________________
શક્તિનો વ્યય. - ઈ. સ. ૧૯૦૧થી ઈ. સ. ૧૯૦૯ સુધી અમેરિકાનું પ્રમુખપદ સંભાળનાર થિયોડોર રૂઝવેલ્ટ રાજકારણમાં તેમની ‘બિગ સ્ટીક' થિયરી માટે જાણીતા હતા. આ ‘બિગ સ્ટીક'નો અર્થ એટલો કે તેઓ પ્રભાવ વિસ્તારવાના સાધન તરીકે રાજકીય અને લશ્કરી દળનો સવિશેષ ઉપયોગ કરવામાં માનતા હતા. એમણે પૂર્વ પ્રમુખ મેનિલીની રાજનીતિને અનુસરવાની જાહેરાત કરી, પરંતુ હકીકતમાં તેમણે પોતાની આગવી રાજનીતિ અપનાવી.
અન્યની યોજનાને અનુસરવા તૈયાર નહોતા. પ્રમુખ રુઝવેલ્ટે ઘણાં ક્રાંતિકારી પગલાંઓ ભર્યા, રશિયા-જાપાનનું યુદ્ધ બંધ કરવામાં અને એમની વચ્ચે સંધિ કરાવવામાં સહાય કરી. ચીન પરત્વે એમણે ‘ઑપન ડોર પૉલિસી' એટલે કે ચીનને માટે એમણે દ્વાર ખુલ્લાં કર્યાં. - ૧૯૦૮માં થિયોડોર રૂઝવેલ્ટે પ્રમુખપદની ચૂંટણી માટે વિલિયમ હોવર્ડ ટેટને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો અને ૧૯૦૯માં થિયોડોર રૂઝવેલ્ટે પ્રમુખપદ છોડ્યું અને આફ્રિકામાં સિંહના શિકાર માટે ગયા.
એ પાછા આવ્યા ત્યારે પ્રમુખ ટેફટની રાજનીતિ જોઈને ઊકળી ઊઠ્યા. જેને એમણે આટલો બધો સાથ આપ્યો હતો એણે એમની રાજનીતિના માર્ગે ચાલવાને બદલે સાવ જુદી જ નીતિ-રીતિ અપનાવી હતી.
આથી થિયોડોર રૂઝવેલ્ટે પ્રમુખ ટેટની આકરી ટીકાઓ કરવા માંડી. એમનાં કામોને વખોડવા લાગ્યા. એમને રૂઢિચુસ્ત કહીને વગોવવા લાગ્યા અને બન્યું એવું કે આ બંને વચ્ચે અણબનાવ શરૂ થયો. પછી તો સામસામે આક્ષેપો થયા. એનું પરિણામ એ આવ્યું કે ચૂંટણીમાં રિપબ્લિકન પક્ષ શરમજનક પરાજય પામ્યો અને થિયોડોર રૂઝવેલ્ટે આને માટે ટેક્ટને જવાબદાર માન્યો અને પ્રેસિડેન્ટ ટેસ્ટે થિયોડોર રૂઝવેલ્ટને કારણભૂત ગણ્યા. - એક વાક્યુદ્ધને પરિણામે કેટલી બધી શક્તિ વેડફાય છે, પરસ્પરની વ્યર્થ ટીકાઓથી અખબારોનાં પાનાંઓ ઊભરાય છે, પ્રજામાનસ દૂષિત થાય છે અને છતાં એમાં જવાબદાર ન એવા બંને મુખ્ય માણસો પોતાને દોષિત માનતા નહોતા. આ જ છે માનવ સ્વભાવની ખૂબી.
|
96