________________
26
કાળચક
જાજ્વલ્યમાન જીવનની મહત્તા એમાં જ છે કે એ ઝળહળાટમાં જ પરિનિર્વાણ પામે ! સુદીર્ઘ આયુષ્ય એ જીવનનો માત્ર આશીર્વાદ જ નથી, ઘણીવાર શાપ પણ બની જાય છે. ટૂંકા પણ તેજસ્વી, અલ્પ પણ ભાવનાભર્યા જીવનની જ મહત્તા છે. પુખ્ત યુવાવસ્થામાં પ્રવેશેલા મહામંત્રી અભય આ વાત સમજ્યા. રૂપવતી રાણીઓ એ વાતને પામી ગઈ. મોડે મોડે પણ અતિ મોડું ન થાય તે પહેલાં નગરશ્રેષ્ઠી મેતારજ પણ એ સમજ્યા.
ન સમજી શક્યા કેવલ મગધરાજ. આખો રાજ-ઉદ્યાન ઉજ્જડ થઈ ગયો, તોય એમણે ટૂંઠું બનીને પણ એને વળગી રહેવાનું પસંદ કર્યું. હવે ગરુડ શી એ આંખો નહોતી, ને કેસરી સમું એ હાડ નહોતું. વજ જેવા પાપ ને ભોગળ જેવા બાહુ કમજોર બન્યા હતા. બધીય શક્તિઓ હણાતી ચાલી હતી, પણ સર્વ શક્તિઓના હાસમાં પ્રબલ બનનાર એમની ભોગશક્તિ ભડકે બળતી હતી.
બધીય રીતે મહાન મગધેશ્વરને આ ભોગલાલસા અજાણી રીતે પીડી રહી હતી. જ્ઞાતપુત્ર મહાવીરના પરમ પૂજારી હોવાનો દાવો કરનાર રાજવી પોતાની આ નિર્બળતા માટે ઘણીવાર એકાંતે ૨ડી પડતા.
મગધરાજ, નિર્માણને અન્યથા કરવાની તાકાત મહાત્માઓમાં પણ નથી. છતાં પ્રયત્ન કરનારને કશુંય અશક્ય નથી. તમારો શ્રદ્ધાદીપ બુઝાવા દેશો નહિ. ખરાબને ખરાબ, સારાને સારા તરીકે પિછાણજો, પશ્ચાત્તાપનો જલતો રહેલો પાવક આ ભવે નહિ, તો પરભવે પણ તમને પાવન કરશે જ .!!”
જ્ઞાતપુત્ર પ્રભુ મહાવીરનાં વચનોમાં શ્રદ્ધા રાખી જીવન નાવ હાંકનાર મગધરાજને માનવસુલભ દુર્બળતા સિવાય બીજા દુર્ગુણ રહ્યા નહોતા : પણ યુવરાજ કુણિકે એક
નવો દુર્ગુણ શોધી કાઢઢ્યો. એ દુર્ગુણ તે મગધરાજનું સુદીર્ઘ આયુષ્ય !
કુણિ કે પોતાના ભાઈઓને એકત્ર કર્યા, સગાંસંબંધીઓને મેળવ્યાં. સહુને કહ્યું : ‘ધિક્કાર હજો આપણા પિતાજીને ! રાજ કાજ કંઈ થતું નથી, ને નિરર્થક રાજસૂત્ર પકડી રાખે છે. યુવાન અભયકુમારે દીક્ષા લીધી તોય આ વૃદ્ધને ત્યાગની કંઈ ઇચ્છા થતી નથી. આવતીકાલે જેની જવાબદારી આપણે શિરે આવવાની છે, એવા આ મહીને સૌમ્રાજ્ય મગધની સંભાળ હવે આપણે આજથી જ લેવી ઘટે.’
ઊગતા સૂરજને નમવાના સ્વભાવવાળા બધા, યુવરાજની વાતને ટેકો આપી રહ્યા. મગધરાજ તો બુઝાતા દીપક હતા. બુઝાતા દીપકનો આધાર શા કામનો ? આ રીતે મગધરાજ વિરુદ્ધ એક વિચિત્ર રાજ કીય જાળ ગૂંથાવા લાગી.
મગધરાજનેય આછી આછી ગંધ આવવા લાગી હતી, પણ તેમના પુત્રપ્રેમ આગળ એ ગંધ એમને બનાવટી લાગી. યુવરાજ કુાિકે પિતા નિવૃત્તિ લે એવા પ્રયત્નો જારી રાખ્યા. મૃત્યુશધ્યા પર પડેલા નિર્બળ કેસરીની મશ્કરી રસ્તે જતા શિયાળને પણ શક્ય બને છે. એ રીતે મગધરાજ વારે વારે અપમાન, ભર્લ્સના પામવા લાગ્યા. પણ મોટા મનના રાજવીએ બધું દિલ પર ન લીધું. એને સાધનાનો પ્રકાર ગણી લીધો.
વાત વધતી ચાલી. એક વેળાના ચતુરંગ સેનાના મહારથીની અંતઃપુરમાં પણ હાંસી થવા માંડી. આર્યાવર્તનો અજોડ રાજવી આંતરયુદ્ધમાં એક પછી એક પરાજય પામતો ચાલ્યો.
આ પરાજયોએ એક શંકા જન્માવી. મગધરાજને લાગ્યું કે રાણી ચેલ્લા દુચારિત્રવાળી છે. એણે અંતઃપુરને મારા વિરુદ્ધ ઉકેરી મૂક્યું છે આ રીતે અંતઃપુરનો કોલાહલ ઉગ્ર બન્યો.
પુત્ર અને પિતા વચ્ચે સેતુરૂપ બનીને જીવવાની અભિલાષાવાળી રાણી ચલ્લણાને આ વાતથી અત્યંત આઘાત થયો. એનું દાસીન્ય વધતું ચાલ્યું. એવામાં જ્ઞાતપુત્ર મહાવીરના દર્શનાર્થે ગયેલા મગધરાજે સરળતાથી ભગવાનને એ શંકા પૂછી લીધી.
જ્ઞાતપુત્રે સ્પષ્ટતાથી કહ્યું : “રાણી ચેલ્લણા સતીઓમાં પરમ છે. લેશમાત્ર સંદેહ ધરીશ મા !”
વધુ ને વધુ માનખંડિત થતી ચલ્લણા આ પછી રાજાએ બનાવી આપેલા એ કસ્તભિયા પ્રાસાદમાં ચાલી ગઈ. સંસારની અસારતા એને દમી રહી હતી. પણ પતિની ઇચ્છા વગર દીક્ષિત કેમ થઈ શકાય ? રજા વગર દીયા કોણ આપે ?
મગધનું આ બેસૂરું વાઘ વધુ ને વધુ બેસૂરું બનતું ગયું. યુવરાજ કુણિકે સર્વ
કાળચક્ર 211