________________
બંસરી તો અનેક વગાડ; આ પ્રદેશમાં વેણુ-બંસરીને લોકોને જાણે ઘેલું લાગ્યું હતું ! જેને વેણુ વગાડતાં ન આવડે, એ મૂર્ખ ગણાતો. એમ તો ઘણા શેખી મારતા ને પોતાના વેણુવાદનને અપૂર્વ લેખાવતા, પણ એ બધું કૃષ્ણ કનૈયાની બંસી ન સાંભળી હોય ત્યાં સુધી ! એની બંસરીના સૂર સાંભળીને પેલા વેણુવાદકો બિચારા શરમાઈ જતા !
એ સૂરમાં શી મોહિની હતી ? કોઈ એની વ્યાખ્યા ન કરી શકતું અને સ્ત્રીઓ પર તો ખાસ કરીને એની અજબ મોહિની વરસતી.
એક તો સૂર આવા ! એમાં કાળા કનૈયાનું રૂપ ગજબ ! એને નીરખતી અને ગોપીઓનાં હૃદય માધુર્યથી છલકાઈ જતાં, ને સંસારની બીજી વિષયભૂખ એમની શમી જતી ! એ માત્ર ઘેલી બનીને જીવતી, જે ઘેલાઈ યોગીને, પ્રેમીને ને સાધકને ઘણી મહેનત છતાં દુ:સાધ્ય હતી.
પુરુષો પણ ગોપીઓનાં ઘેલાં હૃદય જોઈ આનંદવિભોર બની જતા, અને કહેતા કે સાચો પ્રેમ તો આ ગોપીઓનો ! રે, આપણે પુરુષો ગોપીહૃદય બનીએ, એ જ આપણી સિદ્ધિ છે. પ્રેમ, પ્રેમ ને પ્રેમ ! ત્યાગ, ત્યાગને ત્યાગ ! શું શત્રુ કે શું મિત્ર! આ પ્રેમસાગરને કાંઠે ખરેખર, જીવન-સાર્થક્ય બેઠું છે !
મથુરાનું રાજ કારણ જોતજોતામાં લોકો ભૂલી ગયા : શું મલ્લ, શું હાથી, શું કેસ, એમને ચીરનારો પ્યારો કૃષ્ણ હોઈ જ ન શકે ! એ તો બધી સ્વપ્નાંની માયા !
એવી કઠોર વાતો આ પ્રેમપ્રદેશમાં યાદ કરવાની પણ મનાઈ હતી.
અને એમાં નાના નેમની નાગ-આર્ય વચ્ચેના નેહની વાતો આવી ! નાગોનો ઉપદ્રવ એક વાર તો નામશેષ બની ગયો ! ને પ્રેમમૂર્તિ વૈરોટટ્યાની પ્રીતની, નાગદમનમંત્રની અજબ અજબ વાતો બધે પ્રસરી ગઈ !
વાટે ને ઘાટે વેરાયેલા નાગો તરફથી શાંતિના સંદેશ મળતાં, લોકો વધુ નિશ્ચિત બની ગયા હતા, આઠે પ્રહર ગીત; ગાન ને વાદન ચાલુ થયાં, રસિકાઓ રસિયાઓને લઈને રાસ ખેલતી. વચ્ચે કૃષ્ણ કનૈયો ઊભો રહીને બંસી વગાડતો. એના નાના પરવાળાશા હોઠને જોનાર કદી ન માની શકે કે મથુરાપતિને જે૨ કરનાર ને ભારતવર્ષના ચક્રવર્તીને છેડનાર કૃષ્ણ આ જ હશે ! કેવળ રસમૂર્તિ કિશોર ! પ્રેમ સિવાય બીજી વાત જ ન કરે !
મથુરા તરફથી આવનારું કોઈ ક્યારેક યુદ્ધની કંઈ વિચિત્ર વાત લાવતું, તો લોકો રોળીટોળી નાખતા; ‘મૂકો એ લડાઈની લોહીતરસી વાતો ! વાર્તા કરવી હોય તો દિવ્ય રાસકુંજની ! અરે, માલતી અને માધવીના લતામંડપો તમને આમંત્રી રહ્યા છે. તુલસીની ગંધથી બહેકી રહેલા ગુરજી તમારા સ્વાગત ખડા છે !
