________________
ઓતરાદા દેશના લોકો આશ્ચર્યથી બોલી ઊઠડ્યા, “ઓહો ! આ તો આપણા રામ અને કૃષ્ણ આવ્યા !'
- બંને યુવાનો એકદમ ધસી આવ્યા, ને જે થોડાક લોકો લડાઈમાં ઊતર્યા હતા, તેઓને અટકાવીને બોલ્યા : ‘આટલી વિપત્તિ માથે પડી તોય તમે ન સમજ્યા? વીરતા એ સર્વસ્વ નથી. યાદવોની ઉશૃંખલતા કોઈ દહાડો યાદવોને ભારે પડી ન જાય, તેનું ધ્યાન રાખજો. હવે આપણે સમજવું પડશે. નેમ ક્યાં છે ?”
નેમ તો ટોળા સાથે ભાગ્યો છે.' ‘તો ટોળું એને હણી નહિ નાખે ?'
જે થાય તે.’ લડાઈના શોખીન લોકોને લડાઈની મનાઈ નહોતી ગમતી. ‘તમે કહેતા હો તો અમે પાછળ જ ઈએ. આપણું વેર એના પર ન લે તો સારું.’
‘આપણે અને એ - આ જુ દાઈની ભાવના ક્યાં સુધી રાખશો ? હવે યાદવો માટે તો આખી વસુધા એ કુટુંબ છે.' શ્રીકૃષ્ણ ભાવનામંત્ર ભણ્યો.
‘તો આપણા દુમન કોણ ?'
સંસારના આતતાયીઓ, આતતાયીઓને હણવી એ આપણો ધર્મ. બાકી વસુધા આપણું કુટુંબ,” શ્રીકૃષ્ણ યાદવોને નવી નીતિ આપવા માંડી. ‘વારુ, વારુ એ બધી વાતો તો પછીથી કરીશું. પહેલાં આપણા લાડીલા નેમની ખબર કાઢો.’
બધાએ તેમની ખબર કાઢવા માંડી, પણ નેમ તો પેલા ભાગતા લોકોની સાથે ભાગ્યો હતો. પાછળથી આવતા ઘા જેટલા ઝિલાય તેટલા પોતે ઝીલતો જતો હતો. આ કારણે એની પીઠ પર, માથામાં અને પગે કેટલાક ઘા થયા હતા, અને લોહીની સરવાણીઓ ફૂટી હતી !
અરે ! આ દુશ્મનનો માણસ આપણી પાછળ પડ્યો છે !' ભાગતા લોકોને વહેમ ગયો, ને દોડતાં દોડતાં જેટલા ઘા કરી શકાય તેટલા ઘા નેમ પર કરી નાખ્યા.
પણ નેમ એક જ વાત બોલતો હતો, ‘હું તો તમારો મિત્ર છું.’ ‘તું યાદવ છે, યાદવ અમારો મિત્ર કેવો ?”
‘પણ હું તમારી મિત્રતા માગું છું, યાદવોની ઉશૃંખલતાની માફી ચાહું છું. તમે મને મારો. તમારું વેર મારા પર ઉતારો, અને અમને યાદવોને તમારા મિત્ર ગણીને અપનાવો.”
થોડી વારમાં ભાગતા લોકો પોતાના ગામમાં પહોંચી ગયા. ગામને ગાડાનો ગઢ હતો, ગઢ મજબૂત કરી દીધો. ઢોલ પિટાયો, ખેતરે ગયેલા જુવાનો બળદોને લઈ તરત આવી પહોંચ્યા.
156 B પ્રેમાવતાર
બધાંએ હળ મૂકી દાતરડાં લીધાં. કોદાળી મૂકી કૃપાણ સાહી.
હજી પણ નેમ તો સાથેનો સાથે જ હતો. લોકોએ એને જોઈને કહ્યું, ‘દુશ્મન દળનો આ માણસ છે. એને બાંધો, મારો, કાપો ! કૃતજ્ઞોને સંહારી નાખવાના શ્રીગણેશ આનાથી કરો !'
‘દુશ્મન ! દુશ્મન !' બધે પોકાર થઈ રહ્યો. કોઈ દાંતિયા કરતા દાંતરડાં લઈને દુમનને હણવા આગળ આવી ગયા. કોઈ કૃપાણ ચમકાવતા દુશ્મનને હણવા આગળ ધસી ગયા. પણ રે, દુમન ક્યાં ?
દુમન શોધ્યો ન જડ્યો. સામે તો એક ફૂલગુલાબી કિશોર ખડો હતો. ચૂમી લેવાનું મન થાય, એવા પરવાળા જેવા એના ઓષ્ઠ હતા; કામણગારી એની કીકીઓ હતી; મોટું તો મરક મરક થતું હતું.
આ દુશમન ? દુમન આવો ન હોઈ શકે. દુમનના દાંત તો પાવડા જેવા હોય, માથું ગોળા જેવું હોય, હાથ કોશ જેવા હોય, પણ હાથી જેવા હોય ! નખ વાઘ જેવા હોય ! આ કામણગારો કિશોર દુશ્મન હોઈ ન શકે !
વળી કોઈકે કહ્યું, ‘આ લોકો બહુરૂ પી જેવા કે જાદુગર જેવા છેતરામણા હોય છે. એ ધારે તેવાં રૂપ અને ડોળ કરી શકે છે ! જેણે જરાસંધ જેવાને નાકમાં દમ કરી દીધો એવાનો તે ભરોસો કરવાનો હોય ? બાંધો એ કિશોરને! આપી દો દેવીને ભોગ!”
| કિશોરને મુશ્કેટાટ બાંધવામાં આવ્યો, બાંધતાં બાંધતાં બે ચાર જણાએ ઠોંઠટાપલી પણ કરી.
ઓહ ! તમે મને મારો છો, પણ મને એનું લેશમાત્ર દુઃખ નથી. અમે તમને માર્યા છે એનું જ આ ફળ છે. મારવું અને માર ખાવો એ એક જ સિક્કાની બે બાજુ છે.’ એમ બોલ્યો. એની વાતોમાં દિલ લોભાવનારી અસર હતી.
અરે ! આ કિશોર કેવી અજબ વાણી કાઢે છે !' ‘એ તો આ ઓતરાદા લોકોનો મોટો ફિલસૂફ છે.’
‘લુચ્ચો ફિલસૂફ ! મુશ્કેટોટ બાંધીને એની પૂજા કરો, લોકોએ બૂમો પાડી, એ લુચ્ચાની ફિલસૂફી સોંસરી કાઢી નાખો !'
મારું ગમે તે કરો, પણ મારા યાદવોની સાથે મિત્રતા કરજો, એમના ઉપરનો ક્રોધ મારા પર ઉતારો, પણ એમને પ્રેમ આપજો. વખાના માર્યા એ અહીં તમારા દેશમાં તમારા આશરે આવ્યા છે !' નેમ બોલ્યો.
અરે ! આ કેવી મીઠી મીઠી વાણી ઉચ્ચારે છે, ને એના લોકો કેવી ભૂંડી વાણી
ઉત્તર અને પશ્ચિમ 157