________________
બધી વણઝાર ઉતારા પર આવી. શું સગવડ હતી ! નવાં પાથરણાં હતાં, નવાં બિછાનાં હતાં !
સંસારમાં ઘણા અકારણ શત્રુ હોય છે, એ આપણે જાતે અનુભવ્યું; પણ સંસારમાં ઘણા અકારણ મિત્ર પણ હોય છે, એ તો આજે જ જાણ્યું !
એટલી વારમાં દૂધ, દહીં ને માખણ સાથે રોટલાના થાળ આવ્યા.
‘અરે ! આવું કહું દૂધ આપણી ગાયો તો ક્યારેય આપતી નથી.' વણઝારની સ્ત્રીઓએ દૂધમાં આંગળી બોળતાં કહ્યું.
અનર્તવાસીઓ કહે, ‘આ અમારી મહિષીનાં દૂધ છે !'
‘અને આ રોટલા પર કંડારેલી ભાત ક્યાંની ?'
‘એ તો અમારા હાથની છે.' આનર્તની સુંદરીઓએ કહ્યું.
આ બધી વાતો પછીની છે. પહેલાં જેઓની ભૂમિમાં આપણે પ્રવેશ કર્યો છે, એમને આપણી પિછાન આપવી ઘટે.' એક વયોવૃદ્ધ પુરુષે કહ્યું.
એટલામાં એક બાળક નાનકડું મૃગબાળ લઈને ધસી આવ્યો. એ મૃગબાળને વણઝારાના એક નવ આગંતુક જુવાને તીરથી વીંધી નાખ્યું હતું !
આગળ મૃગબાળ તેડેલો બાળક હતો. પાછળ ધનુષ-બાણ સાથે પરદેશી જુવાન હતો.
પેલા વયોવૃદ્ધ પરદેશીએ પોતાના જુવાનને રોક્યો. આનર્તવાસીઓએ બાળકને પડખામાં લીધો.
‘શું છે રે, દેવદત્ત ?’ આનર્તના લોકોએ બાળકને પૂછ્યું.
‘મારું મૃગબાળ આ પરદેશી માર્ગ છે.' બાળકે કહ્યું .
‘તારું મૃગબાળ ? કેવી રીતે બેટા ?'
‘મારે રમવા મૃગ જોઈએ છે.’ બાળક બોલ્યો.
‘મેં એને ઘાયલ કર્યું છે. મારે એ ખાવા જોઈએ છે. ખાવું મોટું કે રમવું?’ પરદેશી જુવાન બોલ્યો.
આનર્તવાસીઓએ એ જુવાનને તરત જવાબ ન આપ્યો. તેઓએ કહ્યું, ‘અમે સહસા કર્મમાં માનતા નથી - પછી તે મનનું હોય, વચનનું હોય કે કર્મનું હોય. અમારા ગ્રામના પંચને બોલાવીએ છીએ, તેઓ જે કહે તે સાચું.’
તરત ગામમાં ખબર થઈ. બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય, શૂદ્ર ને શંબર આ પાંચેનું પંચ આવ્યું.
પંચે બંનેની વાત સાંભળીને કહ્યું, ‘આવા જીવનો ઉપયોગ ખાવામાં કરવા 150 – પ્રેમાવતાર
કરતાં રમવામાં કરનારો સાચો છે.’
‘હું નથી માનતો.’ પેલા પરદેશી જુવાને કહ્યું.
‘ભાઈ ! પંચ હંમેશાં સાચું હોય છે. કદાચ એ ખોટું કહે તો પણ અંતે સાચું માનવું ઘટે. એ ગ્રામ-મર્યાદા છે. ગામમાં વસવું હોય તો તમારે એ મર્યાદા પાળવી ઘટે.' આનર્તવાસીઓએ કહ્યું.
‘પંચ સાચું છે, એમ હું પણ કહું છું.” બાજુમાં રેવતાચલ તરફ નજર કરીને ઊભેલા નૈમે કહ્યું.
એ અમારો ફિલસૂફ છે. સાંભળો એની વાત. એની વાત મારે પણ કબૂલ છે.’ પેલા પરદેશી જુવાને કહ્યું. એ તેમનો અનુયાયી લાગ્યો.
‘સ્મશાનનું મહત્ત્વ છે કે સદાવ્રતનું ?’ નેમે પૂછ્યું. ‘સદાવ્રતનું.’
‘જીવનનું મહત્ત્વ છે કે મોતનું ?'
‘જીવનનું.’
‘શા માટે ?’
‘સદાવ્રત માણસને જિવાડે છે. સ્મશાન તો મરેલાને બાળે છે.'
“એટલે બાળનાર કરતાં કે મારનાર કરતાં જિવાડનારનું જ હંમેશાં મહત્ત્વ છે. મૃગબાળ બાળકનું છે. ખાવા કરતાં રમવું ઉત્તમ છે. ખાવાથી પેટ ભરાતું નથી, રમવાના આનંદથી પેટ ભરાય છે.’ નાના નેમના આ ચુકાદાએ સહુને આશ્ચર્ય પેદા કર્યું.
પંચે કહ્યું, ‘હવેથી નેમ અમારા પંચનો પ્રમુખ ! કેવો નાનો, પણ કેવો ન્યાયી!' ‘ભાઈઓ ! નેમનો મારગ જુદો છે, એ બધું છે અને કંઈ નથી ! પણ તમને અમારી પિછાન આપું ?' રાજા સમુદ્રવિજયે કહ્યું.
આપો, આપો. અતિથિને અભય છે.’
‘ભાઈઓ !’ રાજા સમુદ્રવિજયે રથ પર ઊભા થઈને આખી જનમેદનીને સંબોધતાં કહ્યું, ‘તમારી ભૂમિ, તમારું આતિથ્ય, તમારી સુજનતાએ અમારાં હૃદયમાં ઘર કર્યું છે. આવાં સરલ માણસો અને આવી સુંદર ભૂમિ પૃથ્વી પર હશે એની તો અમને કલ્પના પણ નહોતી. દારુણ દાવાનળમાંથી વતન છોડીને અમે ચાલ્યા આવીએ છીએ.'
“અમને તમારી સાથે જ માનજો.' આનર્તવાસીઓએ કહ્યું.
‘અમે ઉત્તર ભારતના છીએ.' રાજા સમુદ્રવિજય આગળ બોલ્યા. નાટકનો બીજો અંક D 151