________________
પછી લક્ષ્મી તરફ અતિ રુચિ નહોતી રહી.
મેતાર્યના મનોમંથનને પણ એ જાણતા હતા. ઓહ, જીવનભરની કેવી છલના ! ખોટના દીકરાને ભિખારી રાખી, ગાંડો, ઘેલો, ભીખો એવાં તોછડાં નામ આપી ચાલવાની સંસારની રીત પાછળ કેટલું સત્ય છુપાયું હતું ! મેતાર્ય મતોમાં વડીલ ! મેત એટલે શુદ્ર !
એક દહાડો મેતાર્યું નગર બહાર, મેતોની વસ્તી પાસે એક નાનું શું ભવન બાંધ્યું. ફળલતાઓના માંડવા કર્યા. અવારનવાર ત્યાં વસવા માંડ્યું. મેતોને પહેલાં તો આશ્ચર્ય લાગ્યું. પણ ત્યાંના વાતાવરણે એમનાં દિલોને આકર્ષ્યા.
કોઈ માંદું પડ્યું તો મેતાર્યભવનમાં ! કોઈ ભૂખ્યું હોય તો મેતાર્ય ભવનમાં ! કોઈ ઝઘડા થયા તો મેતાર્યભવન !
ધીરે ધીરે આખો મેતવાસ પલટાઈ ગયો. આજુ બાજુ ની ગંદકી ચાલી ગઈ. સુગંધી છોડ ઊગી નીકળ્યા.
એક દહાડો મેતાર્યે વિરૂપાની મૂર્તિની ત્યાં સ્થાપના કરી. ધૂપ ચોવીસે કલાક બળવા લાગ્યો, વાતાવરણ મહેકી ઊઠર્યું !
સ્નાન કર્યા વગર કોઈ મૂર્તિ સમીપે ન જઈ શકે. ફાટેલાં વચ્ચે કોઈ દર્શન ન કરી શકે, ભલે સીવેલાં હોય, ભીખ માગીને પેટ ભરે એ હીનમાંય હીન !
મેતાર્થે અહીંથી જ્ઞાતપુત્ર જ્યાં વિચરતા હોય ત્યાં સુધી જવાના માર્ગો બનાવવા માંડ્યા. એણે કહ્યું : શ્રમ કરનારને સુધા ન નડે. શ્રેમ તો દેવ છે ! એનો પૂજારી ભૂખ્યા ન મરે !
સહુ બીજા માર્ગનો શ્રમ છોડી, આ માર્ગનો શ્રમ કરવા લાગ્યા.
રાજ ગૃહીનો મેતવાસ નમૂનેદાર વાસ બની ગયો. છતાં લોકો ટીકા કરતા કે, આ બધા શ્રીમંતોના શોખના ચાળા છે. જન્મથી જ શંકામત લઈને સરજાયેલા કહેતા : કોઈ લાલ કરેણ જેવી મેતરાણી પર મન હશે, એટલે આ મહેનત થતી હશે !
જે હોય તે - પણ મેતાર્યના દિલના જખમ એને આ રસ્તે લઈ જતા હતા. એના મનમાં તો વિરૂપાના જેવા મૂંગા આત્મસમર્પણના કોડ હતા. કીર્તિ મેળવવા મરવું, એ તો જાણે સોદો થયો, નમાલી વાત ને અનામી અર્પણ ! શૂદ્રવાસ, શુકુળ ને શૂદ્ર જનતા ધીરે ધીરે પલટો લેવા લાગી. પરિશ્રમનાં જળ ગમે તેવી ભૂમિને શસ્યશ્યામલા કરે છે, ને ગમે તેવી મૂરઝાયેલી વેલને પ્રફુલ્લાવે છે. એમનો ચોરી કરવાનો વ્યાપાર ધીરે ધીરે યોદ્ધાગીરીમાં પલટો લેવા લાગ્યો. પારકાં મકાન તોડવાં, વાડીઓ ઘેરવી ને જનકુળો ભ્રષ્ટ કરવાં, વગેરે પ્રત્યાઘાતી પ્રવૃત્તિને બદલે તેઓએ રચનાત્મક પ્રવૃત્તિઓ આરંભી.
