________________
પણ સ્વાદ બીજાને આપે છે; નદી પાણી વહે છે, ને જળ અન્યને પૂરું પાડે છે ! ત્યાં બીજાને જોઈએ તે મને ન જોઈએ એવી ભાવગંગા નિરંતર વહ્યા કરે છે.
અને જેને આપણે ઘર માનીને બેઠા છીએ ત્યાં તો સહુપ્રથમ પોતાના પંડનો જ વિચાર કરે છે. હું જ બધામાં શ્રેષ્ઠ અને મને જ બધું મળવું જોઈએ! મારો જ હક ઘરો ! દાવાની આ દોલત લઈને સહુ સગાંને મારે છે, ને સ્મશાન તરફ દોટ મૂકે છે !
મનની વાત કોઈ પૂછતું નથી : કુશળ છે કે અકુશળ ? પૂછે છે તો મનની વાત કરે છે, એનાં સૌંદર્યની, એના સુડોળ અવયવોની. એની કામદેવના બાગસમી દેહયષ્ટિની વાત કરે છે !
રે ! સંસારની ચક્ષુઓ ચર્મચક્ષુઓ જ રહી છે ! સંસારનું મન ચર્મકારનું જ બન્યું છે, સદા ચામડું જ જોયા કરે છે, ને એને જ વખાણ્યા કરે છે. પણ મારું રાજ્યશ્રી સાથેનું પ્રેમબંધન તો અજબ છે. અમે આત્માના સાથી છીએ, આત્માની પાંખે ઊડનારાં છીએ, દિવ્યતાનાં પરસ્પર દાન કરનારાં છીએ !
ઘડીમાં યુદ્ધની, ઘડીમાં પ્રેમની અજબ વાતો નેમ કરતો. જગત નેમકુમારને કાં ઘેલો, કાં દંભી કહેતું. લોકો કહેતા કે જેમકુમારની વાતો તો તળાવે બેસીને તરસ્યા મરવા જેવી છે !
સત્યારાણી પણ ક્યારેક ક્યારેક પોતાના આ લાડકવાયા દિયરની મશ્કરી કરતાં ને કહેતાં, ‘વેવિશાળ પછી લગ્નનો વિલંબ જળની માછલીને જળની બહાર રાખવા બરાબર છે. મારી નાની બહેન તો ક્યારની કવયિત્રી બની ગઈ છે. રોજ કમળપત્ર પર કે ભુર્જપત્ર પર કંઈ ને કંઈ લખતી જ રહે છે !'
નેમકુમાર કંઈ જવાબ ન આપતા. એમના ગજથી દુનિયાને માપવા કોઈ તૈયાર નહોતું, સહુની પાસે પોતપોતાના આગવા ગજ હતા.
સત્યારાણી જવાબ ન મળે એથી ચૂપ રહે એવા નહોતાં. એ કેમકુમારના ફૂલગોટા જેવા ગાલ પર ચૂંટી ખણતાં ને કહેતાં, ‘મેં વડીલોને વાત કરી દીધી છે. કદાચ તમારા ભાઈ અને ગોપસના કરુક્ષેત્ર તરફ જાય. તોય તમારે એમની સાથે જવાનું નથી, યુદ્ધમાં ભાગ લેવાનો નથી. તમારે તો સુમુહૂર્તમ્, શુભ લગ્નમ્ વર્તાવવાનું છે !'
‘ભાભી !યુદ્ધ તો હું ક્યારનો ખેડી રહ્યો છું. મારે મન આ બાહ્ય યુદ્ધોની કિંમત નથી, પણ માનવમનની અંદર સતત ચાલતા શુભ અને અશુભ વચ્ચેના યુદ્ધની કિંમત છે. આખા જનસમુદાય પર રાગદ્વેષના ઘેરા રંગો વીંટાઈ રહ્યા છે. જગતનો નાશ કરનાર એ રંગો છે.' નેમકુમારે કહ્યું. એમનું મોં રણમેદાન બન્યું હોય તેવા ભાવ ત્યાં હતા.
