________________
આ પરદેશી સાર્થવાહ માપની મુલાકાતે આવેલ છે. થોડી એક ક્ષણોમાં તો એમણે સ્વજન જેવો ભાવ જન્માવ્યો છે.”
મગધપ્રસિદ્ધ દેવદત્તાના સ્વજન બનવાનું અહોભાગ્ય કોને મળે છે ?” સાર્થવાહે શ્રમિત સુંદરીની ખુશામત કરતાં કહ્યું : “અમારા દેશમાં લક્ષ્મી છે, વ્યાપાર છે, નૃત્યભવન છે, પણ દેવદત્તા જેવી નૃત્ય-સુંદરી ત્યાં નથી. સુવર્ણમુદ્રાઓ કરતાં સૌંદર્ય મુદ્રાઓ અમારે મન બહુમૂલ્ય છે. આજ મને લાગે છે, કે મારો દુ:ખદ ને અતિદીર્ધ શ્રમપ્રવાસ તમારા દર્શન સફળ થયો છે.”
જુવાનના મુખેથી દેવદત્તા પોતાનાં વખાણ સાંભળી રહી. આવાં વખાણ જોકે એણે ઘણી વાર સાંભળ્યાં હતાં, આલંકારિક શબ્દોના કુથ્થા હવે એને રુચતા પણ નહોતા, છતાં આ જુવાનના શબ્દો તેને પ્રિય લાગ્યા. આ શબ્દો પાછળ સ્વસ્થતાનો ટંકાર હતો. એમાં કામની વિહ્વળતા, મોહની વ્યાકુળતા કે વાસનાની મૂર્ખતા નહોતી.
ઊગતી તરુણાવસ્થા, નિખાલસ પુરુષત્વ ને ચંચળ નયનોની શક્તિ દેવદત્તાને સહેજ માં આકર્ષી ગયાં. એને લાગ્યું કે આ સાર્થવાહ સાથે થોડીએ ક ઘડીઓ જરૂર વિતાવવા જેવી છે. એનું પુરુષત્વ પ્રિયકર લાગ્યું. એ બોલી :
દાસી, તાંબૂલ લાવે.'
કુશળ દાસી તાંબૂલથી મઘમઘતો થાળ લઈ આવી. યુવાને તાંબૂલ લઈ મોંમાં મૂક્યું અને કમર પરના પટામાં રહેલી બંસજાળમાંથી સુવર્ણમુદ્રાઓનો થાળમાં ઢગલો કરી દીધો.
દેવદત્તા સાર્થવાહના વર્તાવ પર મુગ્ધ થતી ચાલી, એને લાગ્યું કે આ સાર્થવાહ અવશ્ય ભોગી ભ્રમર છે. નહિ તો સુંદરીઓને વશ કરવાની આ રીતથી તદ્દન સ્વસ્થ હતો. એની આંખો તદ્દન મદ વગરની ચણકતી હતી, એના એકે અંગમાં કામદેવતાનો સંચાર થયાની ધ્રુજારી જોવાતી નહોતી.
અજબ યુવાન ! પુરુષના સ્પર્શમુખ ને સહવાસ માટે તદન નિર્મોહી ને ઉદાસીન બનેલ દેવદત્તાના દિલમાં જાણે વાસનાની ચિનગારી ફરીથી ઝબૂકી. જીવનની ભૂંડીભૂખ ને કેવળ દેહવ્યાપારના નીચ વ્યાપારમાં વીતેલી અનન્ત રાત્રિઓમાં આ રાત્રિ કોઈ નવો સંદેશ લઈને આવેલી જણાઈ.
“સાર્થવાહ, રાજગૃહીમાં કેટલી રાતોનો નિવાસ છે ?”
વ્યાપારને અનુકૂળ જેટલા દિવસો મળે તેટલો ! વ્યાપારીને તો લક્ષ્મી જ સર્વસ્વ છે ને !”
