________________
જમીન પર ઢળી પડતાં.
ક્યાંક કપાયેલી ગાયો પડી હતી, ક્યાંક બેભાન કન્યાઓ પડી હતી. એમની દેહ પર જુલમ ગુજરી ગયો હતો, ને જાલિમોને ઉજાણી મળી હતી !
બલરામને વૈરોટ્યાની યુદ્ધપ્રેમ અને પ્રેમયુદ્ધની વાત યાદ આવી : યુદ્ધપ્રેમનો આ કેવો કરુણ ચિતાર !
બલરામ એક સ્થળે થોભ્યા. એમણે છુપાયેલા લોકોને હિંમત આપી બહાર કાયા; પોતાની ઓળખાણ આપી, ને પોતાના કામની માહિતી આપી એકત્ર કર્યા; આશ્વાસન આપ્યું ને કહ્યું, ‘તૈયાર થાઓ. જરાસંધને ભરી પીઈએ.’
‘જરાસંધ ?' બોલનારનું મોં ફાટયું રહેતું. ‘અરે , એ જાલિમને આપણે શું પહોંચી વળવાના હતા ? એને તો પ્રભુ પહોંચે તો ભલે.'
પ્રભુને તમે જોયા છે ?' બલરામનો ગુસ્સો વધી જતો.
| ‘તો તમારા વેરનો બદલો એ લેશે, એમ તમે કેવી રીતે જાણ્યું ?'
‘નહિ લે, એ તમે કેવી રીતે જાણ્યું ?' લોકો વિચિત્ર હોય છે; એમની દલીલો પણ અભુત હોય છે.
‘નામર્દોને પ્રભુ કદી મદદ કરતો નથી. યાદ રાખો કે તમારા બાહુ જ્યારે અન્યાય સામે ઊઠે છે, ત્યારે પ્રભુ એમાં આવીને વસે છે : જ્યારે તમારા પગ અધર્મને કચડવા કૂચ કરે છે, ત્યારે પ્રભુ તમારા કદમ સાથે કદમ મિલાવે છે. જરાસંધને હણવા પ્રભુ નહિ આવે; તમે પોતે તૈયાર થશો તો પ્રભુ તમારામાં અવતરશે.
બલરામની આ વાણીએ, હજી પણ ડરથી આજુબાજુ છુપાયેલાને ઉત્સાહી કરી બહાર આણ્યા. તેઓએ ધ્રૂજતાં ધૃજતાં પોતાની શંકાનું સમાધાન માગ્યું. ‘જરાસંધે આટલો સંહાર તો વેર્યો છે. સત્યાનાશમાં હજી કંઈ બાકી રહ્યું હશે એ સામા થઈશું એટલે પૂરું કરશે !'
| ‘અર્ધ જીવિત અને અર્ધ મૃત્યુમાં કદી મજા નથી. આવવા દો જરાસંધને! સત્યાનાશનો સંપૂર્ણ સામનો થવા દો. આપણે થોડા દુ:ખી થઈશું પણ જગત આખું સુખી થશે.’ બલરામે કહ્યું.
સહુને આ વાત રુચિ ગઈ. બધાંએ બાકી રહેલાંને સાદ કરી કરીને બોલાવ્યાં, આવનારાઓમાં માત્ર મદ નહોતા, માત્ર જુવાન નહોતા, પણ હાલી ચાલી શકતાં તમામ હતાં. કિશોર હતા, વૃદ્ધોય હતા !
બલરામે પોતાની સેનામાં નવીન ભરતી કરી. ફરી બધા બૃહ ગોઠવ્યા, ને
જરાસંધની સેનાનો પીછો કરવા કૂચ ઝડપી બનાવી. હવે આરામ કે વિરામની વાત કેવી ?
દિવસ આથમી ગયો. રાત નવલખ તારાએ ઝબૂકી ઊઠી.
બલરામે એક ટેકરી પર ચઢીને જોયું તો દૂર જરાસંધની સેના છાવણી નાખીને પડી હતી. એની શ્વેત શિબિરો ચોખ્ખી કળાતી હતી. - બલરામે પોતાની સેનાના આગેવાનોને બોલાવ્યા. ટેકરી પર જ વિચારણા કરી તેઓએ પ્રસ્તાવ મૂક્યો, ‘રાતનો લાભ લઈ જરાસંધની સેના પર હલ્લો કરી દેવો.”
કોઈ કંઈ ન બોલ્યું. જરાસંધના નામમાં એ જાદુ હતું કે ભલભલા મહારથીનાય એક વાર તો મોતિયા મરી જતા.
મથુરાથી આવેલા યાદવે સેનાપતિઓએ બલરામને ચેતવ્યા : “ કંઈ આ ખેતર નથી, કે હળ હલાનીને ચીભડાં- કાકડી વાવી નાખશો ! આ તો મહારથી ચક્રવર્તી જરાસંધ છે. એના પર હુમલો કંઈ નાનીસૂની વાત નથી. પેલી ટિટેડી પોતાનાં બચ્ચાંને બચાવવા દરિયો ભરી પીવાની વાત કરતી હતી, એવી વાત ન કરશો, ભૈયા બલરામ !'
‘તો જરાસંધનું જોર કઈ રીતે તોડશો ? મહાનુભાવો ! સામનો કર્યા વગર શત્રુનો છેદ કઈ રીતે ઊડશે ? પહાડને તોડવા માટે હથોડાનો એક ઘા તો કંઈ જ ન ગણાય, એ સાચું છે; પણ એ એક ઘા થશે, તો બીજા હજાર ઘાનો એ જનક બનશે. ચાલો, બધા ચાર ભાગમાં વહેંચાઈ જાઓ. ને ચાર દિશાનો કબજો લઈ લો ! હું શંખ રૂંકું એટલે સહુએ હલ્લો કરી દેવાનો ! યાદ રાખજો કે એક વાર શંખસ્વર થાય એટલે પૂર્વ દિશાથી હલ્લો કરવાનો; બે વારે પશ્ચિમની હરોળે, ત્રણે વારે આથમણી હરોળે અને ચાર વારના શખસ્વરે દક્ષિણની હરોળે આગળ વધવાનું.’
| ‘અમે આવા હલ્લામાં માનતા નથી !' મથુરાથી સાથે આવેલા યાદવ યોદ્ધાઓ હજી અસંમત હતા.
‘વિચારનો કાળ ગયો, આચારકાળે કોઈની માન્યતા હું સ્વીકારતો નથી. આગળ વધો !' બલરામે પ્રતિઘોષ કર્યો. એમની આંખોમાંથી તણખા ઝરતા હતા.
‘અમે આ રીતે મૂર્ણાની જેમ મરવા નથી માગતા.’ મથુરાના મિથ્યાભિમાની યાદવો હજી પોતાની વાત પકડી રહ્યા હતા. ‘ગાયો ચરાવવી જુદી વાત છે. ને સમરાંગણ લડવાં જુદી વાત છે. અહીં કોઈ પાડાનાં પૂંઠ આમળવાનાં નથી !'
‘એમ કે ?” ને બલરામની આંખોમાંથી અગ્નિ ઝગ્યો. ‘ભયંકરમાં ભયંકર દુમન પોતાના દળનાં બેવફા માણસો જ હોય છે. આગળ ચાલો, નહિ તો..”
76 પ્રેમાવતાર
બલરામ અને જરાસંધ 1 77