________________
મને-રોહિણેયને પકડવાની હામ ?” વજદેહી રોહિણેયે પ્રચંડ હાક મારી, અને જાનવરના જેવો અવાજ કર્યો. દિશાઓએ એ બોલ ઝીલી લીધો ને પડઘો પાડયો.
પણ આજે આ શું બન્યું ? જે અવાજના અનુસંધાનમાં અનેક અવાજો પુનરાવર્તન પામતા અને ક્ષણવારમાં વીર સાથીદારોથી પલ્લી ઊભરાઈ ઊઠતી, ત્યાં આજે બધું ચૂપચાપ કેમ ? ફરીથી એણે અવાજો કર્યા છતાંય એ જ નિસ્તબ્ધતા !
મદમસ્ત હાથી પાગલ બનીને ધ્રુજી ઊઠે એમ રોહિણેય ધ્રુજ્યો. એણે મોટી પરશુ હાથમાં લઈને ચારે તરફ ઘુમાવી. હવામાં પણ એક મોટો ઝળઝળાટ પેદા થયો. એ દોડીને એક વૃક્ષ પર ચડી ગયો. દૂર દૂર નજર નાખી જોઈ, પણ એણે કંઈ ન નીરખ્યું.
“મારા વીર સાથીદારો ! અજબ રીતે પલ્લી ઘેરવામાં આવી છે. જે પલ્લીને છંછેડતાં મહાન રાજાનાં સૈન્યો ધ્રુજે, જે પલ્લીના ઇતિહાસમાં દુશ્મનના પડછાયા નથી આલેખાયા એ જ પલ્લી આજે મંત્રભરી રીતે ઘેરાઈ ગઈ છે. આજે સામાન્ય દુશ્મનનો સામનો કરવાનો નથી. કોઈ ચતુર સાથે કામ પડ્યું છે.
ચતુર સાથે ચતુરાઈથી જ કામ લઈશું.” પાસે ઊભેલા સાથીદારે કહ્યું. - “આપણા સાથીઓ કાં તો પકડાઈ ગયા છે, કાં મૃત્યુ પામ્યા છે. આપણા માથે જ પલ્લીના રક્ષણનો ભાર છે. બહાદુરો, તૈયાર છો ને ?”
પલ્લીપતિ મહારાજ રોહિણેય માટે મૃત્યુ સાથે પણ લડવા તૈયાર છીએ.'' હાજર હતા તે બધાઓએ જયગર્જના કરી.
કેયૂર, જે રોહિણેયનો અવિભક્ત મિત્ર હતો, એણે એક ઝાડની ટોચ પર ચઢી દૂર દૂર જોતાં કહ્યું : “હા, હા, હવે કંઈ કંઈ દેખાય છે. તીડના ટોળાની જેમ ઊડતું સૈન્ય આવી રહ્યું છે. સાવધાન !”
“સાવધાન, પલ્લીપતિ ! આજે અજબ રીતે આપણે ઘેરાયા છીએ. આટલા લકર સામે આપણે નહીં ટકી શકીએ. તમારો ઉષ્ણીય મને આપો, તમે નાસી છૂટો !''
“હું નાસી છૂટું ?” રોહિણેય શબ્દોને કટકા કરીને આવ્યા.
હા, હા, નહિ તો આજે આ પલ્લીની અહીં સમાપ્તિ થશે. આપણી શુદ્રોના કલ્યાણ રાજની ભવ્ય કલ્પનાઓ ધૂળમાં મળશે.”
વફાદાર સાથીદાર કેયૂરે વધુ સવાલ-જવાબમાં ન પડતાં રોહિણેયના માથાનો કીમતી ઉષ્ણીષ લઈ છાતી પરનો હીરાજડિત પટ્ટો પણ ખેંચી લીધો.
“સૈન્યની પહેલાં સૈન્યનાયકે મરવું ઘટે ! મરશું તો બધા સાથે જ ! આજે હાથે હાથ અજમાવી લેવાની ઇચ્છા થઈ છે. મગધનો એ અમાત્ય મારા ઘા પણ જોતો જાય.”
