________________ ચંદુ કહે, “કાકા, મને કશું નથી થયું. મારી વહાલી બેબલીની સંભાળ લો. જુઓ, એને તો વાગ્યું નથી ને ?" અમરસિંગે જોયું તો પાંચ મહિનાની બેબી હેમખેમ હતી, પણ ચંદુના હાથમાંથી અને પગમાંથી લોહી વધે જતું હતું. એનાં કપડાં લોહીથી તરબતર હતાં. ચંદુએ બધી વાત કરી. ચંદુને તરત દવાખાને લઈ ગયા. જઈને પાટાપિંડી કરાવી. અમરસિંગ એને ઘેર મૂકવા ગયા. પ્રભાતસિંગ નાના ભાઈને આ રીતે આવતો જોઈ વિચારમાં પડ્યા. એમને થયું કે શું આ સાચું છે કે એ સ્વપ્ન જુએ છે ? ભાઈના છે હાથમાં ચંદુને ઊંચકેલો જોયો. અમરસિંગે મોટાભાઈને બધી વાત કરી. પ્રભાતસિંગ છે સાંભળી જ રહ્યા. બંને મનોમન ભાઈબેનના અતુટ હેતને સમજ્યા. થોડી વાર બંને મૂંગા રહ્યા. એમની આંખમાં 0 આંસુ આવ્યાં. બંને એકબીજાને હેતથી વળગી પડ્યા. - પ્રભાતસિંગ કહે, નાનકડાં ભાઈ-બેનનાં હેતે બે ભાઈનાં હેત પાછાં છે દીધાં ! બે કુટુંબને ભેગાં કર્યાં ! આ નાનાં છોકરાં તો મોટાંનેય શીખવનારાં નીકળ્યાં !" 0 0 0 0 0 0 0 000-0-0-0-0-00 * 0 0 0 0 40 0 0 0 0 0 0 0 0 0aa મોતને હાથતાળી 0-0-0 -0-0-0-0-0 -9