________________
સ્ત્રી અને પુરુષ અડધિયાં છે. અધીંગને અર્ધાગિની વિના નહીં ચાલવાનું ! સ્ત્રીના મનમાં પુરુષ વસતો હોય છે - ગમે તે રૂપે ! પુરુષના મનમાં સ્ત્રી સદાકાળ રમ્યા કરતી હોય છે - ગમે તે રૂપે !
પુરુષો સર્વથા ત્યાગી થઈને પણ, છેવટે આત્માની મુક્તિને મુક્તિસુંદરીનું ઉપનામ આપીને જ રાચતા હોય છે ! સર્વસ્વ ધર્મને ચરણે અર્પણ કરનારી સ્ત્રી પણ હંમેશાં મોક્ષ-પુરુષને વરવા ઘેલી રહે છે !
સ્ત્રી કે પુરુષ એ વસ્તુ રૂપે હોય કે ન હોય, ભાવ રૂપે તો એક-બીજાંના અંતરમાં અવશ્ય વસતાં હોય છે. જ્યાં એકાંત હતું, જ્યાં અગમનિગમની સાધના હતી, જ્યાં પૃથ્વીનો અણુ પણ અસ્તિત્વ ન ધરાવતો, ત્યાં પણ ભાવસુંદરી હૃદયપુરુષને વરવા તત્પર રહેતી; અને તેથી એ કાકી ને નિર્જન આત્મસ્વયંવરોમાં પણ ભારે ભીડ રહેતી !
રાણી સત્યાદેવીએ આ ફિલસૂફીનો આશ્રય લઈ ફિલસૂફ નેમને યાદવ રાજમંડળીના નિર્ધારિત માર્ગે વાળવાનો નિર્ણય કર્યો.
આ પછી પહેલો પરાવર્ત રાજભવનમાં આવ્યો. જ્યાં નિરંતર સાત્ત્વિક સિંગાર પૂજાતો, ત્યાં ઉત્કટ સિંગારની સાધના શરૂ થઈ.
- કાસાર (તળાવ) તો એનાં એ હતાં, હંસ એના એ હતા, કમળ એનાં એ હતાં, નૌકાવિહારો એના એ હતા, પણ એ બધાં પર કોઈ કરામતી હાથોનું અજબ કૌશલ કામ કરી રહ્યું !
દેવ-દેવી જેવાં નરનારીખો જ હવે નૌકાવિહારો માણે છે, સ્ત્રીની વેણીમાં ને પુરુષના ગળામાં રૂપ-સૌરભભર્યા કમળના ગુચ્છા શોભવા લાગ્યા છે. પૃથ્વી પરથી ઘરડાં - બુઢાંના છેદ ઊડી ગયા છે. જ્યાં જુઓ ત્યાં મનમસ્ત ને મદનમસ્ત નરનારનાં જોડાં !
હમણાં હમણાં પંખી પણ પોતાની બોલી બદલી બેઠાં છે. સારસી જાણે માનસરથી સારસને નિમંત્રી રહી છે, ને હંસ જાણે હિમાલચ-પારથી હંસીને આમંત્રણ પાઠવી રહ્યો છે. વિયોગનું દુઃખ ને સંયોગના સુખની ગીતગાથાઓ સર્વત્ર ગુંજી રહી
રણઝણાવતી સ્વાગત ઉત્સુક ખડી છે; આવે કોઈ મોંઘેરો નર! ' અરે ! જ્યાંની દાસીઓ આવી છે, ત્યાંની રાજ કુંવરીઓ તો વળી કેવી હશે !
કહેવાતું કે સ્વર્ગની રાહમાં ઠેર ઠેર અપ્સરાઓનાં ઝુંડ મળ્યાં કરે છે. અને દેવભૂમિના પ્રવાસીને એ અનેક હાવભાવથી ને સંગીત-નૃત્યથી પ્રસન્ન કરે છે !
દ્વારકાના રાજમહેલો આજે સ્વર્ગભૂમિ સમા બન્યા હતા. એમાં ઠેર ઠેર સ્ત્રીવૃંદો મળતાં. કોઈ નૃત્ય કરતું. કોઈ સંગીતની બહાર છેડતું, કોઈ વળી ધૂત રમતું, કોઈ સુરા લઈને અતિથિ પાસે સંચરતું !
