________________
છૂટ લેતાં શરમાતી હતી. પણ શેઠાણીએ તો શરમ, સંકોચ કે મર્યાદાનાં બંધનો આજે વેગળાં મૂક્યાં હતાં.
શેઠાણીએ બાળકને ઉપાડી વિરૂપાના હાથમાં મૂકી દીધો. બધાં સ્વજનો ચમકી ઊઠ્યાં.
પણ વિરૂપાની મીટ બાળકના દેહ પર બરાબર મંડાઈ ગઈ હતી. પોતાની જ સુંદર નાસિકા, ખીલતી કળી જેવા એ જ પોતાના હોઠ, પણ ભાલપ્રદેશ માતંગના જેવો સહેજ ઊપસતો ! માતંગ ઘણી વાર વિરૂપાને કહેતો કે તારી કીકીમાં ખંજન પક્ષી નાચે છે, એવી જ કામણ કરનારી કીકીઓ આ બાળકની હતી.
મોહની આ બે ત્રણ વીતી ન વીતી ત્યાં વિરૂપા સ્વસ્થ થઈ ગઈ; પોતાની જાતને સંભાળી લેતાં બોલી :
જુગ જુગ જીવો મારા લાલ ! બા, કેવી નમણી કાયા ! મોં-નાક તો બરાબર તમારા જેવાં જ છે, અને આ ભાલપ્રદેશ બરાબર શેઠ જેવો ! જરા એની કાંતિ તો
વિરૂપાના હૃદયમાં એકદમ આંધી ઊઠી. એને લાગ્યું કે છાતી પરના આ બે પહાડો હમણાં જ ચિરાઈ જશે, ને અંદરની દુગ્ધધારા વછૂટી ઊઠશે. એણે મહામહેનતે સંયમ જાળવ્યો, ભારે પ્રયત્ન લાગણીઓને કબજે કરી અને બાળકને એકદમ પાછું આપી દીધું.
અને વિદાયના બે શબ્દો બોલ્યા વગર જ એ ઘર તરફ પાછી ફરી. એના હૈયાને કોઈ મજબૂત હાથે પીસી રહ્યું હતું.
દૂર દૂર આંબાવાડિયામાં પરભૂતિકાઓ ગાઈ રહી હતી. મનુકુળની આ પરભૃતિકાએ પણ મનને શાન્ત કરવા ટહુકવા માંડ્યું :
“ભૂલ્યો મનભમરા, તું ક્યાં ભમ્યો ?"
જુઓ !”
હવે એ વાત મૂક ને ! તને નામ પાડવા બોલાવી છે કે વખાણ કરવા ? બહુ બોલકી નહીં તો ! નામ પાડી દે એટલે કામ પૂરું થાય !''
- “શું નામ પાડું, બા ? અમે રહ્યા મેત અને તમે કહેવાઓ આર્ય ! કદી મેતે આર્યનું નામ પાડ્યું સાંભળ્યું છે ? મારો લાલ મોટો થાય, ને અમારો આર્ય થાય - - અમારો પૂજ્ય થાય - એટલું જ માગું છું. અને એની યાદ માટે હું તો એને ‘મેતાર્ય' જ કહીશ. તમે તમારે કોઈ સુંદર નામ પાડજો.”
“મેતાર્ય ! કેવું સુંદર નામ ! અરે, એ જ મારા લાલનું નામ, બીજા નામની મને જરૂર નથી. મેતાર્ય ! મિત્રાય !”
“ખોટનાં જથ્થાંનાં નામ તો એવાં જ હોય !'' એકે વિરોધીઓને શાન્ત કરવા
ઉમેર્યું.
બધે મંગળધ્વનિ પથરાઈ રહ્યો. નામવિધિ સંપૂર્ણ થઈ.
વિરૂપા બાળકને ઊંચું ઊંચું લઈને ઉછાળી રહી હતી. ત્યાં તો બાળકે એના સ્તનપ્રદેશ પર નાજુક હાથથી પ્રહાર કર્યો. જાણે નાજુ ક મૃદંગ પર કોઈ સંગીતનિપુણ કન્નરીએ થાપી મારી. એ મસ્ત મૃદંગમાંથી છૂટેલો પ્રચંડ નિનાદ અશ્રાવ્ય હતો, પણ એણે વિરૂપાના દિલમાં તો પ્રચંડ ઘોષ મચાવી મૂક્યો. એનું મનમંદિર ફરી એક વાર લાગણીઓના રમઝમાટથી ગાજી ઊઠયું. બાળક પણ એટલેથી ન અટક્યું. અંદર લહેરાઈ રહેલ, દૂધે ભર્યો પ્રચંડ નદનું પાન કરવા જાણે એણે એનું નાનું શું કમળપાંખડી જેવું મુખ ખોલ્યું.
28 D સંસારસેતુ
પરભૂતિકા 29.