110 D સંસારસેતુ
વિવેકને વિસારે ન પાડો. તમે આગળ વધશો તો તીડનાં ટોળાંની જેમ ઊમટી આવતાં આ દળો તમને કાં તો કેદ કરી લેશે કે કાં તો તમારા પ્રાણને હાનિ પહોંચાડશે. બંને રીતે પલ્લીવાસીઓ અનાથ બનશે. અને દાદાનું મહાન સ્વપ્ન ધૂળમાં મળશે.” અનુભવી સાથીદાર કેયૂરે કંઈક માયાભર્યા અવાજે કહ્યું.
બળ સામે બળ ને કળ સામે કળ, એમ તમારું કહેવું છે ને ?” રોહિણેયે ચારે તરફ નજર ઘુમાવતાં કહ્યું. “વારુ, વારુ, મગધના મહાઅમાત્યને મારા બળનો તો પરચો મળ્યો છે. હવે જરા કળનો પરિચય પણ આપી દઉં. ભલે, એના સૈનિકો ખાલી હાથે મગધમાં જઈને આપણી ચતુરાઈની પણ વાતો કરે !”
એક જ ક્ષણ ને રોહિણેય પાસેની ગુફામાં સરી ગયો. આખી પલ્લીને ઘેરવા ધસતાં સૈનિકદળો હવે નજીક આવ્યાં હતાં. સેનાનાયકના દિલમાં અનેરો ઉત્સાહ હતો, આખી પલ્લીને ઉજ્જડ કરી મૂકી હતી. કેટલાયને ભગાડી મૂક્યા હતા. સોમાં થયેલા ઘણાને યમશરણ પહોંચાડ્યો હતો, ને તાબે થયા તેને મુશ્કેટોટ બાંધી નિઃસ બનાવ્યા હતા.
આજે તો મગધની સેના અને મગધનો સેનાપતિ જીવનમરણનો સોદો કરીને ધસતાં હતાં. કારણ કે સૈન્યપતિ મહાઅમાત્ય અભયે મગધની કીર્તિ સામે બાથ ભીડનાર રોહિણેયને પકડવાની પ્રજા સમક્ષ લીધેલી પ્રતિજ્ઞાને ઘણા ઘણા દિવસો વીતી ચૂક્યા હતા; અનેક યુક્તિ-પ્રયુક્તિઓ; ઘણી ઘણી ચતુરાઈઓ અને ચાલાકીના બળે આજે આટલું સાહસ ખેડી શકાયું હતું.
ઘેરી લો તમામ પલ્લીવાસીઓને !” સેનાનાયક મહાઅમાત્ય અભયે પ્રચંડ અવાજે કહ્યું. સૈનિકો વેગથી ધસ્યા, પણ એમ પલ્લીવાસીઓ નમતું તોળે એવા નહોતા. તેઓએ ક્ષણમાત્રમાં પોતાના ગણ્યાગાંઠ્યા યોદ્ધાઓને બૃહમાં ગોઠવી દીધા ને ભયંકર તીરોના ટંકારથી જવાબ આપ્યો.
એક તરફ સંપૂર્ણ રીતે સુસજ્જ ને વિજય પર વિજય કરતા આવતા સૈનિકો ને બીજી તરફ હાથે આવ્યાં તે શસ્ત્રો સજીને મેદાને પડેલા થોડાએક પલ્લીવાસીઓ હતા, નાનું એવું યુદ્ધ પણ મર્દાનગીની કસોટી કરે તેવું બન્યું.
બરાબર યુદ્ધ જાગ્યું હતું. ત્યાં અચાનક ગિરિકંદરાઓમાંથી હુકાર કરતું એક જંગલી જાનવર નીકળી આવ્યું. ભયંકર વનપશુ ! પગની મોટી ખરીઓ અને મસ્તકનાં ભારે શીંગડાંથી પૃથ્વીને ખોદતું, ધૂળ ઉડાડતું ને એક વાવંટોળ જગાવતું. એ પશુ ક્ષણવારમાં યુદ્ધનું મેદાન વટાવીને બહાર નીકળી ગયું.
યોદ્ધાઓનાં શસ્ત્રો ક્ષણવાર થંભી ગયાં ને નિમિષમાં અદૃશ્ય થયેલા એ પશુ તરફ આશ્ચર્યની નજર નાખી પુનઃ યુદ્ધ શરૂ કર્યું. પલ્લીવાસીઓ જેવા તેવા વીર નહોતા. તેઓ પ્રાણના ભોગે પણ શસ્ત્રો નીચાં ન મૂકતાં પણ તેઓનું ધારેલું કાર્ય
હાથતાળી | Ill