________________
દંડવત્ પ્રણામ કરીને પૂછવું છે કે ‘બાપજી, કયા ભવના પાપે અમે અસ્પૃશ્ય ! કયા ઘોર કૃત્યના કારણે અમે કર્મધર્મના અનધિકારી !' અને તેઓએ પોતાની રૂપેરી દાઢી પંપાળતાં પંપાળતાં નિરાંતવે મને કહ્યું છે કે, ‘શૂદ્રકુલમાં જન્મ એ જ તમારું પાપ !” મેં પૂછયું : “એ પાપ ધોવાનો કોઈ માર્ગે ?' તેમણે કહ્યું : “ કોઈ માર્ગ નથી ! ઊંચવર્ણની સેવા કરતાં આ ભવ પૂરો કરો ! આવતો ભવ સારો આવે એની વાંછના કરો !” “એટલે હવે તમે કોઈ રખે આ વાતમાં ફસાતા, એમની મહેરબાની ખોટી. આપણે અને એ જુદા ! બે વચ્ચે જન્મનાં વેર ! એ ભેદને, એ કોમને જમીનદોસ્ત કરવા એમને લૂંટો, મારો ! એક દહાડો આપણે આપણું રાજ્ય જમાવી, કોટકાંગરા ખડા કરી આવું જ કરી બતાવીશું.'
રોહિણીઓના દાદાની આ વાત કેટલાકને વધુ પડતી લાગતી, નાને મોંએ મોટી વાત જેવી ભાસતી; છતાં એનું બાહુબળ, એની પટાબાજીથી જે પરિચિત હતા, તેઓ જાણતા હતા ને વિશ્વાસ રાખતા હતા કે જો સહુ કોઈ એને પ્રેમથી ને વફાદારીથી સાથ આપે તો કોઈ ગામનો રાજા સહેલાઈથી બની શકે તેમ હતો. અને પછી તો ‘સમરથ કો નહીં દોષ ગુંસાઈ !' એની જ મહત્તાનાં કાવ્ય, સાહિત્ય ને શાસ્ત્ર રચી શકાય, બળિયો બે ભાગ ઉપાડી લે !
પણ રોહિણીઓના દાદાની આ વાતથી વિરૂપાનો પતિ માતંગને તેના પાડોશી થોડા કૂબાઓ જુદા પડતા. માતંગના કુળમાં બાપદાદાના વખતથી અમુક બાપદાદા ઉચ્ચ વર્ણનો વેશ સજી હિમાલયના કોઈ પારંગત પાસે શાસ્ત્ર ભણી આવેલા : અને એમણે પોતાના કુળમાં એ શસ્ત્ર ઉતારેલું.
આ શાસ્ત્રનાં સૂક્તોથી એ રોતાં પીડાતાં બાળકોને સાજો કરી શકતાં, પ્રસૂતિની ભયંકર પીડામાં પડેલી સ્ત્રીનું આડું છોડાવતા, કોઈને લાગેલી નજર, કોઈને કરડેલો સાપ કે કોઈને વળગેલાં પ્રેત-પિશાચ પણ એ કંઈક બોલીને, કંઈક પાણી કે વનસ્પતિ પાઈને દૂર કરી શકતા.
માતંગ એની આ લાયકાતના બળે રાજ બગીચાનો રખેવાળ બન્યો. ભાગ્યયોગે માતંગ વિરૂપા જેવી શીલવતી ને ગુણવતી સ્ત્રીને પરણી લાવ્યો. વિરૂપા અને માતંગનાં દ્વાર પર સર્વપ્રથમ નવો પ્રકાશ ઝિલાયો. વનવગડાનાં વાસીઓ વચ્ચે રહીને દાદો જ્યારે વાઘ જેવો ક્રૂર બનતો ગયો, ત્યારે વિરૂપા ને માતંગ રાજગૃહીની વસતિ વચ્ચે આઠે પહોર વસીને સેવાની ફૂલછાબ ધરીને નમ્ર ને ઉદાર બન્યાં. ઠોકરાયેલું એમનું શુદ્ધત્વ વધુ ને વધુ ઘસાતા ચંદનની જેમ અનેરી સુવાસ પ્રસારતું ગયું.
