________________
આવ્યું તેમજ જયભિખુના જીવન અને કવનને અનુલક્ષીને એક બેઠકમાં જુદા જુદા વિદ્વાનોએ વક્તવ્યો આપ્યાં હતાં. અમદાવાદના યગોર થિયેટરમાં, ભાવનગરના શ્રી યશવંતરાય નાટયગૃહમાં તથા મુંબઈના શ્રી બિરલા માતુશ્રી સભાગૃહમાં જયભિખ્ખું જન્મશતાબ્દી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે જયભિખ્ખના પ૭ ગ્રંથોનું પ્રકાશન, જયભિખ્ખના સર્જન વિશે વિદ્વાનોનાં વક્તવ્યો તેમજ જયભિખ્ખું લિખિત 'બંધન અને મુક્તિ ' નાટક પ્રસ્તુત કરવાનું આયોજન કરવામાં આવ્યું.
| ‘જયભિખનુની જન્મશતાબ્દી’ નિમિત્તે ‘જયભિખુ વ્યક્તિત્વ અને વાડ્મય' અંગેનો પ્રિ. નટુભાઈ ઠક્કરે લખેલો ગ્રંથ ઉપરાંત ‘જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખું ' એ વિશે શ્રી પ્રફુલ્લ રાવલ લિખિત પુસ્તિકા પણ પ્રકાશિત કરવામાં આવી. એ પછી સાહિત્ય અકાદેમી અને વડોદરાની સાહિત્ય સંસ્થા ‘અક્ષરા'ના સંયુક્ત ઉપક્રમે ૨૦૦૯ની ૨૭મી જૂને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઑફ આર્ટ્સના સેમિનાર ખંડમાં જયભિખુની જન્મશતાબ્દી નિમિતે પરિસંવાદ યોજવામાં આવ્યો હતો અને એમાં પ્રસ્તુત થયેલા વક્તવ્યોનું શ્રી વર્ષા અડાલજાએ ‘ શીલભદ્ર સારસ્વત જયભિખુ’ નામે કરેલું સંપાદન સાહિત્ય અકાદમી દ્વારા ૨૦૧૨માં પ્રગટ થયું હતું.
જન્મશતાબ્દીના સંદર્ભમાં ૨૦૧૪માં પુનઃ એક વિશેષ આયોજન કરવામાં આવ્યું, જે માં જયભિખ્ખની નવલકથાઓ ‘લોખંડી ખાખના ફૂલ' (ભાગ-૧-૨), 'પ્રેમાવતાર' (ભા. ૧-૨), ‘બૂરો દેવળ’, ‘શત્રુ કે અજાતશત્રુ' (ભા. ૧-૨), ‘પ્રેમનું મંદિર ' અને સંસારસેતુ’ એમ કુલ છ નવલ કથાઓ પુનઃ પ્રગટ થઈ રહી છે. જયભિખુની પ્રસિદ્ધ નવલ કથા ‘પ્રેમભક્ત કવિ જયદેવ' પરથી શ્રી ધનવંત શાહે “કૃષ્ણભક્ત કવિ જયદેવ’ નામનું શ્રી ધનવંત શાહે કરેલું નાટ્યરૂપાંતર પ્રગટ કર્યું અને અમદાવાદમાં એનાં કેટલાંક નાટ્યાંશો પ્રસ્તુત કર્યા. આ સંદર્ભમાં ૨૩મી ડિસેમ્બરે મુંબઈના ભારતીય વિદ્યાભવનમાં શ્રી કુમારપાળ દેસાઈએ લખેલાં જયભિખ્ખના જીવનચરિત્રનું વિમોચન કરવામાં આવશે.
