________________
પ્રજાને પૂરો ભરોસો છે કે મગધનો શત્રુ કદી સ્વસ્થ નહીં રહી શકે. આ ઉત્સવ સમાપ્ત થાય કે આપને રજા છે.”
“સારુ, જેવી તમારી ઇચ્છા !” મહાઅમાત્ય અભયે હસતાં હસતાં ન ગમતી વાતનો સ્વીકાર કર્યો.
સવારી વેગથી આગળ ને આગળ વધતી જતી હતી. હાથીઓના ઘંટારવો, અશ્વોના હણહણાટ અને રથોના થરથર અવાજ થી આખો વનપ્રદેશ ગુંજી ઊઠડ્યો હતો.
રાજગૃહી પહોંચવાને હવે થોડો પંથ બાકી હતો. મગધનાથના હસ્તીની પાછળ ચાલ્યા આવતા મંત્રીરાજ અભય અને મેતાર્ય ફરીથી પોતાની ચર્ચાનો પ્રિય રસ-વિષય અધ્યાત્મવાર્તામાં ઊતરી પડ્યા.
“મહામંત્રી, પ્રભુનો ઉપદેશ સાંભળ્યા પછી આ નાતજાત, આ ધનદોલત, આ માયા-મોહ બધા તરફ તિરસ્કાર છૂટે છે. આપણું જીવન જ એવું છે કે જાણે સાદાઈ અને સંયમ સાથે દુશ્મનાવટ ! પેલી વિરૂ પા ને માતંગ ! કેવું સુંદર જીવન ! મહાપ્રભુએ નાત-જાતનાં જાળાં કાપી નાખ્યાં એ સારું જ કર્યું.”
મહામંત્રી, વિરૂપા તરફ તો મને કોઈ એકધ્ધ ખેંચાણ છે. મારી માતાની એ પ્રિય સખી છે. રોહિણેયના હાથે ઘાયલ થઈને મેં એની જે સેવા માણી-ખરેખર મારી માતા માટે પણ એ દુર્લભ છે, આવી અજબ સેવા એના સિવાય કોઈ ન કરી શકે. કોણ ઉચ્ચ-કોણ નીચ ! ખોટા ભેદ, મહામંત્રી ! ઉપદેશ પચાવવો સહેલ નથી. મારા વિચાર અને આચારમાં સરખું સામર્થ્ય હોય એમ મને નથી લાગતું. વિચાર અને આચારમાં ઘણો ભેદ છે. છતાં ખાતરી રાખજો ! એક દહાડો જ્ઞાતપુત્રનો ઉપદેશ ચરિતાર્થ કરી બતાવીશ. મંત્રીવર્ષ, તમારા જેટલું સામર્થ્ય તો દુર્લભ છે.”
કુમાર, સંસારને તો કરોળિયાની જાળ માનજો !” એને પ્રાણાર્પણથી પણ ભેદયાની હોંશ છે.”
વારુ મેતાર્ય ! એક ચર્ચા તમને કહેવાની રહી ગઈ. અમારે વાદવિવાદ ચાલ્યો. એકે કહ્યું સત્ય ને અહિંસામાં પણ વેળા-કવેળા જોવાની ! ધારો કે એક મૃગલું આપણી પાસેથી પસાર થયું. એને જતું જોનાર આપણા સિવાય ત્યાં અન્ય કોઈ નથી. પાછળ જ એક દૂર પારધી આવીને પ્રશ્ન કરે કે મુગલું જોયું ? હવે આપણે શું કરવું? મેં કહ્યું સત્ય કહો તો હિંસા થાય છે; ખોટું કહો તો સત્ય હણાય છે; મૌન સેવો તો પેલો તમારો ઘાત કરે છે. ત્રણમાંથી શું કરવું મેતાર્ય ? આ ચર્ચા ખૂબ રસભરી નીવડી. બોલો, તમે શો જવાબ આપો છો ?”
જીવને માટે પ્રતિજ્ઞા પાળવી, શિકારીને સમજાવવો, ન માને તો પ્રાણનું પણ બલિદાન આપી પ્રતિજ્ઞા જાળવવી !'