અશુદ્ધિ ને અત્યંત હીનતાનો પાશ ધોવાતો ચાલ્યો. વ્યાપારકુશળ મેતાર્યું ધનદત્ત શેઠના કોષમાંથી એક માથા સુવર્ણ પણ આપ્યું નહોતું, છતાં જોતજોતામાં એને ધન તો ઊભરે ભરાવા લાગ્યું.
વાણિજ્યવિશારદ મેતાર્ય કોઈને કંઈ દયાદાન ન કરતો. માત્ર દયાદાન માણસને નિરુદ્યમી ને ભિખારી વૃત્તિનો બનાવે છે. એની ખૂબી એવી હતી કે પોતાનો ધનનો પ્રવાહ મેતકુળો ને શૂદ્રકુળોમાં થઈને વહેતો આવતો અને વચ્ચે જે જે એમાં પરિશ્રમ કરતા એ સહુને યોગ્ય એમાંથી મળી રહેતું. અંતે એ પ્રવાહ મેતાર્યના ધનભંડારોમાં જઈ ભળતો. જે મેતકુળો રોજ ગંદકી, મહામારી ને મહાન્વરનાં ઘર હતાં, ત્યાં આરોગ્યની બંસી બજવા લાગી હતી. મેતાએ ગોકુળો વસાવ્યાં હતાં. વ્રજના સ્વામીઓ વ્યાજ ના બોજ માંથી હળવા બન્યા હતા. કેટલાક સાગરના સેફરીઓ બન્યો હતા ને કેટલાક વિશ્વકર્માની વિદ્યાના જાણકાર બન્યા હતા.
આમાં વિશેષ સંસ્કાર નાખવા મેતાર્ય કેટલાક શ્રમણોને અવારનવાર તેડાવતો. શ્રમણો કથાવાર્તા કરતા, ઉપદેશનાં પદો રચતા; માનવભવની સફળતા કેમ થાય, ઉત્તમ જીવન કેમ જીવી શકાય, વગેરે બાબતો દૃષ્ટાંતથી સમજાવતા.
આ રીતે મેત અને શૂદ્રનો મોટો ભાગ નવજીવન પામતો હતો, ત્યારે એક વર્ગ કે જે રોહિણેયના દાદાનો પક્ષકાર હતો, એ આ કાર્યનો ઘોર વિરોધ કરતો. મેતાર્યની કોઈ પણ સારીનરસી પ્રવૃત્તિને એ પ્રપંચ તરીકે વર્ણવતો.
એ લોકો કહેતા કે આ તો એક જબરદસ્ત કારસ્તાન તે, ગણ્યાગાંઠયા શુદ્રોને મિટાવી દેવાનું ! શૂદ્રો ને દ્વિજન્મોd એક થયા, એ કદી કોઈ કાળમાં, કોઈ શાસ્ત્રમાં વાંચ્યું ? શૂદ્રોના તો બે ધર્મ : ગામમાં વસનારની તેમણે સેવા કરવી, જંગલમાં વસનારે એમને લૂંટવા. રોહિણેયનો દાદો મૂર્ખ નહોતો, ને વીરવર રોહિણેય જ અત્યારે એકલે હાથે લડી રહ્યો છે, એ પણ ગાંડો નથી, આપણે આમ કરીને રોહિણેયને પીઠ પાછળ ઘા મારી રહ્યા છીએ. આ બધા થાક્યાના ગાઉ ગણે છે. રોહિણેય મગધના ક્ષત્રિયોને, બ્રાહ્મણોને અને વૈશ્યોને મારેલી થપાટ હજી સહુને ચરચરે છે. જય રોહિણેય !
શૂદ્રોના જ બે માર્ગ વચ્ચે ઘણીવાર અથડાઅથડી થતી. એમાંથી રક્તપાત જન્મતો. મેતાર્ય પોતે એમને સમજાવવા જતા ત્યારે તેઓ સ્પષ્ટ કહેતા :
“મેતરાજ, તમે બહુ ભલા છો, પણ આ વાતમાં અમે તમારું નહિ માનીએ. અમારી નાત-જાત પર દયા કરીને આ પ્રવૃત્તિને બંધ કરો. અમને વધુ અન્યાય ન કરો.”
હું અન્યાય કરું છું ? જો મારાથી જાણ્યેઅજાયે તમારો અપરાધ થતો હોય
o બ્રાહ્મણ, ક્ષત્રિય ને વૈશ્ય.
188 D સંસારસેતુ
જીવનની નવી જાતરા n 189