કોઈ સ્ત્રીવૃંદ શિકારીના વેશમાં ત્યાં કિલ્લોલતું અને સોનાનાં બાણ ને રૂપાનાં તીરથી મજાનાં સસલાંના શિકાર ખેલતું ! સસલાં પણ નકરાં મોતીનાં બનેલાં રહેતાં, ને એમને તીર વાગતાં એ મોતીના અનેક કણોમાં વેરાઈ જતાં! સુંદરીઓ મૂઠીઓ ભરી ભરીને એ મોતીથી શુક-સારિકાઓને ઉડાડતી !
- સ્ત્રી-પુરુષનાં યુગલો વિનોદ કરતાં, પ્રેમાલાપ કરતાં, ચારે તરફ ઘૂમ્યાં કરતાં અને થાકતાં ત્યારે એકબીજાનો ઉત્સગ દબાવીને બેસી જતાં.
રસિયાઓ બંસી છેડતા, રસિકાઓ કંઠ છેડતી; ને બંને મળીને ઝૂલે ઝૂલતાં ! નવરાશને વખતે રૂપાળાં નરનારી વિવાદે ચઢતાં. વિવાદ તે કેવા મનભર !
નારી કહેતી : ‘૨સપાનની પ્રથમ અધિકારિણી હું ! મને ઓષ્ઠદાન આપો!”
નર કહેતો, ‘સંસારમાં પુરુષ પહેલો, સ્ત્રી પછી !' | બંને જણાં લડી પડતાં, ફૂલનાં દડાથી મારામારી કરતાં, બીજી જુગલ જોડીઓ ત્યાં આવી પહોંચતી. પંચ પાસે ન્યાય થતો.
પંચ કહેતું, ‘શુક્લ પક્ષમાં સ્ત્રીનો અધિકાર ! પણ પક્ષમાં પુરુષનો !'
પણ પેલાં બે રસિયાં એ ચુકાદો ફગાવી દેતાં. એ વખતે નેમકુમાર ત્યાંથી નીકળતા. પેલાં બંને દોડીને એમની પાસે જતાં ને કહેતાં : ‘રે નેમકુમાર ! અમારા કજિયાનો નિવેડો લાવો, તમે ન સ્ત્રી છો, ન પુરુષ છો !'
એમ કેમ કહો છો ?” નેમ આશ્ચર્યથી પ્રશ્ન કરતા.
‘જે પૂરી વયે પહોંચ્યો હોવા છતાં પરણેલો નથી; એ પુરુષે નથી, સ્ત્રી પણ નથી.” બોલનાર યુગલ જરા વ્યંગ કરતું.
‘તો હું શું છું ?” નેમકુમાર આશ્ચર્ય દર્શાવતાં બોલ્યા.
‘તમારી જાતે જ સમજી લો ને કુમાર !” ને બધાં ખડખડાટ હસી પડતાં અને એકબીજાના કંઠમાં આશ્લેષ નાખી ચાલ્યાં જતાં ! આ તો બધી બનાવટ ! નેમ જાણે કંઈ સમજતો ન હોય તેમ આગળ ચાલતો.
જલક્રીડાની તૈયારી D 241
રાજભવનોની દુર્વા પર મૃગ પણ યુગલમાં જ રમે છે. મયૂર પણ ઢેલની હાજરીમાં જ કેકા કરે છે, ને સસલાં પણ મારી સસલીઓ સાથે જ આંખમિચોલી ખેલે છે. સંસાર આખો જાણે પ્રેમરૂપભર્યો બની ગયો છે !
દ્વારે દ્વારે રૂપ-યૌવનભરી ઘસીઓ પોતાના પીન પયોધરો પર ચંદનની અર્ચા કરી, તે પર ઝીણાં વસ્ત્ર આચ્છાદિત કરી, પગમાં પાયલ બજાવતી ને કટીની મેખલા
240 પ્રેમાવતાર