શાબાશ મેતાર્ય ! તમારી ભાવના બરાબર છે, પણ ભલા કોઈ એમ પણ કહે કે હરણ જેવા યુદ્ધ પ્રાણી ખાતર મહા પરાક્રમી માણસે શા માટે મરી ફીટવું ?”
સત્ય અને અહિંસાના પાલકને મન કીડી અને કુંજર બધાં ય સરખાં છે. અને એ રીતે સત્ય અને અહિંસાની વેદી પર આપેલું એનું બલિદાન વ્યર્થ જતું નથી ! એ બલિદાનને મૌનની વાચા આવે છે, ને જુગજુગ સુધી એવા હજારો શિકારીઓનું કલ્યાણ કરે છે. મરનાર પાસે અહિંસા માટે અડોલ શ્રદ્ધા જોઈએ.”
આવી જ્ઞાનભરી વાતો કરતા કરતા બન્ને રાજગૃહીના દરવાજામાં પ્રવેશ કરી ગયા. સંધ્યાનો છેલ્લો પ્રકાશ જગત પરથી વિદાય લઈ રહ્યો હતો ને રાજગૃહીની બજારો દીપકોના પ્રકાશથી ઝળઝળી ઊઠી હતી. એક ચોકમાં બન્ને જુદા પડ્યા, મહામંત્રી રાજમહાલય તરફ ચાલ્યા. મેતાર્યે ઘોડાને ઘર તરફ હાંક્યો. પણ એટલી વારમાં કોઈ બાળક તેને કંઈ કહી ગયો.
મેતાર્યો ઘોડો પાછો ફેરવ્યો અને નગરના પાછળના ભાગમાં આવેલા મેdવાસનાં ગૃહો તરફ ચલાવ્યો. રાત્રિને ટાણે મેતાર્ય મેતોના ઘર તરફ શા માટે ? કેટલાક નગરજનોના મનમાં પ્રશ્ન પેદા થયો ને પાછો નિત્યના વ્યવસાયમાં વિલીન થઈ ગયો.
મેતાર્ય ધીરે ધીરે ઘોડો ચલાવતો વિરૂપાને આંગણે જઈ ઊભો રહ્યો. વિરૂપા ઘરમાં દીવો પેટાવી એની સામે એકીનજરે જોઈ રહી હતી. વખતનાં વહેણની સાથે યૌવનની ખુમારી ચાલી ગઈ હતી, પણ પ્રૌઢ અવસ્થાએ તો વળી રૂપાને રંગ ગાઢો કર્યો હતો. એકબે ઝીણી કરચલીઓએ ચહેરાને વધુ દેખાવડો બનાવ્યો હતો. ઓછાં સંતાનને ઓછી સુવાવડો ; બંનેએ એનો ઠસ્સો જાળવી રાખ્યો હતો. છતાં એ ઉન્મત્ત કંઠે, મદભર ચાલ અને રુઆબભેર વાતો હવે નહોતી.
ઘોડાની હણહણાટી સાંભળતાં વિરૂપા દીવો લઈ બહાર આવી, આંગણામાં ઊભા કરેલા ફૂલછોડના ક્યારા ઉપર દીવો મૂક્યો.
“મેતાર્ય, પધારો !' “શા માટે મને યાદ કર્યો ?"
માનું દિલ છે, ભાઈ ! વજ સરીખડી દીવાલોથી બાંધેલા સાગરનો બંધ પણ કોઈક વાર તો તૂટી પડે છે ને ?”
- “કોણ મા છે ? કોના દિલની વાત કરો છો ? કોના સાગરનો બંધ તૂટ્યો ?” મેતાર્યનું દયાળુ દિલ બોલવા લાગ્યું.
કોણ મા ? હું મા, ભાઈ, સંસારમાં દુઃખિયારી માતાનો કંઈ તૂટો છે ?” માનવીના દિલ ઉપર તીક્ષ્ણ કરવત ફરતી હોય અને જેવો સ્વર નીકળે તેવા સ્વરે વિરૂપા બોલતી હતી.
136 3 સંસારસેતુ
મોહપાશ ! 37