________________
* 999.
પ્રજાપ્રેમની પાઠશાળા યુવાન અબ્રાહમ લિંકને ૧૭મા વર્ષે મજૂરી કરવાની શરૂ કરી. દોડવામાં, કૂદવામાં, વજન ઉપાડવામાં કે લાકડાં ચીરવા માટે કુહાડી ચલાવવામાં લિંકનની કોઈ સ્પર્ધા કરી શકે તેમ નહોતું. એણે એક મોટા રૂમાલમાં થોડાંઘણાં કપડાં બાંધી લાકડીને છેડે એ પોટલી લટકાવી, લાકડી ખભા પર ટેકવીને ૧૮૩૫માં પિતાનું ઘર છોડ્યું.
એ સીધો ન્યૂ સાલેમ પહોંચ્યો અને ડેન્ટન ઑફટ નામના ખેડૂતની દુકાનમાં વેચાણ કરવાનું અને હિસાબ રાખવાનું કામ કરવા લાગ્યો. કુહાડી ચલાવનાર, હળ હાંકનાર અને ખેતરમાં મજૂરી કરનાર લિંકનને માટે આ કામ તદ્દન નવું હતું, પરંતુ એ ઉત્સાહભેર કામ કરવા લાગ્યો અને ગ્રાહકોને પ્રેમથી આવકારતો. બાળક હોય કે વૃદ્ધ, સ્ત્રી હોય કે પુરુષ - બધાને પ્રમાણિકપણે તોલીને માલ આપવા લાગ્યો. એની પ્રમાણિકતા માત્ર વિચારમાં જ નહીં, પણ આચારમાં જોવા મળી.
અબ્રાહમ લિંકનના મિલનસાર સ્વભાવને કારણે એની દુકાને ઘરાકી વધવા લાગી. જે કોઈ ગ્રાહક આવે એને માત્ર ઉમળકાથી આવકારે, એટલું જ નહીં, બલ્ક એની સાથે આત્મીયતાનો તંતુ બાંધી દેતો. કોઈને અખબાર વાંચીને સંભળાવતો, તો કોઈની સાથે દેશના રાજકારણની વાતો કરતો. કોઈને રમૂજી ટુચકા કહીને ગમ્મત કરતો.
તેથી બનતું એવું કે ફ્ટની આ દુકાન ગામલોકોને માટે ચોરો બની ગઈ. ચીજવસ્તુ લેવા કે વેચવા તો આવતા, પરંતુ એની સાથે અબ્રાહમ લિંકન પાસેથી ગામગપાટા સાંભળવાની આશા રાખતા અને આજકાલ બનતી ઘટનાઓની જાણકારી મેળવતા.
લિંકન સહુની વાતો પ્રેમથી સાંભળતો, એમના સુખદુઃખની કહાની સાંભળીને એમની સાથે સહાનુભૂતિ દાખવતો અને કોઈને જરૂર હોય તો મદદ પણ કરતો. આવો લિંકન લોકોનો
પ્રીતિપાત્ર બની ગયો. આંટની આ દુકાન અબ્રાહમ લિંકનને માટે પ્રજાપ્રેમ પ્રાપ્ત કરવાની મંત્ર મહાનતાનો
76 પાઠશાળા બની રહી.