58 પ્રેમાવતાર
‘આ સોળે કલાએ ખીલતો ચંદ્ર શું નિરર્થક છે ? - ‘આ જાઈ-જૂઈના માંડવાઓ શું વ્યર્થ છે ?
‘સૌંદર્યથી અદ્ભુત અને રસથી ભરેલાં આવાં નરનાર બીજે જોવા મળશે ખરાં?
| ‘કાલીય નાગના ઝેરથીય ભૂંડી લડાઈની વાતો લઈને અહીં શા માટે આવો છો ? કરો એને દેશનિકાલ !'
| ‘કેવી લડાઈ ? શા માટે લડાઈ ? કોની સાથે લડાઈ ? રે, આ પ્રદેશમાં પ્રેમત્રિપુટીના પાદસ્પર્શથી બધું પ્રેમમય બની ગયું છે. એકાંત આત્મસમર્પણ અહીંનો નિત્યક્રમ છે; ને નિરપેક્ષ આત્મોત્સર્ગ અહીંનું જીવન છે.'
‘જાવ જાવ રે, બહાવરા લોકો ! મારા કર્નયાની પ્રેમબંસરીના સૂર તમે સાંભળ્યા નથી, ત્યાં સુધી ભમ્યા કરો અને મન ફાવે તેમ વર્ચા કરો.
‘ભલે શાસ્ત્ર રચો ! શસ્ત્ર ઘડો ! ‘ભલે સ્મૃતિઓ રચો, છરિકાઓ ઘડો ! ‘ભલે ધર્મનીતિ રચો, યુદ્ધનીતિ ઘડો !
‘પણ જે દહાડે એ બંસરીની ધૂન સાંભળશો, એ દહાડે બધું તજી દેશો-આ કાલિંદીના ઝરામાં !'
પ્રેમ-મૂર્તિ ને શ્રદ્ધા મૂર્તિ ગોપિકાઓની આ વાણી સાંભળી ગમે તેવો શસ્ત્રસજ્જ યોદ્ધો પણ શરમિંદો થઈ જતો. એ કાલિંદીના ધરામાં શસ્ત્રોને સમાધિ આપતો ને ગોપીઓની સાથે રાસ ખેલવા લાગી જતો !
સુંદર એવો પ્રદેશ છે. સુંદરીઓ રાસ ખેલે છે ને બંસીના ગરવા નાદ ઘૂંટાઈ રહ્યા છે. રાસ ખેલવામાં નથી ભાન રહ્યું વસ્ત્રનું, નથી ભાન રહ્યું આભૂષણનું ! મનોરમ અવયવો પણ અર્ધખુલ્લાં થઈ ડોકિયાં કરી રહ્યાં છે !
હવા પણ રાસની ગતિને અનુકુળ વહે છે ! સરોવરનાં પોયણાં પણ એવી જ મીઠી સુગંધ વહાવે છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ એકરૂપ થઈ ગયા છે. વાણી વિરમી ગઈ છે, ને સંસાર વીસરાઈ ગયો છે !
પણ એવામાં, સૂરજને રાહુ છાવરી લે એમ, કાંટાળી વાડ પાછળથી તાડ જેવા કેટલાય પુરુષો ધસી આવ્યા. તેઓ દોડી દોડીને સુંદરીઓને પકડવા માંડ્યા ! શાંત સૃષ્ટિ પર વીજળીનો કડાકો થાય, એવો હાહાકાર ત્યાં વ્યાપી રહ્યો.
‘પેલી ગોરી મારી !' એક શસ્ત્રધારીએ એક ગોપસુંદરીને પકડતાં કહ્યું. એના અવાજના ડરથી કદંબની ડાળે પ્રેમસમાધિ સાધી બેઠેલાં કબૂતર-કબૂતરી નિર્જીવ
કૃષ્ણ-કનૈયો n 59