જયભિખુ શતાબ્દી ગ્રંથાવલિ દ્વારા જયભિખુની મૌલિક સાહિત્યસૃષ્ટિ અને તેજસ્વી કલમનો આસ્વાદ ભાવકોને માણવા મળશે. ડિસેમ્બર, ૨૦૧૪
ટ્રસ્ટીમંડળ શ્રી જયભિખુ સાહિત્ય ટ્રસ્ટ
લેખકનું નિવેદન
(પહેલી આવૃત્તિ) ધર્મનું એક માત્ર ધ્યેય-સ્વભાવે પશુતાના પાડોશી બનતા માણસને માણસાઈ શીખવવાનું છે. એ જે દ્વારા થાય તે ધર્મ છે, અને તે ખરેખર આદરણીય છે. ઉદાર જૈન ધર્મે અનેક અર્થોમાં એ હાંસલ કરી બતાવ્યું છે, અથવા એમ કહી શકીએ કે સંસારની અનુદારતા મિટાવવા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યની જન્મજાત દંભી મોટાઈ મિટાવવા ને ‘હરિકો ભજે સો હરિ કા હોય’ એ પંથ-પથ-જાતિ વગરની યોગ્યતા દર્શાવવા એનો જન્મ થયો છે.
સારનો સાર એ છે કે જૈન ધર્મ વિશાળ ધર્મ છે, ને એ વિશાળતાને દર્શાવવાનો મારી નવલકથાઓનો દાવો છે. ખુશી થવા જેવી બીના છે, કે એ દાવાને અનેક જૈન તેમજ જૈનેતર વાચકોએ પ્રથમ પુસ્તક “કામવિજેતા 'ને સાથોપાન્ત વાંચીને પોતાનો ટેકો આપ્યો છે. અને એ જ બળે આ નવલકથા સર્જાઈ છે.
આ નવલકથાના નાયક મહર્ષિ મેતારજ શ્રી સ્થૂલિભદ્રની જેમ સુપ્રસિદ્ધ પુરુષ નથી. ઇતિહાસનો એમને બહુ ઓછો-નગણ્ય ટેકો છે. ને જૈન સમાજમાંય ‘સમતાગુણના દૃષ્ટાંત સિવાય એમને વિશેષ સ્થાન મળ્યું નથી. ઘણા ગ્રંથોના અવલોકન બાદ એમના વિશે થોડીઘણી લીટીઓ અને એકાદ-બે અધૂરી સઝાયો માત્ર મેળવી શકાઈ છે. મને લાગે છે, કે છેલ્લા વખતની ધર્મજ ડતાએ અને જન્મજાત – જાતિમહત્તાએ એ જીવનને બની શક્યું તેટલું ગોપવ્યું હશે, અથવા અનેકાનેક સ્વહઠાગ્રહપોષક વાદવિવાદો ઉપજાવી ગૌણ કરી મૂક્યું હશે.
મારો અને મહર્ષિ મેતારજનો સંયોગ અણધાર્યો થયેલો છે. રોજિંદી ધમાલમાં ‘સ્વાધ્યાય'ને સદા ઓછો અવકાશ મળ્યા કરે છે; છતાંય એક વાર આડાંઅવળાં પાનાંઓ ફેરવતાં આ અંત્યજ મુનિ હાથ પર આવી ગયા. આવતાંની સાથે જ એમણે આકર્ષણ કરી લીધું. નાનું-શું જીવન છતાં કેવું રંગબેરંગી ! કેવું તેજસ્વી ! ધર્મ, અર્થ, કામ ને મોક્ષ – ચારે પુરુષાર્થને કેવા ચરિતાર્થ કરી જાણ્યાં ? જાણે માનવીની રોજની પ્રાર્થનાઓની સાકારતા ! જેટલી ઝડપથી એમણે આકર્ષણ કર્યું એટલી ઝડપથી એમણે એક સાપ્તાહિક પત્ર માટે દશેક અઠવાડિયાં ચાલે તેટલું વાર્તાસ્વરૂપ લઈ લીધું.
આની વચ્ચે ‘કામવિજેતા સ્થૂલિભદ્ર ' જખ્યું, પણ એથી પેલા અંત્યજ મુનિની વાર્તા આછી બનવાને બદલે વધુ જીવંતતા પામતી ગઈ. કથાનાયકનું જીવન તો સાવ અલ્પ હતું, પણ એમાંથી નવક્રાન્તિનાં અનેક બળોનું દર્શન લાધતું ચાલ્યું. એ શૂદ્રમુનિની આસપાસ જીવતી વ્યક્તિઓના વ્યક્તિત્વનું જાદુ થયું. સ્યાદ્વાદના પરમ