________________
ક્ષત્રિયનાં રણવાદ્યોનો પૂજ ક છે. શરીરે સમર્થ છે. લોભાવે તેવી કાન્તિ પણ છે. પછી શા માટે આ ભવાડા કરે છે ! ત્યાગ-વૈરાગ્યની આ શી જંજાળ !
અને વિચારશીલ રોહિણેય ઊંડા વિચારમાં ઊતરી ગયો. એકાએક લાંબા સૂર ગવાતું કોઈ ગીત એના કાનને સ્પર્યું. પવનની ઉપર સવારી કરીને એ સૂરો આવી રહ્યો હતો :
“હો પરદેશી – પરદેશમેં કુણ શું કરો રે સ્નેહ ! આયા કાગળ ઊઠ ચલા,
ન ગણે આંધી ન મેહ-હો પરદેશી !
મનોમંથનની જ્વાલામાં સપડાયેલા દિલ પર આ શબ્દો જાણે વીંઝણો ઢોળતા લાગ્યા :
ભમરો આવ્યો રે કમળમાં, લેવા કમળનું ફૂલ, કમળની વાંછાએ માંહી રહ્યો, જિમ આથમતે સૂર,
હો પરદેશી ! રાતનો ભૂલ્યો કે માનવી, દિવસે મારગ આય, દિવસનો ભૂલ્યો રે માનવી, ફિરફિર ગોથાં ખાય,
હો પરદેશી !” દિવસનો ભૂલ્યો રે માનવી ! આ શબ્દો રોહિણેયના દિલમાં વારે વારે ઘોળાયા. ખરેખર, હું દિવસનો ભૂલ્યો છું. છતી શક્તિએ, છતે જ્ઞાને, છતા સામર્થ્ય મેં કંઈ શુભ ન કર્યું ! કોઈના પર ઉપકાર ન કર્યો !ન સ્વાર્થ સાધ્યો, ન પરમાર્થ ! મહાઅમાત્યને શંકાશીલ બનાવે એવી ચતુરાઈથી પણ શું કારજ સર્યું ? શું સ્વોપકાર કે શું પરઉપકાર હાંસલ થયો ?
ઉપકાર ? ઉપકાર તો જ્ઞાતપુત્રનો ! એના શબ્દો ન સાંભળ્યા હોત તો આજે મારું શું થાત ! જીવન કેવું ભયંકર બનત ! અને જેની એક વાત સત્ય નીકળી એની બધી વાતો સત્ય. ચોખાની હાંડલીમાં ચઢતાં બધા ચોખા ન ચંપાય. એ તો એક ચોખો ચાંપીને નિર્ણય કરી શકાય કે બધા ચોખા કાચા છે કે પાકા ! ભલે દાદા ભૂલ્યા, હું નહિ ભૂલ કરું ! અરે દાદાની ભૂલમાં લાખેણા પલ્લીવાસીઓ સદાને માટે છુંદાઈ ગયો.
જ્ઞાતપુત્ર મારા ઉપકારી ! મારા જેવા રાત-ભૂલ્યાને એ જ માર્ગ બતાવશે. રોહિણેય ભાવુક બની ગયો. પેલા સૂર વહ્યા આવતા હતા :
194 D સંસારસેતુ
સદગુરુ કહે વસ્તુ વોરિયો, જે કંઈ આવે રે સાથ, આપણો * લાભ ઉગારીએ, લેખું સાહિબ હાથ,
હો પરદેશી ? જરૂર, જ્ઞાતપુત્ર જેવા સંગુરુના શરણે જવું ! આ બધું મિથ્યા છે. અને રોહિણેયે સૂરની દિશા તરફ દોટ મૂકી.
વૈભારપર્વતનો ગિરિમાર્ગ અનેક ઘુઘરિયાળી વેલોથી, સુંદર શિબિકાઓથી, હય ને રથોથી મુખરિત થઈ રહ્યો હતો. મગધના નાથ, મગધનાં મહારાણી , મગધના મહામંત્રી, મગધની પ્રજા પ્રભુ મહાવીરની વધામણીએ ચાલી હતી. સહુ પોતપોતાના સાથ ને સંઘોમાં સજ્જ હતા. પ્રભુના દર્શનવંદનનો આનંદ સાત ખોટના દીકરાના લગ્નના આનંદ કરતા વિશેષ હતો.
નગરશ્રેષ્ઠી મેતારજ પણ પોતાના સંઘ સાથે પ્રયાણ કરી રહ્યા હતા. આઠ રૂપયૌવનભરી પત્નીઓ સાથે હતી. અનેક દાસદાસીઓ પણ સાથે હતાં.
મગધના સભ્યો તલવારો ને બીજા અનેક સામંતો પણ આ નવા માર્ગ પર જઈ રહ્યા હતા. મુખ પર એક જાતનો આનંદ હતો, ઉત્સુકતા હતી.
મેત લોકોનું એક મોટું ટોળું લાંબે સાદે કંઠેકઠે ને સૂરસૂર મિલાવી ગાતું ગાતું ચાલ્યું જતું હતું. આ નવમાર્ગ – નિર્માણનું અભિમાન એમના મુખ પર હતું.
તમે બધાં ક્યાં જાઓ છો ?” રોહિણેયે પ્રશ્ન કર્યો.
સાતપુત્ર મહાવીર રાજગૃહીને પાવન કરવા પધારે છે. હમણાં થોડેક દૂરના એક વનચૈત્યમાં રહેલ છે. તેમના દર્શનાર્થે જઈએ છીએ.”
જ્ઞાતપુત્ર ?” રોહિણેય બબડ્યો, પણ અત્યારની એની મનોદશા જુદી હતી. ભલે ગમે તેવા તોય જ્ઞાતપુત્ર પોતાના ઉપકારી હતા. એનાં ચાર વાક્યોએ તો પોતાને રૌરવ નરકમાંથી બચાવ્યો હતો.
જ્ઞાતપુત્રના દર્શનાર્થે જાઓ છો ? ચાલો, ત્યારે સહુથી પહેલો હું શા માટે ને જાઉં ? આવો સંયોગ ફરી ક્યારે મળશે ? કૂતરું પણ બટકું રોટલો આપનારના પગ ચાટ્યા વગર રહેતું નથી, ત્યારે આ તો મારા ભવોભવના ઉપકારી ભવસાર્થવાહ !!”
રોહિણેય રાજમાર્ગની બાજુની ઊંચી ટેકરી પર ફરીથી ચડી ગયો. રાજ માર્ગના પ્રવાસીઓ આ વિચિત્ર પુરુષને અદૃશ્ય થતો નીરખી રહ્યા. એ મૃગબાળની જેમ ખાડાટેકરા કૂદતો, નદીનાળા ઓળંગતો, વનઘટાઓ વધતો ચાલ્ય, એની ઝડપમાં પવનનો વેગ હતો ને એની છલાંગોમાં કેસરીની તાકાત હતી. યોજનના યોજન આ * શ્રી લાભવિજયજી .
પતિતપાવન 1 195