારે આખો કુવો ખાલી થઈ જાય એટલા કાળને એક વ્યવહાર પલ્યોપમ કહેવામાં આવે છે. આવા એક વ્યવહાર પલ્યોપમને અસંખ્યાત વડે ગુણાકાર કરતાં જે સંખ્યા આવશે, તેટલા કાળને એક ઉદાર પલ્યોપમ કહેવાય છે. આવા એક ઉદાર પલ્યોપમને અસંખ્યાત વડે ગુણાકાર કરતાં જે સંખ્યા આવશે, તેટલા કાળને એક અદ્ધો પલ્યોપમ કહેવાય છે. આવા એક કરોડ અદ્ધો પલ્યોપમને દસ કરોડ અદ્ધો પલ્યોપમથી ગુણાકાર કરતાં જે સંખ્યા આવશે, તેટલા કાળને એક સાગરોપમ કહેવાય છે. આવા એક કરોડ સાગરોપમને ૨૦ કરોડ સાગરોપમથી ગુણાકાર કરતાં જે સંખ્યા આવશે, તેટલા કાળને એક કાળચક્ર કહેવાય છે. આવા અનંતાનંત કાળચક્ર વીતતા એક પુદ્ગલ પરાવર્તન કાળનો અનંતમા ભાગનો સમય વ્યતીત થાય છે. આટલો મોટો છે એક પુદ્ગલ પરાવર્તન કાળ, એટલે કે એક પુદ્ગલ પરાવર્તન કાળના અનંતમા ભાગમાં અનંતાનંત કાળચક્ર હોય છે.
SR No.034447
Book TitleSamyag Darshanni Rit
Original Sutra AuthorN/A
AuthorJayesh Mohanlal Sheth
PublisherShailendra Punamchand Shah
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy