________________
પરિચારક રવાના થયો.
અત્યારે બનાવો ખૂબ ઝપાટાબંધ બનતા હતા. અને અંધારું હજી પૂરું ઘેરાવું બાકી હતું. એટલે રાજા-રાણીએ બંને કિશોરોને કહ્યું, ‘હવે તમે વિદાય લો, એ જ
| ‘અમે પણ એની જ તૈયારીમાં છીએ. અમારું અહીં રહેવું જોખમભર્યું છે. પણ અમે જીવતા છીએ એ વાત પ્રગટ ન કરશો.”
“એ વાત પ્રગટ કરવામાં તો અમારી સામે પણ જોખમ છે. અને ગુનેગાર માબાપ હોય કે ગમે તે હોય, શિશુપાલ કોઈને પણ સજા કરતાં મર્યાદા જાણતો નથી, પણ તમારી પાસે એક વાત માગું .' રાણીએ કહ્યું.
‘તમે તો અમને નવજીવન આપ્યું છે. જે માગવું હોય તે માગ.'
‘હલરામ પાસે નહિ પણ ચલરામ પાસે માગુ છું. મારા દીકરા શિશુપાલ પર વેર ન રાખશો.”
મૈત્રી બાંધવા આવશે તો બાંધીશું.’ ચલરામે કહ્યું.
‘દેવ-દાનવની મૈત્રી, સાપ-નકુલની મૈત્રી જેવી હોય છે. એ કદી થઈ નથી, ને થશે નહિ.” રાજાએ સ્પષ્ટપણે કહ્યું.
તો તમે શું માગો છો, તે કહો. અમને આજ્ઞા કરો.” ચલરામે કહ્યું. ‘શિશુપાલના ગુના માફ કરજો !''
‘પણ કેટલા ?” ચલરામે બુદ્ધિપૂર્વકનો પ્રશ્ન કર્યો. ‘એક માણસ રોજ ગુના કરે, ને રોજ માફ કરીએ. પણ એ બધું ક્યાં સુધી ? એની સંખ્યા કહો.'
શિશુપાલના સો ગુના માફ કરજો.’ રાજા તથા રાણીએ કહ્યું. ‘આમ કહીને અમે અમારા પુત્રની તાકાત ઓછી માપતા નથી, પણ અમને લાગે છે કે આખરે સત્યનો જય અને અસત્યનો પરાજય થાય છે. અસત્ય વિજય પામ્યું તો તો અમારે કંઈ કહેવાનું નથી ! સત્યનો વિજય થાય તો અસત્યના પક્ષકાર શિશુપાલના સો ગુના માફ કરજો , એટલું માગું છું.'
આ માગણીમાં પુત્રની વીરતાનું અભિમાન અને સત્-અસત્ તત્ત્વો પ્રત્યેની શ્રદ્ધા ગુંજતી હતી.
‘કબૂલ, શિશુપાલના સો ગુના માફ કરીશું, હવે અમને વિદાય આપો.”
‘વિદાય ! સત્યનો તમને સદા સાથ હો ! અસત્યના અંધકારને વિદારવાનો યથ તમને મળજો.’
માડી ! અમારા પ્રયત્નો ધર્મનું રાજ્ય સ્થાપન કરવાના છે. આશીર્વાદ આપજો.”
T18 પ્રેમાવતાર
આશીર્વાદ જ છે !'
ને હલરામ ને ચલરામ એક ખાનગી ભોંયરા વાટે ચાલી નીકળ્યા. નગરની બહાર નીકળીને તેઓ આડેભેટે ચઢી ગયા.
શિશુપાલ પોતે પોતાનામાં મગ્ન હતો. નવી આણેલી ચાર રાણીઓની સોહાગરાત આજ ઊજવવાની હતી; અને અજબ પ્રકારે તૈયાર કરેલ અનુપમ મદ્યનો આજે એ આસ્વાદ લેવાનો હતો. દરેક વિજય પછી માનુની, મદ્ય ને માંસની તાજી વાનગીઓ આસ્વાદવાનું એને વ્યસન હતું !
પ્રભાતનાં કિરણો કઠોર થઈ પ્રસ્વેદ વહાવવા લાગ્યાં ત્યારે શિશુપાલ જાગ્યો. એને ખબર મળી ગઈ હતી કે વિદર્ભના મહાપુરોહિત પોતાની રાહ જોઈને વિશ્રાંતિગૃહમાં બેઠા છે.
| શિશુપાલ અંતઃપુરમાં આવ્યો. એટલે રાજા-રાણી ઊભાં થયાં, એમણે પુત્રને માન આપીને ઊંચા આસને બેસાડ્યો.
‘કેમ છો ?' શિશુપાલ જાણે કોઈ આશ્રિતના ખબરઅંતર પૂછતો હોય એમ બોલી રહ્યો. એને પોતાનાં માતા-પિતા તરફ, ફળને વેલ તરફ જેવો આદર હોય તેવો આદર હતો !
વત્સ ! દેહે તો શુભ વર્તે છે ને !” ‘શિશુપાલને વળી અશુભ કેવું ?” ‘રાજા ભીખકે એની રૂપગુણ અલંકૃતા પુત્રી રુકિમણી માટે કહેવરાવ્યું છે.' ‘આ, સાંભળ્યું છે કે એની ઇચ્છા પુત્રી આપીને મારો કૃપાપ્રસાદ પામવાની
‘કન્યા રત્ન જેવી છે.” ‘શિશુપાલ પથ્થરને સ્પર્શતો નથી.’ ખૂબ દેખાવડી, હસમુખી, આજ્ઞાશીલ છે.”
એ તો દરેક માબાપ પોતાની દીકરીનાં બીજાને ગળે વળગાડતાં એવાં જ વખાણ કરે છે ! પણ મારા એક કવિમિત્રને ત્યાં મોકલેલા. તેઓએ મને કહ્યું છે, માલ સારો છે !'
માલ શબ્દ માતા-પિતાને જરાક આંચકો આપ્યો. પુત્રની હલકી દૃષ્ટિ માટે એને ઠપકો આપવાની મરજી પણ થઈ, પણ હમણાં આવા માથાભારે રાજાઓમાં માબાપને કેદખાને નાખવાની કુટેવ વધતી જતી હતી, એટલે એમણે ચૂપ રહેવામાં જ સાર જોયો.
શિશુપાલના સો ગુના માફ 119