________________
આગંતુકે પ્રશ્ન કર્યો, ‘રાજ કુમારી, ગોપાલને વરવાના નિશ્ચયમાં દઢ છો કે નહિ ?”
| ‘તો ગોપાલની દઢતા જાણવા માગું છું. એવું ન બને કે વાનરને હાથ રત્ન પડે. ખાવા જાય ને દાંત તૂટી જાય. ખવાય નહિ એટલે ફેંકી દે. આગળ જરાસંધ, શિશુપાલ ને ભોજ જેવા જવાંમર્દો સાથે પાનું પડવાનું છે.’
‘વેરીની તો કશી પરવા નથી, પણ રાજ કુમારીનું મન તો મક્કમ છે ને?” ‘મક્કમ છે. શ્રીકૃષ્ણ વિના બીજો સ્વામી ન ખપે.’
| ‘તો આવો !' ને આગંતુક કે જે શ્રીકૃષ્ણ પોતે હતા, તેમણે રુકિમણીને ઊંચકી લીધી; ને મંદિરની પછીતેથી એ બહાર નીકળી ગયા.
સખીઓ ને સાહેલીઓ રમતી રહી; વગડો પણ હસતો રહ્યો. કુંડિનપુરની કમલિની દૂર દૂર નીકળી ગઈ !
અરે, જરા જઈને જુઓ તો ખરા, મહાયોગિની રુકિમણીદેવી સાધનામાંથી જાગ્યાં કે નહીં ?' મોડું થતાં સખીઓએ મુખ્ય સખીને બૂમ પાડી.
જવાબ કંઈ ન મળ્યો.
વળી પાછી બધી રમવામાં મશગૂલ થઈ ગઈ. મહેલનાં બંધન અહીં નહોતાં. શા માટે થોડી વધુ વાર મોજ માણી ન લેવી ?
વળી વખત ઠીક ઠીક વીતી ગયો. નગરમાં ગયેલો પૂજારી પાછો ફર્યો. એ સમાચાર લાવ્યો હતો કે રાજમહેલનાં લગ્ન અંગેની અગાઉની વિધિ માટે રાજ કુંવરીની હાજરીની અગત્ય છે, બધાં ઝટ પાછાં વળો.
સખીઓ ને સાહેલીઓ રમત છોડીને મંદિર તરફ ધસી, ગર્ભગૃહમાં પહોંચી. ગર્ભગૃહમાં એક લેખ લખેલો હતો : ‘હું યાદવ શ્રીકૃષ્ણ રુકિમણીને પરણવા આવ્યો છું. અને એનું વગર કંકોતરીએ હરણ કરી જાઉં છું. અમે બંને ગંધર્વલગ્નથી પરણી ચૂક્યાં છીએ, નિરર્થક શ્રમ કોઈ ન લે. નિરર્થક ખેદ કોઈ ન કરે.”
આ લેખે બધી સાહેલીઓના દેહનું લોહી ચૂસી લીધું. એ ઘાયલ મૃગલીની જેમ ત્યાં ને ત્યાં ફસડાઈ પડી. શી રીતે પાછા જવું. શું કહેવું અને શું મોં બતાવવું ?
પૂજારી જેવો આવ્યો હતો, તેવો દોડતો શ્વાસભર્યો પાછો ફર્યો. નગરમાં જઈને એણે બધા સમાચાર વિદિત કર્યા.
વજપાત થયો હોય તેમ બધા સફાળા ખડા થઈ ગયા. એક ખૂણેથી બીજા ખૂણા સુધી સમાચાર પ્રસરી ગયા. રાજા શિશુપાલની આંખમાંથી અંગારા વરસવા લાગ્યા. એણે રાજ કુમાર ભોજને બોલાવીને કહ્યું, ‘તમે જ અંદરખાનેથી એ ગોવાળિયાના પક્ષમાં છો. અહીં બોલાવીને અમારી તમે આ કેવી ફજેતી કરી ?”
134 1 પ્રેમાવતાર
રાજકુમાર ભોજે ગરમ થઈને કહ્યું, “હે રાજાઓ ! મારી પ્રતિજ્ઞા સાંભળો! હું કૃષ્ણને મારીને રુકિમણીને પાછી લાવીશ. અને તો જ આ કુંડિનપુરમાં પગ મૂકીશ, નહિ તો અહીંનાં અન્નજળ મારે હરામ છે '
અને ધસમસતા બધા શ્રીકૃષ્ણને પકડીને પાછો લાવવા ઊપડી ગયા. લગ્ન લગ્નને ઠેકાણે રહ્યાં, ને રણમેદાન બની ગયું.
ઘોડાઓ, રથો અને પદાતિઓ શ્રીકૃષ્ણની પાછળ પડ્યાં પણ એ એવે રસ્તેથી ગયા હતા, કે ઝટ તે રસ્તે આગળ વધવું શક્ય ન હતું, સહીસલામત પણ નહોતું.
શિશુપાલ તો આંધળો થઈને દોડી રહ્યો હતો. બીજા કેટલાક રાજાઓ મનમાં હરખાતા ને બહારથી હોંકારા કરતા એનું અનુસરણ કરતા હતા. તેઓ અંતરથી લડવા ઇચ્છતા નહોતા.
પણ આખરે શત્રુનો ભેટો થઈ ગયો : એક ટેકરી પર બલરામ તેમની યાદવ સેના સાથે ઊભા હતા. શિશુપાલને જોતાંની સાથે એ હળ ઊંચું કરીને સામે ધસી ગયો.
ભયંકર ઘમસાણ મચ્યું. બલરામ અને શિશુપાલ સામસામા આવી ગયા. થોડી વારમાં બેમાંથી એક હતા ન હતા થઈ જાત, પણ ત્યાં તો રાજ કુમાર ભોજે બૂમ મારી : ‘બલરામને પડતા મૂકો અને કૃષણનો પીછો લો ! એવું ન થાય કે સાચો ગુનેગાર છટકી જાય !”
બધા આગળ દોડ્યા. બલરામ તેઓનો માર્ગ ખાળીને ઊભા રહ્યા ને બોલ્યા. ‘તમે બલરામને પડતો મૂકવા ઇચ્છો છો પણ હું તેમને પડતા મૂકવા ઇચ્છતો નથી. વગર લખી કંકોતરીએ, વગર નોતરે યાદવો આવ્યા છે. એમને પાછા કાઢવાની તમારી તાકાત નથી !'
બલરામે ફરી યુદ્ધ જગાવ્યું. પણ એટલા વખતમાં હરિણ જેવો રાજ કુમાર ભોજ નજર ચુકાવીને આગળ નીકળી ગયો. પાછળ બીજા રાજાઓ એક યા બીજા બહાને આડોઅવળા થઈ ગયા. શિશુપાલ થાકીને પાછો ફર્યો. એણે કહ્યું, ‘પછી વળી જોઈ લઈશ ! એક છોકરી માટે આ દોડાદોડી કેવી ! ગોવાળિયો મારા હાથમાંથી કેટલે દૂર જવાનો છે ?”
આ તરફ નર્મદા નદી લગભગ આવતાં ભોજ શ્રીકૃષ્ણની લગોલગ થઈ ગયો. એણે તીરસંધાન કર્યું.
શ્રીકૃષ્ણ સામે શરસંધાન કર્યું.
સંસારના ઝંઝાવાતોથી સાવ અજાણ રુકિમણી એકદમ ઢીલી થઈ ગઈ. એ ગદ કંઠે બોલી, ‘આપ તીર નમાવો. મારા ભાઈને ન હાશ ! સામે પગલે
રુકિમણીનું હરણ I 135