________________
ધાવતાં હતાં. અજાણ્યાને જોઈ કૂતરી ભસી ઊઠી.
માતંગના દિલને ભસવાના અવાજથી કંઈક શાન્તિ વળી. એના મનમાં વ્યાપેલી નિર્જનતા એકદમ ઓછી થઈ ગઈ. એ મોટી ડાફો ભરતો પોતાના વાસમાં પહોંચ્યો. પણ અહીં પણ એને કંઈક નવું જ જોવા મળ્યું. જેવો એ પોતાના ઘરભણી આગળ વધ્યો કે સામે ધનદત્ત શેઠની દાસી આવતી મળી.
કોણ, નંદા ? અત્યારના પહોરમાં કેમ આવી હતી ?”
નંદાના હાથમાં કંઈક વસ્ત્રમાં વીંટાળેલું હતું, પણ માતંગની આંખો અત્યારે નવું જોવા ને જાણવા માટે અશક્ય બની ગઈ હતી.
નંદા ધીરેથી બોલી : “શેઠાણીબાએ વિરૂપાની ખબર લેવા મોકલી હતી. વિરૂપાએ તો લક્ષ્મીને અવતાર આપ્યો છે.”
લક્ષ્મી એટલે ?" માતંગની સમજ શક્તિ અત્યારે બહેર મારી ગઈ હતી.
“મારે ત્યાં દીકરી આવતરી ?” માતંગ નિરુત્સાહ બની આગળ વધી , ઘરની ઓશરીમાં બેસી ગયો. એને અત્યારે કંઈ સૂઝ નહોતી પડતી.
આકાશમાં પરોઢની ઝાંખી પ્રભા ઊગતી આવતી હતી. વહેલી ઊઠેલી સ્ત્રીઓના નૂપુરઝંકાર ઠંડી પડેલી રાતમાં ખૂબ મીઠા લાગતા હતા.
વળી બીજો વિચાર આવ્યો : આજની રાત ભારે છે, ઝટ ઘરભેગો થઈ જાઉં એમાં જ સાર છે. એ આગળ વધ્યો. વળી એના દિલમાં સૂતેલું પુરુષત્વ સળવળ્યું. એણે આમ કાપુરુષ થઈને ઘેર નાસી જતા માતંગને જાણે ચૂંટી ખણી : ધિક્ તારા મંત્રોને !ધિક તારી જાતને ! આ લાઠી અને આ વિષધર છરો તારાથી શરમાય છે !
અને એકદમ માતંગ પાછો ફર્યો. એને એટલી તો માહિતી હતી કે પેટપૂરતું જમીને વિદાય થયેલો વનરાજ આજે ફરી પાછો આવવાનો નહિ; એ તો અત્યારે પોતાની બોડમાં નિરાંતની નિદ્રા લેતો હશે. છતાં એણે કમર પરનો છરો ઢીલો ર્યો, એકાદ મંત્ર જપ્યો ને પૂરી સાવધાનીથી એ આગળ વધ્યો. બાજુ માં મુનિરાજનું શબ એ જ શાન્તિ ધારીને પડ્યું હતું. શોણિતની નાની એવી નદી વહીને થોડે દૂર થંભી ગઈ હતી. માતંગે નીચા વળીને જોયું તો મુખ પર એ જ શાન્તિ, એ જ સૌમ્યતા, એ જ કાન્તિ ! સુખની કોઈ ચિરનિદ્રા જાણે મુનિરાજ માણી રહ્યા હતા !
વહેમે ભરાયેલા ને શંકાશીલ બનેલા માતંગથી સહેજે નમસ્કાર થઈ ગયા. એ આંસુભીની આંખે આગળ વધ્યો. ઓરતના શબવાળો ખાડો શોધી લેતાં માતંગને વાર ન લાગી. ધૂળ, કચરો ને ઉઝરડાથી એનું મુખ ન કલ્પી શકાય તેવું ભયંકર થઈ ગયું હતું. કેટલાક અવયવો તૂટી ગયા હતા. કેટલાક વનવ્યાધ્રના ઉદરમાં પ્રવેશ પામી ગયા હતા. માતંગે એ મને ઓળખવા ધૂળ ને કચરો હળવે હાથે દૂર કર્યા.
ગુનાને પણ કદાચ નામ દેવાનું મન થયું હશે; જગતની અનોખી સ્વાર્થોધતા આ રીતે જાહેર થવાની હશે; વનના વાઘને પણ પોતાને માથે બિનગુનેગારને હણ્યાનું આળ લેવું નહિ હોય, એ કલંકિત મોં તરત પરખાઈ ગયું : આ એ જ સ્ત્રી, જેણે ચિત્રશાળાના દરવાજામાં બલિ આપવા પોતાનો દીકરો વેચેલો, પેલા મુનિરાજની સગી માતા ! અરે માતા શાની ? સાક્ષાત્ કૃત્યા ! એવી માતાને ઘેર આવાં સંતાન જન્મ લે એ જ કર્મની વિચિત્રતા !
કર્મ ! માતંગને વિચાર થઈ આવ્યો. આ શબ્દ તો પેલા શ્રવણ મુનિઓનો ! એ મુનિઓ કર્મની ગતિ ગહન બતાવી એનાથી દૂર થવાનો રોજ ઉપદેશ આપે છે. અહા, એ જ કર્મની ગતિનો આ કેવો સાક્ષાત્કાર ! કોણ મા ને કોણ બાપ ! કોણ પિતા ને કોણ પુત્ર !
અને મડદું સળવળતું લાગ્યું. પાસેના વૃક્ષ પરથી કોઈ ખડખડ હસતું લાગ્યું. માતંગ એકદમ ઊભો થઈ ગયો. એ પાછા પગે થોડું ચાલ્યો, ને પછી મૂઠીઓ વાળીને નાઠો. મડદા નીચેથી એક ઘોરખોદિયું નીકળીને નાસતું હતું.
આંબાવાડિયા નીચેથી ચાલ્યા જતા માતંગને જોઈ જાણે આમ્રપણે હસી રહ્યાં હતાં. પણ એ તો આડુંઅવળું કંઈ પણ નીરખ્યા વગર પોતાના કૂબાઓની પાસેના ટીંબે આવી ઊભો. ટીંબાની નીચે એક કુતરીને તાજાં વિયાયેલાં બચ્ચાં ચસચસ
20 D સંસારસેતુ
કર્મની ગત 1 21