________________
છે !' એક વિદ્વાન શિકારીએ કહ્યું.
બધાએ માન્યું કે નાના નેમ પાસે આનો કંઈ જવાબ નહીં હોય, પણ એણે ધીરેથી કહ્યું, “ભાઈ ! તમે તો એક નરભક્ષક અસુર વાત કરતો હતો, તેવી રીતે વાત કરો છો. એ કહેતો કે જીવનો ખોરાક જીવ; જીવ જીવના આશ્રયે જીવે; માણસ માણસના ખોરાક માટે છે. સબળા લોકો નબળા લોકોનું માંસ ખાય એ તો એનો પ્રકૃતિદત્ત હક છે.'
‘શું નરમાંસ એ ખાદ્ય પદાર્થ છે ?'
‘તો કોણે કહ્યું કે મૃગમાંસ એ ખાદ્ય પદાર્થ છે ?’
‘રૂઢિનો વ્યવહાર છે.’
‘રૂઢિ કોણે કરી ?’
‘માણસે ’
‘તો માણસ માણસનું અનિષ્ટ ન વાંછે. માણસે પોતાના માટે આ બધા સ્વાર્થી નિયમો ઊભા કર્યા છે.’
‘તો ડાહ્યા નેમકુમાર ! માણસ શું ખાય ? જીવ ક્યાં ક્યાં નથી ?'
‘જીવ બધે છે ! જીવધારીને અન્યનો જીવ લેવાનો હક નથી. કેટલીક વનસ્પતિ આપોઆપ ઊગે છે ને આપોઆપ કરમાય છે; એ વનસ્પતિ માણસનો ખોરાક છે!' “અમારાથી સમજાતું નથી, તેમ !'
‘સમજાવું. આપણે અલંકાર પહેરીને ફરીએ છીએ. ચોર આવ્યા. એમણે અલંકાર માગ્યા. હવે તમે પહેલાં ભારે ઉતારી આપશો કે હલકાં ?’
'sasi.'
‘અને હલકાંથી ચાલે તો ભારે અલંકાર આપવાની વાત કરશો ખરા ?' ‘ના.'
‘તો ખાદ્ય પદાર્થોનું પણ એમ જ છે. પાકી ગયેલી કેરીને તોડી ન લઈએ, તો એ પૃથ્વી પર પડીને ખરાબ થઈ જવાની. ઘઉંનાં ડૂંડાંને ન લઈએ તો પળ બે પળમાં એ નીચે જ પડવાનાં ! જેટલા હલકા અલંકાર આપીને પેટ ચોરને તૃપ્ત કરી શકાય તેટલું સારું.'
‘પેટને તમે ચોર કહો છો ?’
‘ચોર નહીં તો બીજું શું ? જેટલું આપ્યું એટલું ગુમ. અભી ખાયા અભી ફો! પણ એ પેટ ચોરી કરીને ઇન્દ્રિયોને, દેહને, અંગને ધર્મ-સાધનનું બળ આપે છે. માટે એ ચોર પણ માનનીય છે ને એને નિર્દોષ રીતે સંતુષ્ટ કરવામાં વાંધો નથી.’ 38 D_પ્રેમાવતાર
‘તો દેહ પણ નકામો, કેમ ?’
‘દેહ ધર્મસાધન થાય ત્યાં સુધી કામનો. આત્માને લાગેલાં કર્મોના ક્ષય માટે દેહ અતિ જરૂરી છે - લેણું કે દેવું પતાવવા માટે મહેતાજી જરૂરી હોય છે તેમ !’ શિકારીઓનાં ઉન્મત્ત દિલો આવી આવી બધી વાતો સાંભળવા તૈયાર નહોતાં. તેઓ હસતા, વગડો ગજવતા આગળ ચાલ્યા જતા.
નેમ તો પોતાના પ્રીતિપ્રચારના ભાવને લઈને આગળ વધતો, ગામડાં પસાર કરતો : પણ ગામડાં તો નાગો અને આર્યોની સમરભૂમિ બની બેઠેલાં જોવા મળતાં. જંગલમાં નાગ હજીય ઝેર ઊગળતા હતા. જનકુળોમાં આર્યો નાગને દીઠ્યો ન મુકતા. ક્યાંય નાગ જોયો કે મોટી કિકિયારીઓ ઊઠતી અને જાણે જમને જોયો હોય તેમ લોકો જ્યાં હોય ત્યાંથી ઊભા થઈને હાથમાં જે આવે તે લઈને દોડતાં ! પછી તો ન કશી પૂછગાછ કે ન કશી વાતચીત ! સૌ આંખો મીંચીને દે માર કરતાં અને નાગોનો સોથ વાળી દેતાં !
આ જનકુળોમાં નાનો નેમ પ્રીતિપ્રચારનો મંત્ર લઈને પહોંચ્યો. નાગ પર જ્યારે મોત વરસતું ત્યારે એ આડો ફરીને ઊભો રહેતો.
આર્ય રાજકુમારને અને એમાંય રાજા સમુદ્રવિજયના પુત્રને જોઈ લોકો થંભી જતાં. પેલો નાગ સરી જતો - બચી જતો.
જનકુળો તેમને ઠપકો આપતાં ને કહેતાં, ‘આજે એક નાગને બચાવી ચાર આર્યોના જીવને તમે જોખમમાં મૂક્યા છે ?'
નેમ જીવની વાત કરતો, આત્માની વાત કરતો, નાગના દેહમાં જેવો આત્મા છે, એવો જ આર્યના દેહમાં છે, એમ સમજાવતો. વેર-ઝેર કદી શસ્ત્રથી, બળથી સંહારથી ઓછાં થતાં નથી એમ પ્રતિપાદન કરતો; સંસારને સુધારવાનો એકમાત્ર ઉપાય પ્રીતિ છે એમ કહેતો.
લોકો કહેતા : ‘અનાર્યની સાથે પ્રીતિ એ પ્રાણનો સોદો કરવા બરાબર છે. રે, આર્યો આર્યોમાં પ્રીતિનો સંચાર કરે તોય ઘણું છે ! મથુરા માથે ભાર છે. ગોકુળ સાથે ભાર છે. જરાસંધ ઝેરી માણસ છે ! વ્રજના સુખી દિવસો ઝેર થયા સમજો. નેમ, ત્યાં જા. તારા પ્રેમસૂર્યનાં અજવાળાં ત્યાં પ્રસાર !'
નેમ શાંતિથી બધું સાંભળતો. એની પાસે હૈયાઉકલત હતી.
એ કહેતો : ‘પ્રીતિના પ્રચાર માટે મારે મોટા માણસોની જરૂર નથી. એમની ચામડી જાડી હોય છે. પ્રીતિને પ્રવેશ માટે ખૂબ રગડાવું પડે છે ! મારે તો આમ જનતાના આદમી જોઈએ છે. મારા પ્રીતિદીપની અખંડ જ્યોતને એ જ જાળવશે.
આર્યો અને નાગ – 39