રાજગૃહી તો લક્ષ્મીનું નિવાસસ્થાન છે !' નિર્જીવ અને સજીવ, બંને લક્ષ્મીઓ અહીં વસતી જણાય છે.”
સાર્થવાહનો વ્યંગ દેવદત્તા સમજી ગઈ. એણે વિશેષ કંઈ જવાબ ન આપતાં કહ્યું :
“સાર્થપતિ, પેલા જળકુંડ સુધી મારો સાથ કરશો ?” “શા માટે નહિ ?"
દેવદત્તા આગળ ચાલી. સાર્થવાહ એ જ સ્વસ્થ રીતે તેની પાછળ પાછળ ચાલ્યો. આવાસના મધ્ય ભાગની અંદર એક જળકુંડ આવેલો હતો. સ્વચ્છ અને સુગંધી જળ છલોછલ ભર્યું હતું. જળકુંડના કિનારે બેસી એના સ્વચ્છ જળનો આસ્વાદ લઈ શકાય એ રીતે ચારે બાજુ સંગેમરમરની પીઠિકાઓ ને આસનો યોજેલાં હતાં.
એક પીઠિકા પર દેવદત્તાએ સાર્થવાહને બેસવા ઇશારો કર્યો, અને પોતે પણ પાસે જ બેસી ગઈ.
મોડી રાતનો ચંદ્ર ઊગતો હતો અને આવાસનાં સ્ફટિકદ્વાર ભેદીને એની જ્યોસ્ના દેવદત્તાના દેહ પર વેરાતી હતી. ઉમર કંઈક પ્રૌઢ થતી હતી, પણ એના દેહસૌંદર્યની આભા એટલી ને એટલી જ વિલસી રહી હતી. એનાં વિલાસયુક્ત પ્રફુલ્લિત નેત્રોની ઉઘાડમીંચમાં અજ બ આકર્ષણ હતું. એણે નૃત્યવેળાનું કૃષ્ણવસ્ત્ર કાઢી નાખ્યું હતું, અને રૂપેરી તારથી ગૂંથેલું એક ઉત્તરીય વીંટાળી લીધું હતું. મસ્તકના કેશ છૂટા મૂક્યા હતા, અને તે હવાની લહરીઓ સાથે નૃત્ય કરતા હતા. મુખ પર આવી પડતા કેશને સમારવો વારે ઘડીએ ઊંચો-નીચે થતો કમલદંડ જેવો એનો હાથે ખરેખર કોઈ કવિની કવિતા કરતાં પણ સુંદર ભાવ પ્રગટાવતો હતો. - પ્રૌઢ-યૌવના દેવદત્તા કોઈ રસિક પુરુષને અધીરયૌવના લાગે તેવો આ સ્વાભાવિક સંજોગ હતો, પણ પેલો સાર્થવાહ હજીય સ્તબ્ધ હતો, સ્વસ્થ હતો.
અરે , પેલું શું ?” એમ કહેતો સાર્થવાહ પીઠિકા પરથી ઊભો થઈ પાસે પડેલી બીજી પીઠિકા તરફ ધસી ગયો.
“એ તો સુવર્ણ મત્સ્ય છે. બહુ દૂર દેશથી ઘણા મૂલ્ય મંગાવેલ છે.” બે લાગે છે.*
જોડી વગર જગતમાં જિવાય કેમ ! સાર્થવાહ, એ નર-માદા છે. આવી ચાંદનીમાં ન જાણે શું ગેલ કરતાં હશે !” આ શબ્દોમાં કેફ હતો. અનંગરંગનો સ્પષ્ટ ટંકાર હતો. છતાં આવા ભોગોપભોગના કોઈ પણ વાતાવરણથી સાર્થવાહ પર ભાસતો હતો.
“દેવદત્તા, વૈભારની ગિરિમાળાઓમાં અજબ સુવર્ણપદ્દો ઊગે છે. એ પણ મંગાવીને આ કુંડને શોભાવ !”
40 D સંસારસેતુ
એ જ બે પુરુષ D 41