________________
હતી કે કોણ સગું ને કોણ સ્નેહી ! અને અત્યારે સહુથી વધુ ડર તો સ્વજનનો જ હતો, પેટમાં પેસીને પગ પહોળા કરે.
શ્રીકૃષ્ણે કહ્યું, ‘જો તમને શાંતિ ખપતી હોય, તો અમને અમારા માર્ગે જવા દો, વડીલ અમને આજ્ઞા આપો.'
રાજા સમુદ્રવિજય વિચારમાં પડી ગયા. બંને ભત્રીજા બળવાન હતા, છતાં હજુ બાળક હતા. એવાને કેમ કરીને એકલા મુકાય ? તેઓએ કહ્યું, ‘શાંતિ ખરીદવા માટે આવા બત્રીસલક્ષણા શાણા કુમારોનો ભોગ આપવો મને રુચતો નથી. વળી તમારી ઉંમર પણ શી ?”
‘અમારી ઉંમર સામે ન જુઓ. જનતાની હાલાકી સામે જુઓ. અમને રજા આપો !'
અને આટલું બોલીને બંને ભાઈઓ આકાશમાંથી કોઈ વાદળી સરકી જાય, તેમ સહુની વચ્ચેથી સરકી ગયા.
રાજા સમુદ્રવિજયે તીરનો જવાબ તીરથી વાળતાં જણાવ્યું, ‘રામ અને કૃષ્ણ અહીં નથી. પ્રજાને ન રંજાડો. પ્રજા તો ગાય ગણાય !!
રામ અને કૃષ્ણ શિબિરો વીંધીને નીકળી ગયા, પણ શિશુપાલના ગુપ્તચરો તેઓની પાછળ જ હતા.
બંને ભાઈ નદીઓ ઓળંગતા , મેદાનો વીંધતા, ટેકરીઓ પસાર કરતા દક્ષિણ તરફ ચાલ્યા ગયા, દક્ષિણમાં કરવીર ગામ પાસે પરશુરામનો આશ્રમ હતો, શંકરાચાર્યના દરેક ઉત્તરાધિકારી શંકરાચાર્ય કહેવાય એમ પરશુરામની ગાદીએ આવનાર દરેક પરશુરામ કહેવાય.
અહીં પરશુરામની સાથે મેળાપ થયો. પ્રજાસુખ માટે પોતે ભાગીને અહીં આવ્યા છે, તે જણાવ્યું. પરશુરામે તેઓને ગોમંતક પર્વત પર વસવાની સલાહ આપી.
| ઊંડી ઊંડી ખીણો ને ઊંચી ઊંચી કરાડોથી ગોમતક પર્વત સ્વયં કિલ્લારૂપ હતો. રામ અને કૃષ્ણ સ્વયં દેશનિકાલ જેવા ત્યાં વાસ કરી રહ્યા. ઘણે દિવસે તેઓએ આજે શાંતિનો શ્વાસ લીધો અને મનમાં નિરાંત વાળી કે હાશ, હવે પ્રજાજનો રાહત અનુભવશે.
ચારે તરફ આછી આછી પથરાયેલી હરિયાળી અને નાનાં નાનાં ઝરણ જોતાં તેઓ ફરી રહ્યા પણ એ વખતે તેમને આશ્ચર્યકારક અનુભવ થયો. પોતાની સાથે મથુરાનાં વાનરોનું એક ટોળું પણ ગોમંતક પર્વત પર આવી પહોંચ્યું હતું ને આવા વાસસ્થાનમાં વિસામો શોધી રહ્યું હતું !
108 n પ્રેમાવતાર
મથુરાનાં ફળ અહીં નહોતાં, જમાનાનાં જળ અહીં નહોતાં, કોઈ ગોવાલણીનાં છલકાઈ જતાં ગોરસ અહીં નહોતાં, છતાં આ પ્રદેશમાં શાંતિ હતી.
ઉત્તરનો દેશ જ્યારે આકરો થતો, ત્યારે દક્ષિણ શાંતિ પ્રદાન કરતો. શ્રીકૃષ્ણ વાનરના એક બચ્ચાને પકડી લીધું. બધા વાનરો ત્યાં એકઠા થઈ ગયા. શરૂઆતમાં બચ્ચાંને છોડાવવા તેઓ દાંતિયાં કરી રહ્યાં, પણ પછી તેઓ બંને ભાઈઓને પિછાણી ગયાં !
કુટંબમેળો થઈ ગયો. નર અને વાનર આ ગિરિ કંદરાની એકાંતમાં સ્વજન જેવાં બની ગયાં !
ગોમંતક પર્વત પર હવા મીઠી મીઠી વહેતી હતી, એ હવામાં ચંદનની સુવાસ ભરી હતી ! નર અને વાનરની નવી વસ્તી અહીં વસી ગઈ, ને વાનરો લાખેણા નરોની સેવા કરી રહ્યા.
‘નાના નેમને ભાવી જાય એવી પ્રેમભરી દુનિયામાં આપણે જીવીએ છીએ.” બલરામે કહ્યું.
‘પ્રેમની હવામાં મને ભાર લાગે છે.' શ્રીકૃષ્ણ ચિંતા બતાવી. ‘બહુ વહેમી ન થાઓ.' બલરામે કહ્યું.
‘શત્રુ આપણને આટલી સ્નેહભરી સૃષ્ટિમાં જીવવા દે, એમ મને લાગતું નથી. ક્ષત્રિય થઈને આટલી શાંતિની ચાહના મને ઉચિત પણ લાગતી નથી. આ તો પધર્મ છે, મને તો આપણાં ગોકુળ-વૃંદાવન યાદ આવે છે !' શ્રીકૃષ્ણે કહ્યું.
‘રાજકારણી ચિત્તનો ખોરાક જ ચિંતા હોય છે. આજની ઘડી રળિયામણી કરી લ્યો પછી કાલને કોણ પૂછે છે ?' બલરામે કહ્યું.
આ વાતો કરતા કરતા બંને ભાઈ વ્યાઘચર્મ પર સૂઈ ગયા. પણ ત્યાં તો કોઈ એમના વસ્ત્રનો છેડો ખેંચતું હોય તેમ લાગ્યું. જોયું તો વાનરરાજ !
વાનરરાજ એમને ઝનૂનથી ઉઠાડી રહ્યો હતો. હવામાં ઉગ્ર ગંધ ભરી હતી, ને બલરામને ખેંચીને પર્વતની એક કરાડ પર લઈ ગયો. નીચે તળેટીમાં જોયું તો અગ્નિ પેટાતો હતો, ને ધીરે ધીરે ભડકા ઊઠતા હતા.
‘કૃષ્ણ ! તમારી ચિંતા સાચી પડી. તમારી દૃષ્ટિ ગરુડ જેવી દૂરદર્શી છે. આખા પહાડને ઘેરી લેવામાં આવ્યો છે; ને ચારે તરફ આગ પેટાવવામાં આવી છે !'
આપણને જીવતા શેકી નાખવાનું આ કાવતરું ?' શ્રીકૃષ્ણ કરાડ પર જઈને બધું જોયું, તપાસ્યું ! જેમ બને તેમ જલદી નિર્ણય કરી લેવાની જરૂર હતી. લાલ લાલ ભડકામાં
જનતાના જનાર્દન D 109