આ નવા પ્રકાશના આદિસર્જકને તો કોઈએ જોયા નહોતા, પણ એમના અનુયાયીઓ રાજગૃહીમાં આવતા, ત્યારે વહેલો-મોડો પણ આ લોકને લાભ મળતો. એમાં સહુથી વિશેષ લાભ વિરૂપાને સાંપડ્યો હતો. એના ચિતનશીલ સ્વભાવને
10 B સંસારસેતુ
લીધે એ તત્ત્વ જલદી ગ્રહણ કરી શકતી તે વારે ઘડીએ કહેતી :
સાચા પ્રેમ માટે સાચી દયા જોઈએ. સાચી દયા માટે સાચો ત્યાગ જોઈએ. વનનો વાઘ ને રાફડાનો ભોરિંગ પણ એ રીતે વશ કરી શકાય."
અને એનો પ્રત્યક્ષ પ્રયોગ એણે માતંગ પર અજમાવ્યો હતો. મંત્રવેત્તા માતંગને પોતાનો વારસો કોઈ ઉત્તરાધિકારીને આપી જવાની ખૂબ ચિંતા રહેતી. વારસ ન હોય તો વિદ્યા નષ્ટ પામે.
વિરૂપા સાથે સંસાર માંડ્યાને વર્ષો વીત્યાં, પણ સંતાનપ્રાપ્તિ થઈ નહોતી. અને વળી માતંગનું ઘર કંઈ દરિદ્રીનું ઘર નહોતું. મહારાજા બિમ્બ્રિસાર અને રાજ કુટુંબના એના પર ચાર હાથ હતા. દ્રવ્ય તો મોં-માંગ્યું મળતું. માતંગ કલાવંત મયૂર હતો. એને એકલાને જોઈને જ ઊંચ-નીચની કલ્પનાઓ મનમાંથી સરી જતી. આવો માતંગ પણ વિરૂપાને વશવર્તી હતો. એણે કદી નિઃસંતાન વિરૂપાને પોતાના મનની ઇચ્છા જાહેર કરી દૂભવી નહોતી; પણ ત્યાં તો એ ઇચ્છા કુદરતે પાર પાડી.
માતંગ હમણાં ખૂબ રાજી રહેતો. આજે પણ રાજ બાગમાંથી ઊતરેલાં અનેક ફળફૂલ લઈને એ વહેલો વહેલો ઘેર આવ્યો હતો. વિરૂપાને ઘરમાં ન જોઈ ઓશરીમાં જ બેઠો બેઠો એ ફૂલ ગૂંથવા લાગ્યો.
રાજ ગૃહીની ટૂંકી ટૂંકી શેરીઓ વટાવતી વિરૂપા જરા મોડી ઘેર પહોંચી ને બહાર ઓશરીમાં જ સુંડલો-સાવરણો મૂકી સીધી ઘરમાં ચાલી ગઈ. થોડીવારે ઘરમાંથી ધુમાડો આવવા લાગ્યો. વિરૂપા ચૂલામાં ઈંધણ નાખતી હતી.
હાશ, હવે તો રાહ જોઈને થાક્યો ! મારા આંબે રૂપાળી પીળી ધમરખ જેવી કેરીઓ લટકી રહી છે ને આ જો તો ખરી ! લીંબડી પર મારી વાલી કેવી પાકી ગલ જેવી લીંબોળીઓ ઝમી રહી છે ! પેલી ફૂલવેલ તો જો ! એની બહાર તો નીરખે !” ઓશરીમાં બેઠો બેઠો ફૂલમાળા ગૂંથતો માતંગ કટાક્ષમાં બોલ્યો.
વિરૂપા કામ કરવાના બહાને આડું મોં રાખી બધું સાંભળી રહી હતી. એ ધીરેથી બોલી :
અલ્યા, ગાંડો ન થઈ જતો.”
વિરુડી ! ખરેખર, હવે તો વાર લાગશે તો ગાંડો જ થઈ જઈશ અને વળી આજે એક વાત સાંભળી એથી તો મન ઘણું ઊંચું થઈ ગયું.” માતંગે અડધી ગૂંથેલી ફૂલમાળા નીચે મૂકતાં લાંબો નિઃશ્વાસ નાખ્યો. પતિને ઉદાસ જોઈ વિરૂપા એકદમ દોડી આવી ને પૂછવા લાગી :
શાથી મન ઊંચું થયું છે ?" માએ દીકરાને વેચ્યો.*
ભવનાં દુઃખિયારાં li