282 1 પ્રેમાવતાર
‘રંગ વગરની દુનિયા જ નકામી છે, એ તો રાજ્યશ્રી તમને પળવારમાં સમજાવી દે એવી છે.”
‘ભાભી ! તમે ધારો તો ખુલ્લી તલવાર મ્યાન કરાવી શકો છો. ધારો તો તલવાર ખેંચાવી શકો છો. સ્ત્રીઓ સંસારમાં આગ લગાડી શકે છે, સંસારને નંદનવન પણ બનાવી શકે છે.’
‘આગ લગાડવાનું કામ દ્રૌપદીનું છે. દ્રૌપદીને પોતાનું અપમાન હાડોહાડ લાગી ગયું છે. રે ! સંસાર પણ આટલો નિર્લજ્જ રજસ્વલા યુવાનસ્ત્રીની બેન-દીકરી જેવી ઓરતની પણ આમન્યા નહિ ? એ માણસ કેવાં? એ તો મડાં કહેવાય. એ સડી રહ્યાં છે. સંસાર ગંધાઈ રહ્યો છે. યુદ્ધ તો ફક્ત એ મડાંઓની સ્મશાનયાત્રા જ છે!” સત્યારાણીએ દ્રૌપદીના દિલની આગ વર્ણવી હતી.
ભાભી ! મને લાગે છે કે કાં શ્રીકૃષ્ણ અને કાં આ કૃષ્ણા - બે જણાં જ યુદ્ધ રોકી શકશે. પણ આ તો ભૌતિક યુદ્ધને રોકવાની વાત થઈ. હું અધ્યાત્મ દ્વારા રાગદ્વેષને દૂર કરીને જગતને પ્રેમભર્યું બનાવવા ઇચ્છું છું. આ માટે એકાંત અને અરણ્યનું હું સેવન કરીશ. મારા પ્રેમમય આત્માના અણુઓને પ્રેમજલથી આર્ટ અને કરુણાથી સભર કરીશ, અને પછી ચૌદ રાજ લોકમાં એનો પ્રસાર કરીશ. મારા એ પ્રેમઅણુના સ્પર્શ દ્વેષનો વડવાનલ પણ પ્રેમસરોવર થઈને સ્નેહનાં સલિલ વહાવશે.” નેમકુમાર અંતરની દુનિયામાં ઊતરતા જતા હતા.
| ‘દિયરજી, તમારા ભાઈ આવી ગયા છે. ચાલો દરબારમાં.' રાણી સત્યાએ કહ્યું ને દિયરને ખેંચ્યા.
- દિયરની તાકાત નહોતી કે ભાભીના આગ્રહ આગળ નમતું ન તોળે, બંને જણાં દરબારમાં પહોંચ્યાં ત્યારે યાદવ રાજ મંડળ, ઋષિમંડળ, વડીલવર્ગ વગેરે સર્વ આવી ગયા હતા, અને શ્રીકૃષ્ણના આગમનની જ રાહ જોવાતી હતી.
શ્રીકૃષ્ણ મોટા ભાઈ બલરામના ગૃહ મંદિરે સંચર્યા હતા, ને ત્યાંથી બંને જણા સાથે રથમાં આવતા હતા. સાત્યકિ સારથિપદે હતો.
સાત્યકિ નું બીજું નામ યુયુધાન હતું. યાદવ કુળની સંયવ્રત નામની પ્રજાનો આ મહારથી શ્રીકૃષ્ણનો ભક્ત હતો. એ બાણવિઘામાં પરમ કુશળ વિદ્વાન હતો.
સાત્યકિનું સ્થાન આજે અગ્રગણ્ય હતું અને કહેવાતું હતું કે દુર્યોધને જ્યારે શ્રીકૃષ્ણને પકડવાની યુક્તિ રચી ત્યારે આ સાત્યકિને જ એ વાતની ખબર પડી ગઈ હતી, અને શ્રીકૃષ્ણને એણે જ સાવધ કરી દીધા હતા.
સાત્યકિએ હસ્તિનાપુરમાં વિષ્ટિ વખતે બનેલી હકીકતોનું થોડું વર્ણન આપ્યું હતું.
સહુ સહુના રાહ ન્યારા D 283